(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જીમેઇલમાં તમારી નોંધ ઉમેરો

જો તમે તમારા કામકાજ માટે જીમેઇલનો ભરપૂર ઉપયોગ કરતા હો તો તમારો અનુભવ હશે કે આપણને આવેલા ઈ-મેઇલ પર આપણે આગળ શું કામ કરવાનું છે તેની ટૂંકી નોંધ કરવાની સગવડ મળે તો બહુ ઉપયોગી થાય.

કારણ સાદું છે.

કોઈ આપણને ઈ-મેઇલ મોકલે ત્યારે જો તેમાં એ વિશેની પૂરતી ચોખવટ ન કરી હોય તો આપણે તેમની સાથે ફોન પર વાત કરીને સ્પષ્ટતા મેળવવી પડે છે. આ સ્પષ્ટતા અને એ વ્યક્તિએ મોકલેલા ઈ-મેઇલ વચ્ચે સીધો સંબંધ છે, પરંતુ બંનેને એકમેક સાથે કનેક્ટ કેવી રીતે કરવા?

કમનસીબે જીમેઇલમાં આપણને એવી કોઈ સગવડ મળતી નથી કે આપણા પર આવેલા ઈ-મેઇલ પર આપણે પોતાની કોઈ નોંધ ઉમેરી શકીએ.

જોકે આનો એક સ્માર્ટ ઉપાય છે.

પીસીમાં જીમેઇલ ઓપન કર્યા પછી જમણી તરફના બારમાં ગૂગલ ટાસ્કનું એક બટન જોવા મળે છે. સ્માર્ટફોનમાં જે તે ઈ-મેઇલ ઓપન કર્યા પછી ત્રણ ડોટ પર ક્લિક કરી તેને ગૂગલ ટાસ્ક્સમાં ઉમેરવાની સગવડ મળે છે.

આ રીતે ઈ-મેઇલને ટાસ્ક તરીકે સેવ કર્યા પછી તેમાં આપણે ઇચ્છીએ તે વધારાની વિગતો તેમજ એ ઇ-મેઇલ પર ક્યા દિવસે અને કઈ તારીખે કામ કરવાનું છે તેની નોંધ ઉમેરી શકીએ છીએ.

ટાસ્ક્સમાં ફક્ત એક ક્લિકથી આપણે એ ઈ-મેઇલ પણ ઓપન કરી શકીએ છીએ. ટાસ્ક્સ સુવિધા ગૂગલે આપી હોવા છતાં તેમાં હાલમાં સર્ચની સુવિધા નથી – આ તેની બહુ મોટી મર્યાદા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!