(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ડેસ્કટોપ ચોખ્ખું રાખો

જો તમારે નિયમિત રીતે પીસી કે લેપટોપ પર કામ કરવાનું થતું હશે તો બીજા ઘણા લોકોની જેમ કદાચ તમને પણ ફાઇલ્સ કામચલાઉ ધોરણે ડેસ્કટોપ પર સેવ કરી લેવાની ટેવ હશે. પરંતુ એ ફાઇલ્સ પછી ડેસ્કટોપ પર કાયમ માટે ગોઠવાઈ જતી હોય છે!

આ કારણે ધીમે ધીમે ડેસ્કટોપ પર ફાઇલ્સ, ફોલ્ડર્સના શોર્ટકટ્સ અને પ્રોગ્રામ્સના આઇકન્સનો ભરાવો થતો જાય છે.

પીસી પર આપણા કામની શરૂઆત ડેસ્કટોપના દર્શનથી જ થતી હોય છે. ડેસ્કટોપ ભરચક હોય તો તેની અસર આપણા મૂડ ઉપર થાય છે તે જ રીતે કમ્પ્યુટરના પર્ફોર્મન્સ પર પણ થાય છે.

ડેસ્કટોપ ખાલી રાખવાનું બીજું એક ખાસ કારણ પણ છે. ડેસ્કટોપ પર આપણે જે કંઈ સાચવીએ એ બધું જ કમ્પ્યુટરની સી ડ્રાઇવમાં સ્ટોર થતું હોવાને કારણે જો કમ્પ્યુટરમાં કોઈ અણધારી ખામી સર્જાય અને તેને ફોર્મેટ કરવાનું થાય તો સી ડ્રાઇવમાંનો બધો ડેટા ગુમાવવાની સ્થિતિ આવે છે.

પરિણામે ડેસ્કટોપ પર સાચવેલું બધું પણ આપણે ગુમાવવું પડે છે. આ જ કારણે કમ્પ્યુટરમાંનો આપણો બધો ઉપયોગી ડેટા સી સિવાયની ડ્રાઇવમાં સેવ કરવો હિતાવહ છે.

આથી એક વાર સમય કાઢીને તમે ડેસ્કટોપ પર તમે જે કંઈ સાચવ્યું હોય તેના પર નજર ફેરવી લો. તેમાંથી જે કંઈ કામનું હોય તેને ડેસ્કટોપ પરથી કટ કરીને અન્ય ડ્રાઇવમાંના સંબંધિત ફોલ્ડરમાં પેસ્ટ કરી દો.

ડેસ્કટોપ પરથી મ્પ્યુટર પ્રોગ્રામ્સના આઇકન્સ દૂર કરવાથી એ પ્રોગ્રામ અનઇન્સ્ટોલ થશે નહીં એટલે એ વાતની ચિંતા રાખશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!