(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોનમાં ‘કેશ’ની સફાઈ કેવી રીતે કરશો?

ફોન ધીમો પડી ગયો એવું લાગતું હોય કે કોઈ એપ વારંવાર ક્રેશ થઈને પજવતી હોય તો તેનું કારણ ‘કેશ’ હોઈ શકે છે. તેની નિયમિત સફાઈ જરૂરી છે.

આપણા ઘરમાં કે બેન્ક એકાઉન્ટમાં કેશ જમા થાય એ ખુશીની વાત છે, પણ સ્માર્ટફોનમાં ‘કેશ’ જમા થાય એ તકલીફની વાત છે કારણ કે સ્માર્ટફોનમાં કેશનો અર્થ તદ્દન જુદો થાય છે (તેનો સ્પેલિંગ Cache છે, પણ ઉચ્ચાર ‘કેશ’ છે)!

સ્માર્ટફોનમાં આપણે જે પણ એપ્સ ઇન્સ્ટોલ કરીએ અને ઉપયોગમાં લઇએ તેને સંબંધિત વિવિધ ડેટા કેશ સ્વરૂપે જમા થતો હોય છે. ફોનમાંની જુદી જુદી એપ્સનો આપણે ઉપયોગ કરીએ ત્યારે તેમાંની ઘણી બાબતો બીજી વાર ઝડપથી લોડ થાય એ માટે કેશ તરીકે ડાઉનલોડ થતી હોય છે.

ઉદાહરણ તરીકે જોઇએ તો આપણે ફોનમાં બ્રાઉઝર એપમાં જુદી જુદી વેબસાઇટ્સ જોઇએ ત્યારે તેમાંની ઇમેજિસ કામચલાઉ સ્વરૂપે બ્રાઉઝરમાં કેશ સ્વરૂપે ડાઉનલોડ થાય છે.

આથી બ્રાઉઝરમાં એનું એ વેબપેજ આપણે ફરીથી જોઇએ ત્યારે બ્રાઉઝર પેલી ઇમેજિસ નવેસરથી ડાઉનલોડ કરવાને બદલે અગાઉ સાચવી રાખેલી ઇમેજિસનો ઉપયોગ કરી લે છે. એ કારણે પેજ વધુ ઝડપથી ડાઉનલોડ થાય છે અને ડેટાની બચત પણ થાય છે.

આમ કેશ અનિવાર્ય છે અને ઉપયોગી છે, પરંતુ તે વધુ પ્રમાણમાં જમા થાય તો તેની અસર ફોનના પર્ફોર્મન્સ પર થાય છે. આથી સમયના થોડા થોડા અંતરાલે ફોનમાંની એપ્સમાં જમા થતી કેશની સાફસફાઈ કરવી હિતાવહ છે.

આ માટે આપણે અલગ અલગ એપ્સનો ઉપયોગ કરી શકીએ, પરંતુ એમ કરીને ફોન પર વધારાનો ભાર ઉમેરવાને બદલે, ફોનમાંની જ કેટલીક સુવિધાની મદદથી આપણે આ કામ સહેલાઇથી કરી શકીએ છીએ.

એ માટે…

  1. ફોનના સેટિંગ્સ મેનૂમાં જાઓ.
  2. સ્ટોરેજ સર્ચ કરીને તેમાં જાઓ.
  3. અહીં તમને જુદા જુદા ઘણા વિકલ્પો જોવા મળશે. એન્ડ્રોઇડ ફોનમાં બે જગ્યાએ સ્ટોરેજ થઈ શકે છે, ફોનની ઇન્ટર્નલ મેમરીમાં અને એક્સટર્નલ મેમરી કાર્ડમાં. જો તમારા ફોનમાં એક્સટર્નલ મેમરી કાર્ડ હશે તો તે પણ અહીં દેખાશે.
  4. દરેક ફોનના મોડેલ અનુસાર અહીં જોવા મળતા વિકલ્પો થોડા થોડા જુદા હશે, પરંતુ મોટા ભાગે તમને અહીં ‘ફ્રી અપ સ્પેસ’નું બટન જોવા મળશે. તેને ક્લિક કરતાં ફોનની સિસ્ટમને તેના સ્ટોરેજમાં જે કંઈ બિનજરૂરી લાગશે (એટલે કે કેશ) તે બધું જ આપોઆપ ડિલીટ થશે.

જો તમારા ફોનમાં ‘સ્ટોરેજ મેનેજર’ની સુવિધા હોય અને તમે તેને ઓન રાખી હશે તો તેની મદદથી ફોનમાં જગ્યા રોકતા ફોટોઝ અને વીડિયોઝ, જો તેનો બેકઅપ લેવાઈ ગયો હશે તો ૯૦ દિવસ પછી આપોઆપ  ડિલીટ થશે.

જો ફોન ધીમો પડી ગયો હોય એવું લાગતું હોય કે ફોનમાં થોડી વધુ સ્પેસની જરૂર હોય ત્યારે આ પગલું સૌથી સહેલું સાબિત થશે. પરંતુ જો કોઈ ચોક્કસ એપ ખુલવામાં તકલીફ થતી હોય તો અથવા એ એપ વારેવારે ક્રેશ થતી હોય તો એવું બની શકે કે એ ચોક્કસ એપમાં વધુ પડતી કેશ જમા થઈ ગઈ હોય.


તેના ઉપાય માટે નીચેનાં પગલાં લઈ શકાય.

  1. ઉપર મુજબ ફોનના સેટિંગ્સમાં સ્ટોરેજ સેકશનમાં જાઓ.
  2. અહીં ઉપરના ભાગે ફોનમાંની કુલ સ્ટોરેજ કેપિસિટીમાં કેટલી ભરાયેલી છે તે જોવા મળશે. તેની નીચેના ભાગે ફોટોઝ એન્ડ વીડિયોઝ, મ્યુઝિક એન્ડ ઓડિયો, ગેમ્સ, મૂવીઝ એન્ડ ટીવી એપ્સ, અધર એપ્સ, ફાઇલ્સ, સિસ્ટમ વગેરે અલગ અલગ કેટેગરી જોવા મળશે.
  3. આપણે ઇન્સ્ટોલ કરેલી મોટા ભાગની એપ્સ ‘અધર એપ્સ’ કેટેગરીમાં જોવા મળે છે. ધારો કે આપણને ગૂગલ ન્યૂઝ એપ વારંવાર ક્રેશ થવાની સમસ્યા સતાવી રહી છે તો અધર એપ્સમાં ગૂગલ ન્યૂઝ એપ પર ક્લિક કરો.
  4. આથી ગૂગલ ન્યૂઝ એપનું સ્ટોરેજ પેજ ઓપન થશે. અહીં મૂળ એપની ફાઇલ્સની સાઇઝ, તેમાં આપણા ડેટાથી રોકાતી જગ્યા તથા કેશને કારણે રોકાતી જગ્યા જોવા મળશે.
  5. હવે તમે નક્કી કરી શકો છો કે તમારે એ એપમાંનો બધો ડેટા ડિલીટ કરવો છે કે પછી માત્ર કેશ ડિલીટ કરવી છે.
  6. જો તમે ‘પોકેટ’ જેવી કોઈ એપનો ઉપયોગ કરતા હો (જેમાં તમે ઇન્ટરનેટ પર તમને રસ પડ્યો હોય તેવા આર્ટિકલ્સ ઓફલાઇન વાંચી શકાય એ માટે સ્ટોર કરી શકાય છે (વધુ માહિતી માટે જુઓ જાન્યુઆરી ૨૦૧૪નો અંક) તો તમે ડાઉનલોડ કરેલા બધા જ લેખ યૂઝર ડેટા તરીકે એ એપના સ્ટોરેજ પેજ પર જોવા મળે છે.
  7. જો એ એપમાંનો આપણો ડેટા કામનો હોય તો તેને ડિલીટ કરવાને બદલે માત્ર કેશ ડિલીટ કરી શકાય.

આમ, જો ફોન બધી રીતે ધીમો થઈ ગયો હોય એવું લાગતું હોય તો સ્ટોરેજ પેજમાં જઇને માત્ર ‘ફ્રી અપ સ્પેસ’ પર ક્લિક કરવાથી સમસ્યા હલ થઈ જશે. જો કોઈ ચોક્કસ એપના ઉપયોગમાં તકલીફ આવી રહી હોય તો ઉપર જણાવ્યા મુજબ, એ એપના સ્ટોરેજ પેજમાં જઇને તેમાંનો ડેટા કે કેશ ડેટા ડિલીટ કરવાથી આપણી તકલીફ ઉકેલાશે.

ફોનમાં તમે પોતે વધુ પડતો ડેટા જમા કર્યો હોય (વોટ્સએપમાં ડાઉનલોડ કરેલી ઇમેજીસ, વીડિયો, અન્ય ડોક્યુમેન્ટ્સ વગેરે) તો તેને ડિલીટ કરવા માટે ફોનમાંની ફાઇલ મેનેજર એપ કે ગૂગલ ફાઇલ્સ જેવી એપ ઉપયોગી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!