(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ આસિસ્ટન્ટમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે રાઇડ બુક કરવા, આસિસ્ટન્ટને કહો!

સ્માર્ટફોનમાં આંગળી ઇશારે કે વોઇસ કમાન્ડથી હાજર થઈ જતા ગૂગલ આસિસ્ટન્ટ પાસે આપણે ઘણાં કામ કરાવી શકીએ છીએ, જેમ કે ટેક્સી બુકિંગ માટે ભાડાં સરખાવી આપવાનું કામ!

તમારે અમદાવાદમાં ઇસ્કોન ચાર રસ્તાથી કાંકરિયા જવું હોય અને પોતાનું વાહન ન હોય, ચોમાસામાં પણ ધોમ તડકો હોય તો સામાન્ય રીતે તમે શું કરશો?

ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢી, તેમાં નાખેલી ઓલા કે ઉબરમાંથી કોઈ એક એપમાં તમારું લોકેશન જણાવશો, ડેસ્ટિનેશન લોકેશન – કાંકરિયા – જણાવશો અને પછી ત્યાં જવાનું ભાડું તપાસશો, બરાબર?

જરા વધુ સ્માર્ટ હો તો, ઓલાની એપમાં ભાડું ચેક કર્યા પછી, ઉબરની એપ પણ ઓપન કરી, તેમાંય ભાડું તપાસશો અને બેમાંથી જેનું ભાડું ઓછું હોય તેના પર રાઇડ બુક કરશો. પણ એ માટે આપણે વારાફરતી બંને એપ ઓપન કરવી પડે.

આનો વધુ સ્માર્ટ રસ્તો પણ છે!

તમે સ્માર્ટફોનમાં ગૂગલ આસિસ્ટન્ટ ઓપન કરો અને તેને કહો, ‘‘બુક મી અ રાઇડ ટુ કાંકરિયા!’’. ગૂગલ આસિસ્ટન્ટને તમે તમારો અવાજ ઓળખવાની પ્રેક્ટિસ કરાવી હોય તો આ કમાન્ડ આપવા માટે તમારે ટાઇપ કરવાની પણ જરૂર નથી, ફક્ત વોઇસ કમાન્ડથી કામ ચાલી જશે.

આટલું કહેતાં, આસિસ્ટન્ટમાં બે-ત્રણ બાબત બનશે. એ આપણું લોકેશન જાણશે, મેપ પર આપણા લોકેશનથી કાંકરિયા જવાનો રસ્તો બતાવશે અને નીચે, આપણા શહેરમાં જે એપ કેબ સર્વિસીસ ઉપલબ્ધ હોય તેનું, એ ડેસ્ટિનેશન માટે કેટલું ભાડું થશે એ બતાવશે.

અલબત્ત, સ્પષ્ટપણે એક જ ભાડું બતાવવાને બદલે એપ આપણને ઉપલબ્ધ વાહનની કેટેગરી મુજબ ભાડાની રેન્જ બતાવે છે.

ધારો કે આપણા શહેરમાં ઓલા અને ઉબર બંનેની સર્વિસ છે તો બંનેનાં ભાડાં એક સાથે જોઈ શકાશે. તેની સાથોસાથ જે તે સર્વિસની કેબને આપણા સુધી પહોંચતાં કેટલી વાર થશે એ પણ ત્યાં જ જાણવા મળશે.

મજાની વાત એ છે કે તમારા ફોનમાં આમાંની કોઈ સર્વિસની એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો પણ તેનું ભાડું અને બીજી વિગતો અહીં જાણી શકાશે.


અલબત્ત, અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે તેમ ભાડું અને કેબને પહોંચતાં લાગતા સમયનો ફક્ત અંદાજ આપવામાં આવે છે.

આપણે જે સર્વિસની કેબ બુક કરાવવી હોય તેના પર ક્લિક કરતાં, જો એ સર્વિસની એપ આપણા ફોનમાં હશે તો તે ઓપન થશે, બાકી, તેનું વેબ વર્ઝન આપણા ફોનના બ્રાઉઝરમાં ઓપન થશે અને પછી તેમાં લોગ-ઇન થઈને આપણે આગળ વધી શકીશું!

ગૂગલ આસિસ્ટન્ટમાં આવી તો ઘણી ખૂબીઓ છે!

આસિસ્ટન્ટમાં અપડેટ્સ

તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા થોડા સમયથી ગૂગલની કોઈ પ્રોડક્ટ કે સર્વિસમાં સૌથી વધુ અપડેટ્સ આવી રહ્યા હોય તો એ ગૂગલ આસિસ્ટન્ટ છે!

આમ તો, જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ પીસી પર વધુ થતો હતો ત્યારે ગૂગલનો ઉપયોગ સહેલો અને સ્પષ્ટ હતો – કંઈ સર્ચ કરવું હોય તો ગૂગલ.કોમ પર જાઓ અથવા ક્રોમ બ્રાઉઝર ઓપન કરી, તેમાં જ સર્ચ કરી લો.

સ્માર્ટફોનમાં ગૂગલની સર્વિસિઝનો ઉપયોગ ઘણી જુદી જુદી રીતે થઈ શકે છે એટલે યૂઝર તરીકે આપણે થોડા ગૂંચવણમાં રહીએ છીએ. કદાચ એટલે જ ગૂગલ આસિસ્ટન્ટનો, કમ સે કમ ભારતમાં પૂરતો ઉપયોગ થતો નથી. મોટા એન્ડ્રોઇડ ફોનમાં હોમ બટન જરા લાંબો સમય પ્રેસ રાખતાં ગૂગલ આસિસ્ટન્ટ પ્રગટ થાય છે, આપણે વોઇસ કમાન્ડથી અથવા ટાઇપ કરીને તેની સાથે ‘વાતચીત’ કરી શકીએ છીએ.

આ ટેક્નોલોજી નજીકના સમયમાં સ્માર્ટફોનના ઉપયોગની આપણી આદતો બદલે તો નવાઈ નહીં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!