આ પણને સૌને હવે ટાઇમલેપ્સ વીડિયોનો પરિચય તો છે જ. આકાશમાં ઝડપભેર ઊંચે ચઢતો સૂર્ય, ઝપાટાભેર ચઢી આવતાં ચોમાસાંનાં વાદળો, ફટાફટ ખીલી જતું ફૂલ વગેરે વીડિયો આપણે જોઈએ છીએ તે ટાઇમલેપ્સની કરામત છે. લાંબો સમય લેતી પ્રક્રિયાના સળંગ ફોટોગ્રાફ્સ લઈને તે બધાની ફ્રેમસ્પીડ વધારીને લાંબી પ્રક્રિયાને ટૂંકા વીડિયોમાં ફેરવી નાખતા ટાઇમલેપ્ટ વીડિયો તૈયારર કરવા એ એક સમયે બહુ મુશ્કેલ અને ખાસ પ્રકારનાં સાધનો માગી લેતી પ્રક્રિયા હતી. હવે સ્માર્ટફોન કે કેમકોર્ડરથી પણ એ શક્ય છે.
આગળ શું વાંચશો?
- બોઈંગ ૭૮૭નું નિર્માણ
- એરબસ ૩૮૦નું નિર્માણ
- પ્લેનનું રંગકામ
આ જ ટેક્નોલોજીની મદદથી આપણે આખેઆખાં બોઇંગ વિમાન કેવી રીતે બને છે એ ગણતરીની મિનિટોના વીડિયોમાં જોઈ શકીએ છીએ. વાતમાં રસ પડ્યો અને આંગળીઓમાં સળવળાટ થયોને?! પહોંચો ઇન્ટરનેટ પર અને તપાસી લો નીચે આપેલા વીડિયોઝ:
બોઈંગ ૭૮૭નું નિર્માણ
બોઇંગ ૭૮૭ એ બોઇંગ કંપનીનું સૌથી હાઇ-ટેક એરપ્લેન ગણાય છે. એર-કેનેડા અને બોઇંગ કંપની ઉપરાંત, યુનાઇટ અને વર્જિન એટલાન્ટિક જેવી એરલાઇન્સે પણ બોઇંગની મહાકાય ફેક્ટરીમાં ૭૮૭નું માળખું તૈયાર થાય, જુદા જુદા ભાગ એસેમ્બલ થાય અને છેવટે આખું પ્લેન ડિલિવરી માટે તૈયાર થાય તેના વીડિયો તૈયાર કર્યા છે.(જુઓ:http://youtu.be/fop0ubhLq8Y)
એરબસ ૩૮૦નું નિર્માણ
બોઇંગ સૌથી હાઇ-ટેક પ્લેન મનાય છે તો એરબસ ૩૮૦ની ગણના જગતનાં સૌથી વિશાળ પ્લેન્સમાં થાય છે. એમિરેટ્સ એરલાઇન્સ આ પ્લેનની સૌથી મોટી ખરીદાર છે. આ કંપનીએ ખરીદેલું જગતનું પચાસમું એર ૩૮૦ પ્લેન કેવી રીતે બન્યું એ એક વીડિયોમાં દશર્વિવામાં આવ્યું છે, આમાં રેગ્યુલર અને ટાઇમલેપ્સ વીડિયો બંનેનો સમન્વય છે. (જુઓ:http://youtu.be/ApKBQn9T60s)
પ્લેનનું રંગકામ
આવાં મહાકાય પ્લેન્સનું રંગકામ કેવી રીતે થતું હશે એ સવાલ મનમાં જાગતો હોય તો તેનો જવાબ યુએસ એરવેઝના વીડિયોમાંથી મળે છે. આ કંપની અમેરિકન એરલાઇન્સમાં તબદિલ થઈ એટલે તેનાં એક સાથે ૩૦૦ પ્લેનને નવેસરથી રંગ કરવામાં આવ્યો!
(જુઓ: http://youtu.be/cg8-O1Fcsrl) (૧ પહેલાં ઝીરો નહીં પણ કેપિટલ ઓ છે)
ટાઇમલેપ્સ ટેક્નોલોજીની મદદથી આપણે આખેઆખાં બોઇંગ વિમાન કેવી રીતે બને છે એ ગણતરીની મિનિટોના વીડિયોમાં જોઈ શકીએ છીએ.
