(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

લેપટોપમાં હીટ+બેટરી મેનેજમેન્ટ

લેપટોપ તમારા જીવનનો એક અંતરંગ ભાગ હોય તો તેને હેમખેમ રાખવા અંગેની કેટલીક વાતો જાણી લેવા જેવી છે.

આગળ શું વાંચશો?

  • લેપટોપમાં પાવર સેવિંગ કરો આ રીતે…

હજી થોડા સમય પહેલાં એવી સ્થિતિ હતી કે લોકોને મીઠી મૂંઝવણ થતી હતી – ડેસ્કટોપ લેવું કે લેપટોપ? હવે મૂંઝવણનો પ્રકાર બદલાયો છે – લોકો મૂંઝાય છે કે લેપટોપ લેવું કે ટેબલેટ લેવું? વળી એનાથી જુદી મૂંઝવણ અનુભવનારા લોકો પણ છે – ટેબલેટ લેવું કે મોટા સ્ક્રીનવાળો સ્માર્ટફોન લઈ લેવો?

હકીકત એ છે કે આમાંની કોઈ વસ્તુ એકબીજાને બદલે ચાલે એવી નથી. આપણી જરુરિયાત શું છે એ પાયાનો સવાલ છે. એની પાક્કી સ્પષ્ટતા હોય તો તમે ચોક્કસ તમને સૌથી વધુ ઉપયોગી થાય એવું સાધન ખરીદી શકો. એક નજીકના મિત્રનું કામ લખવાનું છે, અલગ અલગ જગ્યાએ જઈને કામ કરવાની એની જરુરિયાત અને અનુકૂળતા છે, સાથે ગુજરાતી ભાષામાં કામ કરવાનો વૈભવ (કે મજબૂરી, જૈસી જિસ કી સોચ!) એ માણે છે. આમ જુઓ તો આ મિત્ર માટે લેપટોપ સૌથી વધુ અનૂકૂળ રહે પણ એણે એનાથી પણ વધુ સ્માર્ટ પગલું લઈને લેપટોપની નાની બેન જેવી નેટબુક ખરીદી – યોગ્ય કીબોર્ડ સાથે, વિન્ડોઝ બેઝ્ડ ગુજરાતી સોફ્ટવેર સાથે, ગમે ત્યાં ફટાફટ લઈ જઈ શકાય એવી સગવડ સાથે મિત્રની જરૂરિયાત પૂરેપૂરી સંતોષાઈ. વાતનો સાર એ છે કે તમારે ફક્ત ‘ઇન્ટરનેટ જોવાનું’ હોય તો ટેબલેટ ચાલે, પણ કમ્પ્યુટર પર કામ કરવાનું હોય તો ડેસ્કટોપ/લેપટોપ/નેટબુક જોઈએ.

એ સાથે એ પણ જાણી લો કે નિષ્ણાતો આગાહી કરે છે કે આવતાં એક-બે વર્ષમાં ટેબલેટનું વેચાણ ડેસ્કટોપ-લેપટોપ કરતાં વધી જવાનું છે. એનો અર્થ એવો નથી કે ડેસ્કટોપ-લેપટોપની ઉપયોગીતા રહી નથી. એનો અર્થ ફક્ત એટલો થયો કે મોબાઇલ રહીને નેટ એક્સેસ કરવાની લોકોની જરૂરિયાત વધી રહી છે!

આટલી પ્રસ્તાવના સાથે, અહીં જાણી લઈએ લેપટોપનો ઉપયોગ કરતા લોકોને કામ લાગે એવી કેટલીક વાતો…

  • લેપટોપની સૌથી મોટી દુશ્મની ગરમી સાથે છે. લેપટોપનાં હાર્ડવેરની ડિઝાઇન દિવસે દિવસે સુધરી રહી હોવા છતાં, નાની ને સાંકડી જગ્યામાં ઘણું બધું સમાવ્યું હોવાથી તેમાં ગરમી ઉત્પન્ન થવાની મોટી સમસ્યા રહે છે. શક્ય હોય ત્યાં સુધી કૂલિંગ પેડ પર રાખીને જ લેપટોપનો ઉપયોગ કરો.
  • સોફા કે ગાદલા જેવી પોચી જગ્યા પર લેપટોપ રાખીને કામ કરશો નહીં. નીચે નક્કર જગ્યાના અભાવે જો લેપટોપના એર વેન્ટિલેશનમાં અવરોધ ઊભો થાય તો તે સખત ગરમ થઈ શકે છે અને તેની અસર લેપટોપની હાર્ડ ડ્રાઇવ, મેમરી કે મધરબોર્ડ પર થઈ શકે છે. હાર્ડ ડ્રાઇવ ‘ડી’ જાય તો નવી લઈ શકાય, પણ એમાંના ડેટાનું શું?
  • લેપટોપમાં કાળજી માગતી બીજી વાત છે તેની બેટરી. લેપટોપની બેટરીના ઉપયોગ વિશે ઘણા ખરા લોકોને ગૂંચવણ હોય છે અને લેપટોપ વેચનારા સેલ્સમેન કે સર્વિસ કરનારા એન્જિનીયર્સ મોટા ભાગે સાચું સમાધાન આપતા નથી. ટૂંકી વાત એટલી છે કે બેટરી જેટલી વધુ વાર ડિસ્ચાર્જ અને ચાર્જ થાય એટલી ઝડપથી તેની આવરદા ઘટતી જાય છે. લેપટોપને સતત એક્સટર્નલ પાવર સપ્લાય પર ચલાવવું યોગ્ય નથી.
  • ઘણા લોકોને ઘર કે ઓફિસમાં ડેસ્કટોપ અને બહાર ફરવાનું હોય ત્યારે લેપટોપ એવી બેવડી સવલત હોય છે, પણ ઘણા લોકો તેમનું બધું જ કામકાજ લેપટોપ પર કરતા હોય છે. આવી સ્થિતિમાં લેપટોપ સતત એક્સટર્નલ પાવર સપ્લાય પર રહેવાની શક્યતા હોય છે. લેપટોપને શક્ય હોય ત્યાં સુધી પાવર સપ્લાય પર ચલાવવામાં આવે અને ત્યારે તેમાં બેટરી હોય જ નહીં એ બેટરીની આવરદા વધારવાનો સૌથી સહેલો રસ્તો છે.
  • નિષ્ણાતો તો કહે છે કે આદર્શ રીતે જ્યારે બહારનો પાવર સપ્લાય આપવો શક્ય હોય ત્યારે લેપટોપની બેટરી કાઢી લઈને લેપટોપને પાવર સપ્લાયથી ચલાવવું જોઈએ. આ માટે લેપટોપ બંધ હોય ત્યારે બેટરી કાઢી લેવાની અને જ્યારે લેપટોપ બહાર લઈ જવાનું થાય ત્યારે શટડાઉન કરી, બેટરી નાખી, ફરી પાવર ઓન કરીને થોડા કલાક માટે બેટરીને ચાર્જ થવા દેવી જોઈએ.
  • આ આદર્શ વાત થઈ, રોજબરોજ આવું કરવું શક્ય નથી, પણ જો એક સાથે છ-સાત દિવસ માટે લેપટોપને બહાર લઈ જવાનું ન હોય તો બેટરી કાઢીને પાવર પર ચલાવવામાં ફાયદો છે. એક નુકસાન ચોક્કસ ધ્યાનમાં રાખવું કે લેપટોપની બેટરી યુપીએસ (અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય)નું કામ આપે છે, જો વીજળી જાય તો બેટરી પર કામ ચાલી શકે છે, પણ બેટરીની ગેરહાજરીમાં એ ફાયદો નહીં રહે.
  • લેપટોપને પાવર ઓછો જોઈએ એ રીતે ચલાવવાની ઘણી રીત હોય છે, એમાંની એક રીત કંટ્રોલ પેનલમાં પાવર ઓપ્શનના વિકલ્પો શોધી, આપણી જરૂરિયાત અનુસારનો પાવર પ્લાન સિલેક્ટ કરવાની છે.
  • હવે બેટરીની બચત કરતાં વિરુદ્ધની એક વાત કરી લઈએ. લેપટોપનો એક મોટો ફાયદો તેને સ્લીપ મોડમાં લઈ જવાનો છે. ધારો કે તમે ઓફિસમાં છો, એક પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે અને હવે ક્લાયન્ટની ઓફિસે જઈને તેને એ પ્રેઝન્ટેશન બતાવવાનું છે. આવી સ્થિતિમાં લેપટોપને સાવ શટડાઉન કરવાને બદલે ફક્ત તેનો સ્ક્રીન (લીડ) બંધ કરીને લેપટોપને સ્લીપ કે હાયબરનેટ મોડમાં લઈ જાવ તો તેમાં થોડો પાવર સપ્લાય ખચર્વિાનું ચાલુ રહે છે, પણ ક્લાયન્ટની ઓફિસે જઈને, ક્લાયન્ટ કહે ત્યારે પલકવારમાં તમે પ્રેઝન્ટેશન શરૂ કરી શકો છો!

લેપટોપમાં પાવર સેવિંગ કરો આ રીતે…

લેપટોપમાં પાવર મેનેજ કરવાના કેટલાક પાયાના નિયમ જાણી લો અને તે અનુસાર લેપટોપમાં સેટિંગ કરી લો તો લેપટોપની બેટરી લાંબો સમય ચલાવી શકાય છે.

  • લેપટોપમાંની રેમ અને બેટરીની આવરદાને સીધો સંબંધ છે. રેમ ઓછી હશે તો લેપટોપને હાર્ડ ડ્રાઇવને ચલાવવા વધુ પાવર જોઈશે. બેસ્ટ પર્ફોર્મન્સ માટે ૨ જીબી કે તેથી વધુ રેમ હોય તો સારું.
  • બ્લુટૂથ કે ઇન્ટરનેટ માટેના વાયરલેસ લોકલ એરિયા નેટવર્કની સુવિધાની જરૂર ન હોય ત્યારે સ્વિચ ઓફ રાખો.
  • ક્ય હોય ત્યાં સુધી ઉજાસમાં લેપટોપનો ઉપયોગ કરો, તમારે સ્ક્રીન બ્રાઇટ રાખવા વધુ પાવરની જરૂર નહીં પડે.
  • હાર્ડ ડ્રાઇવને ડીફ્રેગમેન્ટ કરતા રહો. સિસ્ટમને જોઈતી ફાઇલ્સ સહેલાઈથી મળશે તો તે ઓછો પાવર વાપરશે (વધુ માહિતી માટે જુઓ આ અંકમાંનો અલગ લેખ).
  • લગભગ દર બે મહિને લેપટોપમાંથી બેટરી બહાર કાઢી, તેના મેટલ કોન્ટેક્ટ્સ આફ્ટર શેવ લોશન જેવા આલ્કોહોલિક લિક્વિડથી સાફ કરો. બેટરી પૂરેપૂરી કોરી થઈ જાય તે પછી જ તેને ફરી ફિટ કરો.
  • લેપટોપની કંટ્રોલ પેનલમાં જઈને પાવર ઓપ્શન્સ તપાસો. અહીં તમે મોનિટર અને હાર્ડ ડિસ્ક વપરાયા વગરનાં રહે તો કેટલી મિનિટમાં ટર્ન ઓફ કરવાં તે નક્કી કરી શકશો. સિસ્ટમ ક્યારે સ્ટેન્ડબાય કે હાયબરનેટ કરી દેવી તે પણ અહીંથી નક્કી કરી શકાશે.

આ બધાં નાનાં નાનાં પગલાં છે, પણ બધાં ભેગાં થઈને લેપટોપની બેટરીની લાઇફ વધારી દેશે એ નક્કી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!