(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્ટર્નલ મેમરી : બડે કામ કી ચીજ

તમે નવો સ્માર્ટફોન કે ટેબલેટ લેવાનો વિચાર કરતા હો તો કિંમત ઉપરાંત તેની ઇન્ટર્નલ મેમરી કેટલી છે એ મુદ્દા પર ખાસ ધ્યાન આપવું જરુરી છે. પૂછો કેમ? જવાબ મેળવવા માટે સમજીએ એન્ડ્રોઇડની વિવિધ પ્રકારની મેમરી!

આગળ શું વાંચશો?

  • ડાયનેમિક મેમરી
  • ઈન્ટર્નલ મેમરી
  • એક્સટર્નલ મેમરી (એસડી કાર્ડ)

તમે સ્માર્ટફોન ખરીદવા કે બદલવાનું વિચારો તો સૌથી વધુ ધ્યાન તેની કઈ બાબત પર આપશો? સૌથી પહેલાં તો સ્વાભાવિક છે કે આપણે બજેટ નક્કી કરવું પડે. ત્યાર પછી મોટા ભાગે કંપની, સ્ક્રીનસાઇઝ, ડિસ્પ્લે ક્લેરિટી, પ્રોસેસર, કેમેરાના મેગાપિકસેલ, બેટરી વગેરે બાબતો કેવી છે એ વાત પર રહેલું ધ્યાન આપીએ. પરંતુ મોટા ભાગે, સ્માર્ટફોનની મેમરી તરફ આપણે ખાસ ધ્યાન આપતા નથી.

હકીકતમાં, સ્માર્ટફોન હવે માત્ર ફોન રહ્યો નથી. ડેસ્કટોપ કે લેપટોપ પર જઈ શકે એવું ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કરવા માટે સ્માર્ટફોન વધુ ઉપયોગમાં લેવાય છે. તે ઉપરાંત કેમેરા, મ્યુઝિક પ્લેયર, વીડિયો પ્લેયર, પોર્ટેબલ ગેમિંગ ડિવાઇસ, જીીએસ નેવિગેટર, કેલેન્ડર વગેરે (અને પેલા ઘડિયાળ, એલાર્મ એ કેલ્ક્યુલેટરે તો કેમ ભૂલાય) કેટકેટલાં અલગ અલગ સાધનો પાસેથી લેવાતું બધું કામ હવે આપણે એક માત્ર સ્માર્ટફોન પાસેથી  લેતા થઈ ગયા છે. આ બધું જ કરવા માટે સ્માર્ટફોનમાં મેમરી કેટલી છે તે સૌથી અગત્યની બાબત છે.

આપણે સ્માર્ટફોન કે ટેબલેટ ખરીદીએ ત્યારે તેનું એક મોટું કારણ તેમાં એપ્સનો લાભ લેવાનું હોય છે. એન્ડ્રોઇડની જ વાત કરીએ તો ગૂગલ એપ્સ પર અત્યારે આઠ લાખ જેટલી એપ્સ હોવાનો અંદાજ છે. ઇન્ટરનેટની અસંખ્ય વેબસાઇટની જેમ, આમાંની ઘણી ખરી એપ્સ આપણા માટે કામની હશે, પણ જેટલી એપ્સનો આપણે લાભ લેવા માગીએ છીએ તે સ્માર્ટફોનમાં પૂરતી મેમરી હોય તો જ કામ લાગી શકે છે!

આપણું બજેટ મોટું હોય એટલે કે ઓછામાં ઓછું ૧૦ કે ૧૫ હજારથી વધુનું તો તો બહુ ચિંતાની વાત નથી અત્યારના હાઇ-એન્ડ સ્માર્ટફોનમાં મેમરી સારા એવા પ્રમાણમાં હોય છે, પણ બજેટ સ્માર્ટફોન, એટલે કે ૧૦ હજાર રુપિયા કરતાં ઓછી કિંમતના સ્માર્ટફોનમાં મેમરી બાબતે કાચું કપાય તો જે હેતુ માટે તમે સ્માર્ટફોન ખરીદ્યો હોય તે હેતુ જ માર્યો જાય એવું બની શકે છે.

આ વાત ટેબલેટને પણ લાગુ પડે છે. ટૂંકમાં, જો તમે સ્માર્ટફોન કે ટેબલેટ ખરીદવા માગતા હો તો તેની મેમરીનો મુદ્દો બરાબર સમજી લેવો જરુરી છે.

તમે સ્માર્ટફોન કે ટેબલેટ ખરીદવા માટે સીધા જ સ્ટોરમાં પહોંચશો એ જુદા જુદા ફોનનાં બોક્સમાં તેનાં સ્પેશિફિકેશન તપાસશો તો સમજાશે કે ઘણી બધી કંપનીઓ બોક્સ પર ફોનની ઇર્ન્ટલ મેમરીનો ઉલ્લેખ કરતી નથી. સેલ્સમેનને પૂછો તો એ ‘આ ફોનમાં ઇર્ન્ટલ મેમરી હોતી જ નથી. પણ મેમરી કાર્ડ તો છે જે!’ એવો ઉડાઉ જવાબ આપશે. હકીકતમાં, ઇર્ન્ટલ મેમરી વિનાનો ફોન ચાલી જ શકે નહીં. બોક્સ પર ‘એક્સાન્ડેબલ મેમરી ૩૨ જીબીની છે’ એવો ઉલ્લેખ ચોક્કસ હોય, એટલે આપણે લાગે કે ફોનમાં ૪-૮ જીબીનું મેમરી કાર્ડ નાખી દઈશું તો ભયો ભયો! વાસ્તવમાં માત્ર વધુ કેેપેસિટીનું મેમરી કાર્ડ નાખવાથી કામ ચાલતું નથી.

સ્માર્ટફોનમાં મુખ્યત્વે બે પ્રકારી મેમરી હોય છે, (૧) ઇર્ન્ટલ મેમરી, એટલે કે ફોનમાંની ઇ-બિલ્ટ મેમરી, (૨) એક્સર્ટલ મેમરી, એટલે કે મેમરી કાર્ડ.

આપણે મ્યુઝિક, વીડિયો, ફોટોગ્રાફ વગેરે સીધું મેમરી કાર્ડમાં સ્ટોર કરી શકીએ છીએ તેમ ગૂગલ પ્લે સ્ટોરમાથી ડાઉનલોડ કરાતી સંખ્યાબંધ એપ્સ સીધી મેમરી કાર્ડ પર ઇન્સ્ટોલ કરી શકાય છે. જે એ ફોનના સ્ટોરેજમાં ઇન્સ્ટોલ થાય તેે પાછળથી મેમરી કાર્ડ પર મૂવ પણ કરી શકાય છે. પરંતુ ઘણી બધી એપ્સ માત્ર ઇર્ન્ટનલ મેમરીમાં જ ચાલે છે. એ સિવાય, મેમરી કાર્ડમાં ઇન્સ્ટોલ થતી દરેક એપ્સનો અમુક ભાગ તો ફોનની ઇર્ન્ટલ મેમરીમાં જગ્યા રોકે જ છે. એપ્સ હવે દિવસે દિવસે હેવી બનતી જાય છે, પરિણામે જો ફોનની ઇર્ન્ટલ મેમરી ઓછી હોય તો થોડા જ દિવસમાં એવી સ્થિતિ આવે કે તમે ફોનમાં કશું જ નવું ઇન્સ્ટોલ કરી શકો નહીં!

આ મહત્ત્વો મુદ્દો સમજવા માટે આપણે એન્ડ્રોઇડ ફોનમાની દરેક પ્રકારી મેમરીને બરાબર સમજી લઈએ.


૧. ડાયનેમિક મેમરી

આ પ્રકારી મેમરીને આપણે સામાન્ય રીતે આરએએમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી તરીકે ઓળખીએ છીએ. ફોન જ્યારે ચાલુ હોય ત્યારે તેની ઓપરેટિંગ સિસ્ટમ એ બધી જ એક્ટિવ એપ્લિકેશન્સ આ મેમરીનો ઉપયોગ કરે છે. આવી એક સો ઘણી બધી એપ્સનો ઉપયોગ કરવો હોય તો ફોનમાં રેમ વધુ હોવી જરુ‚રી છે. એક વાર ફોન બંધ થાય એટલે આ રેમમાં રહેલી બધી મેમરી ‘ભૂંસાઈ’ જાય છે. લાઇવ વોલવેર જોવામાં સરસ લાગતું હોય, પણ તે સતત રેમનો ઉપયોગ કરે છે! હાલમાં ચાલુ એપ્સ એ સર્વિસ તપાસવા માટે તમે સેટિંગ્સમાં એપ્લિકેશન્સમાં જઈને રનિંગ સર્વિસીઝનો ઓપ્શન તપાસી શકો છો. ફોન ધીમો પડ્યા વગર વધુ એપ્લિકેશન્સ ચલાવી શકે તે માટે એમાં ઓછામાં ઓછી ૫૦ કે ૧૦૦ એમબીની ફ્રી રેમ હોવી જરુરી છે.

સાદો નિયમ એટલો કે ‘ફોનમાં રેમ જેટલી વધુ, તેટલી વધુ એપ્સ આપણે તેમાં એકસો, સહેલાઈથી ચલાવી શકીએ’. ધ્યાન આપજો, આમાં કેટલી એપ્સ સ્ટોર થઈ શકે એવી વાત નથી ફક્ત કેટલી એ ચલાવી શકાય એની વાત છે.

ડાયેમિક મેમરીને ‘વર્કિંગ મેમરી’ પણ કહે છે. હવે પછી આપણે જે બધી મેમરીની વાત કરીશું તે ‘પરસિસ્ટન્ટ મેમરી’ એટલે કે કાયમી મેમરી કહેવાય છે, ફોનનો પાવર ઓફ થવા છતાં તેમાં રહેલું કશું ‘ભૂંસાતું’ નથી.

૨. ઇર્ન્ટલ મેમરી

આ પ્રકારી મેમરીને ઇ-બિલ્ટ ફો મેમરી પણ ગણી શકાય. અત્યારનાં પ્રમાણમાં સારાં મોડેલ્સમાં ૫૧૨ એમબીથી માંડીને ૧, ૨ કે ૪ જીબી સુધીની ઇર્ન્ટલ મેમરી હોય છે. જો ફોનના બોક્સ પર ઇર્ન્ટલ મેમરીનો કોઈ ઉલ્લેખ હોય તો ચેતી જવું સારું.

હવે બીજી મહત્ત્વી વાત. ફોનની ઇર્ન્ટલ મેમરી ૧ જીબી કહેવામાં આવે તો પણ યુઝરે એટલે કે આપણે પૂરેપૂરી ૧ જીબીનો લાભ મળતો નથી. જેમ કમ્પ્યુટરમાં સી ડ્રાઇવમાં તેની ઓપરેટિંગ સિસ્ટમ અને બીજાં કેટલાંક પાયાનાં સોફ્ટવેર ઇન્સ્ટોલ થયેલાં હોય છે તેમ એન્ડ્રોઇડ ફોનમાં પણ ઇર્ન્ટલ મેમરીાના એક પાર્ટિશનમાં ફોનને ચલાવવા માટે જરુરી ઓપરેટિંગ સિસ્ટમ અને કેટલીક મૂળભૂત એપ્લિકેશન્સ સ્ટોર થયેલી હોય છે. કોઈ પ્રોગ્રામ કે યુઝર આ ભાગમાં કોઈ ફેરફાર કરી શકતા નથી (ફોનનું ‘રુટિંગ’ કરીને એટલે કે હેન્ડસેટ બનાવેલી કંપનીએ લોક કરેલી સિસ્ટમ તોડીને તમને ફોનની મૂળ ઓપરેટિંગ સિસ્ટમ સુધી પહોંચી શકો, પણ એમ કરવા જતાં ફોનની વોરન્ટી ગુમાવી દેશો).

ટૂંકમાં, ફોનની ઇર્ન્ટલ મેમરીમાંથી લગભગ અડધોઅડધ મેમરી ફોનને ચલાવવા માટે જરુરી સિસ્ટમ્સ રોકી લે છે. બાકીના ભાગમાં, આપણે જે કંઈ નવું ઇન્સ્ટોલ કરીએ એ બધું અને તેમાં નવો નવો ઉમેરાતો જતો ડેટા સ્ટોર થાય છે. જેમ કે મેઇલ, કેલેન્ડર, સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સા અપડેટ્સ, ગૂગલ કરન્ટ કે ફ્લિબોર્ડ કે ફીડલી જેવી આરએસએસ ફીડ, ગૂગલ ડ્રાઇવમાંની ફાઇલ્સ વગેરે બધું જ અહીં સ્ટોર થાય છે.

મતલબ કે ફોન લઈએ ત્યારે જ તેમાં ઇર્ન્ટલ મેમરી જેટલી વધુ તેટલો આપણે ફોનનો વધુ લાભ લઈ શકીએ.

નવો ફોન ખરીદતી વખતે, તેમાં ઇર્ન્ટલ સ્ટોરેજ કેટલી છે તે બોક્સ પર ઉલ્લેખ હોય કે સેલ્સમેન સરખો જવાબ આપે તો તમે એ હેન્ડસેટમાં બેટરી નંખાવી, તેના સેટિંગ્સમાં એપ્સ કે સ્ટોરેજ વિભાગ તપાસી જુઓ. ફોન નવોનકોર અને કોરોકટ હશે તો તેમાં કશું જ ડાઉનલોડ કરેલું નહીં હોય, તેની ફોનની ઓપરેટિંગ સિસ્ટમ માટે વપરાયા પછી કેટલી ઇર્ન્ટલ મેમરી બચી છે તે તરત જાણી શકાશે.

અહીંથી જ રનિંગ એપ્લિકેશન્સના વિભાગમાં જઈને નીચે તપાસશો તો ફોનની રેમ પણ જાણી શકશો.

ઇર્ન્ટલ મેમરીનો આ બીજો ભાગ પણ લોક્ડ તો હોય છે, પણ તેમાં આપણે નવી એપ્સ વગેરે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. તેમાં રહેલી દરેક અેપ પોતાની  ફાઇલ્સમાં પરિવર્તન કરી શકે છે, પણ બીજી એપ્સની ફાઇલ્સ એક્સેસ કરી શકતી નથી. યુઝરે પણ અહીં સ્ટોર થયેલી ફાઇલ્સની ડાયરેક્ટ રૂટ એક્સેસ મળતી નથી.

૩. એક્સર્ટલ મેમરી (એસડી કાર્ડ)

આ છે આપણું જૂનું ને જાણીતું ટચૂકડું મેમરી કાર્ડ. હવેના મોટા ભાગના ડિવાઇસમાં ૩૨ જીબી સુધીનું એક્સર્ટનલ મેમરી કાર્ડ નાખી શકાય છે. ફોટોગ્રાફ, વીડિયો, ગીતો વગેરે પર્સનલ ક્ન્ટેન્ટ આ કાર્ડમાં સેવ કરવાથી ફોનની મેમરી પણ ઓછી વપરાશે અને આ કાર્ડને તમે ધારો ત્યારે પીસી સાથે કનેક્ટ કરીને તેમાંના ડેટાની હેરફેર કરી શકશો.

આ પ્રકારની મેમરી ‘પબ્લિક’ સ્ટોરેજ કહેવાય છે, મતલબ કે યુઝર કે એપ તેમાં કંઈ પણ નવું ઉમેરી શકે છે, રીડ કરી શકે છે, મોડિફાય કે ડિલીટ કરી શકે છે.

સ્માર્ટફોનની મેમરીની આ પાયાની સમજ વધુ જરુરી એટલા છે કે જો તમે સ્માર્ટફોનનો ખરેખર સ્માર્ટ ઉપયોગ કરવા માગતા હો તો તેમાં પૂરતી મેમરી હોવી જરુરી છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!