(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઈમેઇલમાં ફક્ત એક મેઇલ કેવી રીતે પ્રિન્ટ કરશો?

તમે જીમેઇલનો ઉપયોગ કરતા હો અને તેમાં ‘કન્ઝર્વેશન વ્યૂ’ સેટ કર્યો હોય તો એક જ વિષય ધરાવતા મેઇલ્સ એક સાથે ગ્રુપ થાય છે અને વિષય પછી કૌંસમાં, એ વિષય હેઠળ જેટલા મેઇલ્સની આપલે થઈ હોય તો તેની સંખ્યા દેખાય છે.

મેઇલનો સંદર્ભ ધ્યાનમાં રાખવા માટે આ સગવડ બહુ કામની છે, પણ ક્યારેક તમે એક જ વિષય હેઠળ આઠ-દસ મેઇલ્સની આપલે કરી હોય અને તેમાંના ફક્ત એક, કોઈ એક ચોક્કસ ઈ-મેઇલની જ પ્રિન્ટ કાઢવી હોય તો?

સામાન્ય રીતે, ઈ-મેઇલ્સના આ થ્રેડ (એટલે કે બધા જ ઈ-મેઈલ એક સાથે જોવા મળે તે)ની ટોચે, ઈ-મેઇલના વિષયની જમણી તરફના છેડે, એ વિષમમાંના બધા ઈ-મેઇલ એક્સપાન્ડ કરવાના, બધા ઈ-મેઇલ પ્રિન્ટ કરવાના અને નવી વિન્ડોમાં એ થ્રેડ ઓપન કરવાના ત્રણ ઓપ્શન જોવા મળે છે. તેમાંનો વચલો ઓપ્શન બધા જ મેઇલ પ્રિન્ટ કરવાની સુવિધા આપે છે.

પણ, આગળ કહ્યું તેમ, ફક્ત એક ચોક્કસ મેઇલની પ્રિન્ટ કાઢવી હોય તો? તો એ ચોક્કસ મેઇલ ઓપન કરી, તેની જમણી તરફ આપેલા મોર ઓપ્શન્સના ડ્રોપ-ડાઉન એરો પર ક્લિક કરો. અહીં જે પ્રિન્ટનો ઓપ્શન આપ્યો છે, તેને ક્લિક કરવાથી ફક્ત એ એક જ મેઇલ પ્રિન્ટ કરી શકાશે.

આ મેનુમાં આપેલા બીજા વિકલ્પો પર પણ નજર ફેરવી લેજો, કેમ કે એ બધા બહાર ક્યાંય સહેલાઈથી નજરે ચઢશે નહીં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!