સવાલ લખી મોકલનારઃ ગોવિંદભાઈ પનારા, મોડાસા
ચોક્કસ થઈ શકે. ક્રોમ ઓપન કરી, ઉપર જમણે છેડે આપેલ ત્રણ લાઇન પર ક્લિક કરી ‘સેટિંગ્સ’ લિંક પર ક્લિક કરી, સેટિંગ્સ પેજ ઓપન કરો.


અહીં, ‘ઓન સ્ટાર્ટઅપ’ શીર્ષક હેઠળ ક્રોમ ઓપન કરતાં શું થવું જોઈએ તેના જુદા જુદા વિકલ્પો મળશે. પહેલો વિકલ્પ નવી ટેબ ઓપન કરવાનો છે. બીજો વિકલ્પ અગાઉ આપણે જેટલી ટેબ ઓપન રાખીને ક્રોમ બંધ કર્યું હોય એ બધી જ, નવેસરથી ક્રોમ ઓપન કરતાં ફરી ઓપન થાય એવું સેટિંગ કરવા માટેનો છે.
તમારા પ્રશ્ર્નના સંદર્ભમાં ત્રીજો વિકલ્પ કામનો છે. તેને ટિક કરી, સેટ પેજીસ પર ક્લિક કરો. અહીં કોઈ પણ વેબપેજ કે વેબસાઇટનું એડ્રેસ લખીને એન્ટર પ્રેસ કરતાં હજી વધુ કોઈ વેબપેજ કે વેબસાઇટનું એડ્રેસ ઉમેરવું હોય તો ઉમેરી શકાશે. અથવા, જે સાઇટ્સ દર વખતે આપોઆપ ઓપન થાય તેવું ઇચ્છતા હો તે બધી એક પછી એક ટેબમાં ઓપન કરી લીધા પછી, સ્ટાર્ટઅપ પેજીના આ વિકલ્પમાં જાઓ અને ત્યાં ‘યુઝ કરન્ટ પેજીસ’ બટન પર ક્લિક કરી દો. આટલું કરવાથી આપણે સેવ કરેલ બધાં પેજ દર વખત ક્રોમ ઓપન કરતાં આપોઆપ ખૂલી જશે.

