(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઉકેલો પૃથ્વીનાં અનેક રહસ્યો

આખું મેગેઝિન વંચાઈ ગયું? તો બધાં પાનાં ફરી ઉથલાવો, કરો રિવાઇન્ડ! આપણી પરંપરા પ્રમાણે, લગભગ દરેક પેજમાં છેક નીચે જુદાં જુદાં વાક્યો આપેલાં છે.

તમે એ બધાં પર છૂટીછવાઈ નજર ફેરવી હશે તો કંઈ સમજ પડી નહીં હોય, ઉલટાની ગૂંચવણ થઈ હશે – શું છે આ બધું?!

વાસ્તવમાં, આ અંકમાં કવરસ્ટોરીમાં જેની વિગતવાર માહિતી આપવામાં આવી છે એ સાઇટની મદદથી તમે પૃથ્વીનાં સૌથી સુંદર સ્થળોની ઘેરબેઠાં મુલાકાત લીધી હશે, અથવા હવે લેશો તો ચોક્કસ તમારી આંખોમાં અનેક વાતનાં વિસ્મય અંજાશે.

આખા સૂર્યમંડળની રચના કઈ રીતે થઈ હશે? પૃથ્વીની રચના કઈ રીતે થઈ હશે? પૃથ્વી પરનાં જુદાં જુદાં સ્થળો અલગ અલગ ઊંચાઈએથી કેવાં દેખાતાં હશે? નદીઓ પરના પ્રચંડ ધોધ કઈ રીતે રચાતા હશે? પૃથ્વી ધરી પર કેવી રીતે ફરે છે? ખડકો કેવી રીતે બન્યા હશે? હિમાલયની આખી પર્વતમાળા કેવી રીતે ઉપસી આવી હશે?

પૃથ્વી, તેનું વાતાવરણ, તેનાં પરિબળો અને એ દરેકને લગતી અનેક બાબતોની તદ્દન સરળ સમજણ, બિલકુલ નાની એનિમેટેડ ફિલ્મની મદદથી મેળવવી કોને ન ગમે?

http://www.classzone.com/books/earth_science/terc/navigation/home.cfm નામની એક સાઇટ પર આવી સગવડ આપણને મળી રહે છે.

અમેરિકામાં હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ‘અર્થ સાયન્સ’ નામે એક ટેક્સ્ટબુક તૈયાર કરવામાં આવે ત્યારે તેની સાથોસાથ પુસ્તકનાં વિવિધ પાસાંને અનુરૂપ વિઝ્યુઅલાઇઝેશન પણ તૈયાર કરવામા આવ્યાં હતાં. તે તમામ આ વેબસાઇટ પર જોઈ શકાય છે. થોડો સમય લઈને સાઇટ જોશો તો ઓછા સમયમાં પૃથ્વીનાં ઘણાં બધાં રહસ્યોનો તાગ મેળવી શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!