‘‘અમે માનીએ છીએ કે આ પૃથ્વી પરની દરેક વ્યક્તિ એક કલાકાર છે અને પોતાનું કલાત્મક પાસું તપાસવાનો અને વિશ્વ સાથે શેર કરવાનો સૌથી સારો રસ્તો ફોટોગ્રાફી છે’’.
જો તમે આ વાત સાથે સહમત થતા હો તો તમને ગમે તેવી એક વેબસાઇટ છે https://photzy.com.
સમગ્ર વિશ્વમાં પથરાયેલા અને ફોટોગ્રાફીમાં ઊંડો રસ ધરાવતા કેટલાક લોકોની એક નાની ટીમ સહિયારી રીતે આ વેબસાઇટ ચલાવે છે. સાઇટનો દેખીતો ઉદ્દેશ ફોટોગ્રાફી સંબંધિત વિવિધ મટીરિયલનું વેચાણ કરતું એક માર્કેટપ્લેસ તૈયાર કરવાનો છે. તમને ફોટોગ્રાફીમાં ખરેખર ઊંડો રસ હોય તો અહીંથી તમે વિવિધ સ્વરૂપે ફોટોગ્રાફી ટ્યુટોરિયલ્સ ખરીદી શકો છો.
પણ આ સાઇટનો જમાપાસું એ છે કે તેમાં આપણે એક રૂપિયો ખર્ચ્યા વિના પણ ફોટોગ્રાફી સંબંધિત ઘણી માહિતી આપતી સંખ્યાબંધ ઇ-બુક્સ મફતમાં ડાઉનલોડ કરી શકીએ છીએ.
જેમ કે અહીંથી તમે પોતાના સ્માર્ટફોનની મદદથી સારી લેન્ડસ્કેપ ફોટોગ્રાફી કરવાની સમજ આપતી ક્વિક ગાઇડ મફતમાં ડાઉનલોડ કરી શકો છો. આ ગાઇડનું જમાપાસું એ છે કે તેના લેખક-ફોટોગ્રાફરે ડીએસએલઆર કેમેરા અને સ્માર્ટફોન કેમેરાથી થતી ફોટોગ્રાફીની સરખામણી કરી છે અને પછી પોતાના આઇફોનથી લીધેલા એક લેન્ડસ્કેપ ફોટોગ્રાફમાં રહી ગયેલી ખામીઓ અને તેને તેમણે કેવી રીતે સુધારી તેની મુદ્દાસર સમજ આપી છે.
તમે આ ક્વિક ગાઇડ આ પેજ પરથી ડાઉનલોડ કરી શકો છેઃ https://photzy.com/landscape-photography-with-your-smartphone/ અને પછી તમે ઇચ્છો તો વિગતવાર મોટી ગાઇડ ખરીદી શકો છો.

