(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વેકેશનમાં એચટીએમએલ કોડિંગ શીખવું હોય તો શું કરવું?

પ્રશ્ન લખી મોકલનારઃ અભિષેક જોશી, અમરેલી


સામાન્ય રીતે કંઈ પણ નવું શીખવા માટે સારા શિક્ષકની મદદ જરૂરી છે, પણ ઇન્ટરનેટને કારણે કોઈ પણ વિષયની પ્રાથમિક માહિતી મેળવવી હવે ઘણી સરળ બની ગઈ છે. તમારા શહેરમાં એચટીએમએલ કોડિંગ શીખવતા કોઈ સારા કોચિંગ ક્લાસમાં જોડાઈને તમે એ શીખી શકો છો, પણ તેની પહેલાં અથવા તો સાથોસાથ એચટીએમએલની સારી એવી જાણકારી મેળવી લેવી હોય તો ઇન્ટરનેટ પર ઘણી વેબસાઇટ્સ મદદરૂપ થઈ શકે છે.

જોકે આ બધી સાઇટ્સ લખે છે તેમ એ માટે તમારામાં નીચે મુજબની કેટલીક પ્રાથમિક જાણકારી હોવી જરૂરી છે :

  • વિન્ડોઝ કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા કમ્પ્યુટરમાં કામ કરવાની સામાન્ય આવડત.
  • નોટપેડ જેવા ટેક્સ્ટ એડિટરમાં કામ કરવાનો થોડોઘણો અનુભવ.
  • કમ્પ્યુટરમાં ડિરેક્ટરી અને ફાઇલ્સ ક્રિએટ કરતાં તથા તેમાં ટાઇપ કરીને ફાઇલ સેવ કરતાં આવડવું જોઈએ.
  • જેપીઈજી, પીએનજી જેવાં ફોર્મેટમાંની ઇમેજીસ વિશે સામાન્ય જાણકારી.

આમ કમ્પ્યુટરમાં કામ કરવાનો આછોપાતળો અનુભવ પણ હોય તો તમે ઇન્ટરનેટ પર સહેલાઈથી એચએટીએમએલ શીખી શકો છો. મોટો ફાયદો એ પણ છે કે મોટા ભાગના ટ્યુટોરિયલમાં થિયરીની સાથોસાથ પ્રેક્ટિકલ ટ્રાયલ કરી જોવાની સવલત પણ મળશે.

જો તમને સરળ અંગ્રેજીમાં અપાયેલી સૂચનાઓ સમજવામાં મુશ્કેલી પડતી ન હોય તો તમને http://www.w3schools.com/html/ અને http://www.tutorialspoint.com/html/ જેવી સાઇટ્સ ઘણી ઉપયોગી થશે. આ બંને સાઇટ પર એચટીએમએલ ઉપરાંત વેબ ટેક્નોલોજી સંબંધિત અન્ય વિષયોના પાર વગરના ટ્યુટોરિયલ્સ મળશે. જો અંગ્રેજીમાં ફાવટ ઓછી હોય તો હિન્દીમાં માર્ગદર્શન માટે http://sikhen.blogspot.in/2015/02/Learn-Html-in-hindi.html જેવા બ્લોગ કદાચ ઉપયોગી થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!