ગયા અંકમાં આપણે કેટલાંક એન્ડ્રોઇડ ટેબલેટની સરખામણી કરી હતી ત્યારે વાત કરી હતી તેમ, માર્કેટમાં સતત નવાં નવાં મોડેલ ઉમેરાઈ રહ્યાં છે અને કિંમતો નીચી જઈ રહી છે.
જો તમને પણ મોબાઇલ રહીને નેટ સાથે કનેક્ટ રહેવા માટે ટેબલેટ ઉપયોગી લાગતું હોય તો હમણાં હમણાં આવેલાં કેટલાંક મોડેલ અને તેનાં જમા-ઉધાર પાસાં પર નજર ફેરવી લઈએ.
ટેબલેટ ખરીદતી વખતે કઈ બાબતને કેટલું મહત્ત્વ આપવું એ તો હવે તમે જાણો જ છો!

