કોલંબસે અમેરિકા ખંડ (ભલે ભૂલથી) શોધ્યો ત્યાર તેણે સાત સમંદરની સફર ખેડવી પડી હતી. હવે તમે માઉસને જરા અમથો ઈશારો કરીને આખી પૃથ્વીના ખૂણેખૂણા તપાસી શકો છો, ગૂગલ અર્થની મદદથી.
ઉપરની તસવીર અમેરિકાના એક એર ફોર્સ બેઝની છે, જે હવે જૂનાં યુદ્ધવિમાનોનો ભંગારવાડો છે, અહીં ચાર હજાર જેટલાં વિમાનોને ભાંગી તોડીને તેમના ઉપયોગી પાર્ટસ અલગ તારવવાનું કામ ચાલે છે (માહિતી આધારઃ http://www.time.com)
