(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કઈ રીતે કામ કરે છે ફેસબુકની ન્યૂઝ ફીડ

આપણે જ્યારે પણ ફેસબુકમાં લોગઇન થઇએ ત્યારે સૌથી પહેલાં આપણને ન્યૂઝ ફીડ નજરે ચડે છે. આ ન્યૂઝ ફીડ એટલે આપણા મિત્રોએ પોસ્ટ કરેલું જુદા જુદા અનેક પ્રકારનું કન્ટેન્ટ.

સવાલ એ થાય કે, ફેસબુક પરના આપણા અસંખ્ય મિત્રોમાંથી લગભગ સૌ કોઈ જે કંઈ ફેસબુક પર અપડેટ કરતા હોય તેમાંથી કયા મિત્રનું કયું કન્ટેન્ટ આપણને બતાવવું એ ફેસબુકની સિસ્ટમ કેવી રીતે નક્કી કરતી હશે?

આ સવાલનો ટૂંકો જવાબ આપવો મુશ્કેલ છે કારણ કે ફેસબુક અનેક પ્રકારની ગણતરીઓ કરીને ન્યૂઝ ફીડમાં આપણને ક્યારે કઈ બાબત બતાવવી તે નક્કી કરે છે.

આપણા કરતાં પણ ફેસબુક માટે આ વધુ અગત્યનો સવાલ છે કારણ કે તેની કમાણીનો બધો આધાર આ સવાલના જવાબ પર છે!

દેખીતી રીતે ફેસબુક એવું ઇચ્છે કે તેના યૂઝર્સની સંખ્યા સતત વધુ ને વધુ વિસ્તરતી જાય. તેની સાથોસાથ તેની સાથે જોડાઈ ગયેલા યૂઝર્સ તેમનો વધુમાં વધુ સમય ફેસબુક પર ગાળે તો જ ફેસબુકને વધુ ને વધુ ફાયદો થાય.

આ લક્ષ્ય પાર પાડવા માટે ફેસબુક માટે એ જરૂરી છે કે તે પોતાના યૂઝર્સને એટલે કે આપણને એવું જ કન્ટેન્ટ ન્યૂઝ ફીડમાં બતાવે જે જોવા માટે, લાઇક કરવા માટે કે શેર કરવા માટે આપણને વારંવાર ફેસબુક પર જવાનું મન થાય!

આ કારણે ફેસબુક ન્યૂઝ ફીડ માટે ક્ધટેન્ટ પસંદ કરવાના અલ્ગોરિધમ્સ એટલે કે માપદંડો અને ગણતરીઓમાં સતત ફેરફાર કરીને તેને વધુ ને વધુ સચોટ અને અસરકારક બનાવવાનો પ્રયાસ કરે છે.

આપણે જ્યારે લોગઇન થઈએ ત્યારે આપણા મિત્રોની સંખ્યા મુજબ, ફેસબુક પાસે એવી હજારો પોસ્ટ રેડી હોય છે જે તે આપણને બતાવી શકે.

આપણા ફ્રેન્ડઝની સંખ્યા જેમ વધુ અને તેઓ ફેસબુક પર જેમ વધુ સક્રિય તેમ આપણી ન્યૂઝ ફીડમાં સ્થાન મેળવવા માટે તે સૌની પોસ્ટ વચ્ચે હરીફાઈ પણ વધુ.

ફેસબુક સામે સૌથી મોટો પડકાર એ હોય છે કે તેણે એમાંથી આપણને સૌથી વધુ ગમે કે ઉપયોગી લાગે એવું કન્ટેન્ટ આપણી સમક્ષ મૂકવાનું છે. આપણી પોતાની ફેસબુક પરની સક્રિયતા અને બીજી અનેક બાબતોને ધ્યાનમાં લઇને ફેસબુક કયુ કન્ટેન્ટ ક્યા ક્રમમાં આપણને બતાવવું તે નક્કી કરે છે. આ ઉપરાંત, ફેસબુકની ન્યૂઝ ફીડ વિશે ઘણી રસપ્રદ વાતો જાણવા જેવી છે!


(‘સાયબરસફર’ના સપ્ટેમ્બર ૨૦૧૭, અંકમાંથી ટૂંકાવીને)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!