પીસી કે લેપટોપમાં તમે વિન્ડોઝ એક્સપ્લોરરમાં કોઈ ફોલ્ડરમાંની તમારી ફાઈલ્સ જુદી જુદી રીતે સોર્ટ અને ગ્રૂપ કરી શકો છો. આ તમે કદાચ તમે જાણતા તો હશો પણ તેનો પૂરો ઉપયોગ નહીં કરતા હો.
ધારો કે તમે તમારા કોઈ ક્લાયન્ટ માટેનાં તમામ કામ અલગ અલગ ફાઇલ્સમાં કરતા હો અથવા અન્ય કોઈ જરૂરિયાત માટે કોઈ ફોલ્ડર બનાવીને તેમાં જુદી જુદી ફાઈલ્સ સ્ટોર કરતા હો ત્યારે તેને અલગ અલગ રીતે સોર્ટ કે ગ્રૂપ કરવાથી આપણે જોઈતી ફાઇલ શોધવી બહુ સહેલી બની જતી હોય છે.
આપણી જરૂરિયાત અલગ અલગ હોઈ શકે અને એ મુજબ આપણે ફાઇલ્સને સોર્ટ અને ગ્રૂપ કરી શકીએ. જેમ કે આપણે ક્રિએટ કરેલી ફાઇલ્સ દિવસ મુજબ જોવી હોય તો જે તે ફોલ્ટરમાં પહોંચ્યા પછી જમણી તરફની ખાલી જગ્યામાં માઉસથી રાઇટ ક્લિક કરતાં એક મેનૂ ખુલે છે.
તેમાં ફાઇલ્સ લિસ્ટ સંબંધિતજુદા જુદા વિકલ્પો જોવા મળે છે. તેમાં ‘ગ્રૂપ બાય’ પર ક્લિક કરતાં આપણી ફાઇલ્સને તેના નામ, મોડિફાય કરેલ તારીખ, ફાઇલનો પ્રકાર (વર્ડ, એક્સેલ, પીડીએફ વગેરે) કે સાઇઝ જેવી જુદી જુદી રીતે ગ્રૂપ કરી શકાય છે.
