માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટમાં કામ કરતી વખતે બની શકે કે તમારે તેમાં ખાસ્સા મોટાં ટેબલ કે ચાર્ટ સામેલ કરવાના થાય.
સામાન્ય રીતે આપણે વર્ડના ડોક્યુમેન્ટમાં એ-૪ સાઇઝ અને પોટર્રેઇટ ઓરિએન્ટેશન (સાદા શબ્દોમાં ઊભું પેજ!) વિકલ્પ પસંદ કરતા હોઇએ છીએ. પરંતુ જરૂરિયાત મુજબ આપણે એક જ ડોક્યુમેન્ટમાં પોટ્રેઇટ અને હોરિઝોન્ટોલ (આડું પેજ) એમ બંને પ્રકારનાં ઓરિએન્ટેશન પસંદ કરી શકીએ છીએ. આમ કરવા આપણે નિશ્ચિત ટેક્સ્ટ પસંદ કરીને તે પેજનું ઓરિએન્ટેશન બદલી શકીએ. તેનાં પગલાં આ મુજબ છે :
- તમારે જે ટેક્સ્ટ કે ટેબલ માટે પેજનું ઓરિએન્ટેશન બદલવું હોય તેને સિલેક્ટ કરો.
- આપણે માત્ર અમુક પાનાં આડાં કરવાનાં હોવાથી પેજ લેઆઉટમાં સીધું ઓરિએન્ટેશન બદલવાને બદલે, પેજ સેટઅપ ડાયલોગ બોક્સ ઓપન કરવું પડશે અને તેમાં જરૂરી વિકલ્પો પસંદ કરવા જોઈશે.
- એ માટે, મથાળાના રિબનમાં પેજ લેઆઉટ પર ક્લિક કરો. તેમાં પેજ લેઆઉટ સેકશનમાં, પેજ સેટઅપ ડાયલોગ બોક્સ ઓપન કરો.
- તેમાં નીચેની તરફ ‘એપ્લાય ટુ’માં ‘સિલેક્ટેડ ટેક્સ્ટ’ પસંદ કરીને પછી ઉપરની તરફ ઓરિએન્ટેશન પોટ્રેઇટમાંથી લેન્ડસ્કેપ કરવાથી માત્ર આપણે સિલેક્ટ કરેલા ભાગવાળું પેજ ભાગ લેન્ડસ્કેપ થઈ જશે.
ટેક્સ્ટ સિલેક્ટ કર્યા વિના ઉપરની વિધિ કરશો, તો કર્સર જ્યાં હશે ત્યાંની નીચેનાં બધાં પેજનું ઓરિએન્ટેશન બદલી શકાશે.

