તમને કદાચ યાદ હશે કે ગયા વર્ષે (૨૦૧૮માં) ફેસબુકની સલામતી વ્યવસ્થામાં એક ગંભીર ખામી બહાર આવ્યા પછી ફેસબુકે લોકો પોતાની પ્રોફાઇલ ‘વ્યૂ એઝ પબ્લિક’ સ્વરૂપે જોઈ શકે એવી વ્યવસ્થા બંધ કરી દીધી હતી.
આ ફીચરની મદદથી આપણે એ જોઈ શકતા હતા કે ફેસબુકના અન્ય યૂઝર્સ અને આપણા ફ્રેન્ડ ન હોય તેવા લોકોને આપણી પ્રોફાઇલ કેવી દેખાય છે.
હવે ફેસબુકે આ ફીચર ફરી શરૂ કર્યું છે અને તેની સાથોસાથ લોકો અન્ય લોકો જોઈ શકે તેવી પોતાની વિગતો પ્રોફાઇલ પેજ પરથી સહેલાઈથી બદલી શકે એવી વ્યવસ્થા પણ ઉમેરી છે.
