(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હુવેઈ કંપની પર ગૂગલનો પ્રતિબંધ

જો તમારી પાસે ચાઈનીઝ મોબાઈલ કંપની હુવેઈનો સ્માર્ટફોન હશે તો ગૂગલ અને હુવેઈ વચ્ચેના ગજાગ્રહના સમાચારથી તમે ચિંતામાં મુકાયા હશો.

હુવેઈ કંપની યુએસની રાષ્ટ્રીય સલામતી વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરી રહી હોવાનું જણાતાં યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સે આ કંપનીને પ્રતિબંધિત કંપનીઓની યાદીમાં ઉમેરી દીધી છે. યુએસની કોઈ કંપની યુએસ સરકારની મંજૂરી વિના આ યાદીમાંની કોઈ પણ કંપની સાથે પોતાની ટેકનોલોજી ટ્રાન્સફર કરી શકતી નથી.

આથી ગૂગલે હુવેઈ કંપનીને મળતા એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના લાભ અટકાવી દીધા છે. અલબત્ત ગૂગલે સ્પષ્ટતા કરી છે કે આ કારણે હાલમાં હુવેઈ સ્માર્ટફોન ધરાવતા લોકો માટે કંઈ પણ બદલાશે નહીં.

એ ખાસ નોંધવા જેવું છે કે સમગ્ર વિશ્વના એન્ડ્રોઇડ સ્માર્ટફોન માર્કેટમાં સેમસંગ પછી હુવેઈ બીજા ક્રમની સૌથી મોટી કંપની છે.

ગૂગલના પ્રતિબંધને કારણે હુવેઈના ભવિષ્યના સ્માર્ટફોન પર મોટો પ્રશ્નાર્થ મૂકાઈ ગયો છે. એન્ડ્રોઇડ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ હોવાથી હુવેઈ તેનો કદાચ ઉપયોગ કરી શકશે પરંતુ તેમાંની ગૂગલ પ્લે સ્ટોર અને અન્ય વિવિધ એપ્સ ગૂગલની પોતાની માલિકીની છે આથી તેનો ઉપયોગ હુવેઈના ભવિષ્યના સ્માર્ટફોનમાં થઈ શકશે નહીં. હવે હુવેઈ કંપનીએ એન્ડ્રોઇડના અન્ય વિકલ્પો શોધવાનું શરૂ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!