આખો અંક પૂરો? હા કહેશો તો એ અર્ધસત્ય હશે! અંકનાં બધાં પેજ વંચાઈ જાય એવું બને, પણ તોય એમાં અજમાવી જોવાનું તો ઘણું બધું બાકી રહે. એ ઉપરાંત, આપણી કાયમી પરંપરા મુજબ, આ અંકમાં પણ મોટા ભાગનાં પેજ પર નીચે એક લિંક આપી છે. આ વખતે વેકેશનને ધ્યાનમાં રાખીને, કોઈ એક ચોક્કસ વિષય પરની લિંક્સ આપવાને બદલે, વેકેશનમાં સમયનો સદઉપયોગ કરી શકાય એવી અલગ અલગ સાઇટ્સનાં એડ્રેસ આપ્યાં છે.
તમે જુદી જુદી લિંક પર ક્લિક કરતા જશો તેમ તેમ ખ્યાલ આવશે કે આ બધી લિંક, જનરલ નોલેજ, ક્રિયેટિવિટી, ફન, જ્યોગ્રોફી, ફોટોગ્રાફી, રેફરન્સ, એન્જિનીયરિંગ, હેલ્થ એન્ડ ફિટનેસ, યોગ, મેડિકલ સાયન્સ, ફાઇનાન્સ, ઇન્ટરનેટ ટૂલ્સ વગેરે અનેક પ્રકારના વિષયોને આવરી લે છે.
દરેક સાઇટમાં તમને કંઈક નવું મળશે. આમાંની કેટલીક સાઇટ્સ વાસ્તવમાં આખા એક લેખનો વિષય છે, એ પણ આપણે કરીશું, પણ અત્યારે તો તમારા ફ્રી ટાઇમમાં આ ખજાનો તપાસી જુઓ!
