(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પૃથ્વી પરનું આપણું જીવન,એક વેબપેજ પર

આપણા જન્મ પછી આપણે કેટલા બદલાયા અને વિશ્વનાં કેવાં કેવાં પરિવર્તનોમાં આપણે નિમિત્ત બન્યા,એ બતાવે છે આ ઇન્ટરએક્ટિવ ઇન્ફોગ્રાફિક

આગળ શું વાંચશો?

  • તપાસીએ આ ઈન્ફોગ્રાફિક

આપણો પૃથ્વી ગ્રહ ૪.૫ અબજ વર્ષથી અસ્તિત્વ ધરાવે છે અને તેના પર આપણું જીવન?નસીબમાં હોય તો જ બદલાતી સદી જોઈ શકીએ એટલાં થોડાં-ઘણાં વર્ષો! પૃથ્વી પર આપણી હયાતી પહેલાં અનેક વર્ષોથી સતત પરિવર્તનો થતાં રહ્યાં છે અને આપણી હયાતી પછી પણ થતાં રહેવાનાં છે,પરંતુ આપણે પૃથ્વી પર આવ્યા ત્યાર પછી પૃથ્વી પર અલગ અલગ બાબતોમાં કેવાં પરિવર્તનો આવ્યાં એ જાણવું હોય તો?

બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપની – બીબીસી જુદા જુદા વિષયોની અલગ અલગ વેબસાઇટ્સ પર અનેક પ્રકારની માહિતી આપતી રહે છે,એમાંની એક વેબસાઇટ છે બીબીસી અર્થ. આ સાઇટ પર,એક રસપ્રદ ઇન્ટરએક્ટિવ ઇન્ફોગ્રાફિક તૈયાર કરવામાં આવ્યું છે,જેનું શીર્ષક છેયોર લાઇફ ઓન અર્થ’.આ વેબપેજ પર જઈને,આપણે પોતાની જન્મતારીખ,જાતિ અને ઊંચાઈની વિગતો આપીને આપણા જન્મસમયથી આજ સુધીમાં શું શું થયું એની રોમાંચક ઝાંખી મેળવી શકાય છે. આપણી આ વિગતો આમ તો જગજાહેર હોય જ છે,પરંતુ તમે તેની નજીકની વિગતો આપીને પણ કામ ચલાવી શકો છો.

આમાં મહત્ત્વ ચોક્સાઈનું નથી,આજની ટેક્નોલોજીથી વિવિધ માહિતી કેવી રસપ્રદ રીતે રજૂ કરી શકાય છે એ જોવાનું છે!

બીબીસીએ યુનાઇડેટ નેશન્સના ડેટા,ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન એન્ડ સોશિયલ સિક્યુરિટી રિસર્ચ,પોપ્યુલેશન રેફરન્સ બ્યુરો સહિતના સંખ્યાબંધ સ્રોતમાંથી આ માહિતી તારવી છે.

આપણે ૧ જાન્યુઆરી,૧૯૮૫ની કાલ્પનિક જન્મતારીખ આપીને,પાછલાં ૩૦ વર્ષમાં પૃથ્વી પર શું બદલાયું તે આ ઇન્ટરએક્ટિવ ઇન્ફોગ્રાફિક તપાસીએ.

ઇન્ફોગ્રાફિક મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે :

  1. આ વર્ષોમાં આપણે પોતે કેવી રીતે બદલાયા?
  2. આ વર્ષોમાં વિશ્વ કેવી રીતે બદલાયું?
  3. આપણે વિશ્વને કેવી રીતે બદલ્યું છે?

અને અંતે,દેખીતી રીતે બીબીસીએ પોતાની પ્રવૃત્તિઓના પ્રચાર-પ્રસાર માટે,આ વર્ષોમાં બીબીસીએ પૃથ્વી પરની અલગ અલગ બાબતોને કેવી રીતે કેપ્ચર કરી એ પણ દશર્વિવામાં આવ્યું છે.

આપણે પ્રથમ ત્રણેય ભાગ પર એક ઊડતી નજર ફેરવી લઈએ,પછી તમે તમારી રીતે તેમાં આગળ વધજો!

તપાસીએ આ ઇન્ફોગ્રાફિક

શરૂ‚આતમાં,આટલાં વર્ષોમાં આપણું હૃદય કેટલી વાર ધબક્યું અને  જો આપણે બ્લુ વ્હેલ કે હમિંગબર્ડ હોત તો આપણું હૃદય કેટલી વાર ધબક્યું હોત તે જોઈ શકાય છે! પૃથ્વી પર આપણે ૩૦ વર્ષ પૂરાં કર્યાં છે,પણ અન્ય ગ્રહો પર જીવન સંભવિત હોત અને આપણે ત્યાં જન્મ્યા હોત તો જુદા જુદા ગ્રહ અનુસાર આપણી ઉંમર કેટલાં વર્ષની થી હોય એ અહીં જાણવા મળશે.


જન્મ્યા પછી અત્યાર સુધીમાં આપણે સૂર્ય ફરતે કેટલા કિલોમીટરનો પ્રવાસ ખેડી નાખ્યો કે મિલ્કી વેમાં આપણે કેટલા આગળ વધ્યા એ પણ જોવા મળશે. આમાં કિલોમીટરના આંકડા બદલાતા રહે છે એની પણ નોંધ લેજો. ૩૦ વર્ષની ઉંમરમાં આપણો વંશવેલો એક નવી પેઢી જેટલો કદાચ આગળ વધ્યો હોય,પણ આપણી સરખામણીમાં આટલી ઉંમરમાં માખી,ઉંદર,સસલું,પેંગ્વિન વગેરેની કેટલી નવી પેઢી આવી ગઈ હોય એ જાણવા મળશે. જેમ કે ૩૦ વર્ષમાં માખીની ૧૬,૮૪૯ નવી પેઢી આવી ગઈ હોય!

આ વર્ષો દરમિયાન પૃથ્વી પર કેવાં પરિવર્તનો થયાં એ દશર્વિવા માટે અહીં કઈ કઈ નવી પ્રજાતિ જાણવા મળી અને ત્યારે આપણી ઉંમર કેટલી હતી,આપણી જિંદગીમાં દુનિયાએ કેટલા જ્વાળાખુખીના વિસ્ફોટ કે મોટા ધરતીકંપ જોયા,કેટલાં સૂર્યગ્રહણો થયાં એ અને હવે પછીનું ગ્રહણ ૧૪૧ દિવસ પછી થશે. આ આંકડો સાચો છે કે નહીં એ ઇન્ટરનેટ પર તપાસવા નીકળશો તો ખરાઈ તો થશે જ,સાથોસાથ બીજી જાણવા જેવી સાઇટ્સનો ખજાનો ખૂલશે!

આ વર્ષમાં આપણી ઊંચાઈ અમુક ફૂટે પહોંચી અને આપણી સરખામણીમાં,આપણા જ જીવનકાળ દરમિયાન કોસ્ટ રેડવૂડ પ્રકારનાં વૃક્ષો આપણા કરતાં ૬૫૮૮ ટકા જેટલી ઊંચાઈએ પહોંચી જાય છે. આ વર્ષો દરમિયાન પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટ્સ કેટલું ખસી અને આપણા જન્મ પછી પૃથ્વી પર બીજા કેટલા લોકોએ જન્મ લીધો એ પણ અહીં જાણી શકાય છે!

પહેલા બે ભાગ કુદરતી પ્રક્રિયાઓ જ દશર્વિે છે,પણ આ વર્ષોમાં આપણે પૃથ્વી પર કેવાં કેવાં પરિવર્તનો લાવવામાં નિમિત્ત બન્યા એ ત્રીજા ભાગમાં જોવા મળે છે. આપણા જન્મ પછી કયાં નવાં શહેરો વિક્સ્યાં,મહાસાગરોની સપાટી કેટલી ઊંચી આવી અને આગામી વર્ષોમાં કેટલે ઊંચે જઈ શકે છે,કોલસાનો અને રીન્યુએબલ એનર્જીના ઉપયોગમાં કેટલો વધારો થયો,કયાં પ્રાણીઓ નામશેષ થવાના આરે પહોંચ્યાં,કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું વધ્યું,ઓઝોનમાં પડેલું ગાબડું કેટલું વિસ્તર્યું, વિશ્વનું તાપમાન કેટલું ઊંચે ગયું… વગેરે ઘણું અહીં જાણવા મળશે.

શરુઆતમાં કહ્યું તેમ,આ બધી બાબતોને આપણી ઉંમર સાથે સીધી કોઈ લેવાદેવા નથી,પણ તેના કારણે આપણને વિશ્ર્વનાં પરિવર્તનો સમજવાનો એક ચોક્કસ દૃષ્ટિકોણ મળે છે,સાથોસાથ અહીં જોવા મળેલી માહિતીને આધારને બીજું ઘણું નવું જાણવાનો ઉત્સાહ જાગે એ સૌથી મોટી વાત!

આ ઇન્ફોગ્રાફિક  જુઓ અહીં :  http://www.bbc.com/earth/story/20141016-your-life-on-earth?ocid

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!