ફોટોગ્રાફીના આઉટપૂટમાં મહત્ત્વનો ભાગ ભજવતું એક પરિબળ છે રો ફાઇલ ફોર્મેટ. જેના કારણે પ્રોફેશનલ ફોટોગ્રાફર્સની તસવીર અને આપણે લીધેલી તસવીરમાં આસમાન-જમીનનો તફાવત વર્તાય છે એવા આ પરિબળમાં એવી તે શી ખૂબી છે તે સમજાવતો આ લેખનો વિષય જરા ટેકનિકલ છે, પણ સમજવાની મજા આવશે.
આગળ શું વાંચશો?
- શું દરેક રો ફાઈલ સરખી જ હોય છે?
કોઈ મેગેઝિનમાંની તસવીરો જોઈને તે આટલી જીવંત કેમ લાગે છે અને આપણે લીધેલી તસવીરોમાં એવી મજા કેમ આવતી નથી એવો સવાલ તમને પણ ઘણી વાર થતો હશે. એ તસવીર વધુ જીવંત લાગે છે તેના કારણમાં જે તે પ્રોફેશનલ ફોટોગ્રાફરની આવડત અને અનુભવ, લેટેસ્ટ ઇક્વિટમેન્ટ્સ વગેરે તો ખરું જ, તે ઉપરાંત એક મહત્ત્વની બાબત છે ‘રો’ ફાઇલની ઉપયોગીતા. ડિજિટલ ફોટોગ્રાફીમાં તસવીર લીધા પછી કમ્પ્યુટર પર તસવીર અનેક પ્રકારે પ્રોસેસિંગ થઈ શકે છે, એ સારામાં સારી રીતે શક્ય બનાવે છે કેમેરાનું રો ફાઇલ ફોર્મેટ. એ શું છે એ સમજીએ.
‘રો’ ફાઇલ એટલે આ એક એવી ફાઈલ છે કે જેમાં ઓછામાં ઓછી પ્રક્રિયા થયેલી હોય છે અથવા કોઈ પ્રકારની પ્રક્રિયા જ નથી થઈ હોતી. આપણે જ્યારે શટર દબાવીએ છીએ ત્યારે ફોટો કેમેરાના સેન્સરમાંથી રેકોર્ડ થાય છે અને માટે પ્રકાશ અને આભાને ઇલેકટ્રાનિક સિગ્નલમાં પરિવર્તિત કરીને મેમરી કાર્ડમાં રેકોર્ડ કરે છે. જો આપણે આ ફોટોગ્રાફમાં આગળ જતાં કલર અને લાઇટિંગની કરામતો કરવી હોય તો તે ફોટોગ્રાફને રો ફાઇલ ફોર્મેટમાં સેવ કરવો જોઈએ, અલબત્ત બધા કેમેરામાં આવી સગવડ હોતી નથી.
સામાન્ય કેમેરામાં, ફોટોગ્રાફ મોટા ભાગે જેપીઇજી ફોર્મેટમાં સેવ થાય છે.આપણે એવું કહી શકીએ કે જેપીઇજી એ દળાઈ ગયેલો લોટ છે! એક વાર ઝીણો લોટ દળી નાખ્યો તો તેમાં કંઈ કરવાનો અવકાશ ઓછો રહે, પણ જો મારી પાસે ઘઉં હશે તો આગળ જતાં મારી પસંદગી મુજબ રોટલી, પૂરી કે ભાખરી બનાવી શકાશે. જેપીઇજી એ તો આપણે કરેલા કેમેરા સેટિંગનું આજ્ઞાકારી વર્ઝન છે, તેમાં સુધારાને ઓછો અવકાશ છે.
શું દરેક “રો ફાઈલ સરખી જ હોય છે?
ના… દરેક કેમેરા ઉત્પાદકે તેના જુદા જુદા ફોર્મેટ રચ્યા છે. દા. ત.
કેનનનું “રો વર્ઝન cr2 તો નિકોનનું “રો વર્ઝન ..NEF. છે.
“રો ફાઈલ હાઇ લાઇટ અને શેડોને ઘણી બધી રીતે બદલી શકવાની ક્ષમતા ધરાવે છે. એક વાર કેમેરા Exposer (કેમેરા દ્વારા ઝડપાયેલો વિસ્તાર પ્રમાણેનો પ્રકાશ)થી પોતાની રીતે વધુમાં વધુ પ્રકાશિત વસ્તુને કે અપ્રકાશિત વસ્તુને ઝડપી લે છે અને આપણે તેને રો ફોર્મેટમાં સેવ કરીએ તો પછીથી આપણે જોઈએ તેવા ફેરફારો કરી શકીએ છીએ. અલબત્ત, આપણે ડિજિટલ મીડિયાને બરાબર સમજવું પડે. ચાલો પ્રયત્ન કરીએ…
તમે જાણો છો તેમ Pixel = Picture Element એ ફોટોનો નાનામાં નાનો અણુ એટલે કે ડિજિટલ મીડિયામાં રોકાયેલું નાનામાં નાનું ચોરસ યુનિટ છે, જેને આપણે ડોટ પણ કહીએ છીએ. એટલે dpi = dot per inchવ અથવા ppi = pixel per inch બંને નામ સરખાં છે.
જ્યારે આપણે પ્રિન્ટ લેવાની હોય ત્યારે એક ચોરસમાં ૩૦૦ રંગનાં ટપકાં કે અણુથી બનેલું ચિત્ર હોય તો સરસ પરિણામ મળે, છે, જ્યારે ફક્ત કમ્પ્યુટર પર જોવું હોય કે ફેસબુક કે કોઈ વેબસાઇટ પર અપલોડ કરવા માટેના કે પછી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે મોકલાતા ફોટા ૭૨ ડીપીઆઇના હોય તો પણ તે સરસ પરિણામ આપે કારણ કે તે ફક્ત કમ્પ્યુટરમાં જોવા માટે જ છે.
હવે માની લો કે આપણે ૧૨ ઇંચ x ૧૮ ઇંચની, ૩૦૦ ડીપીઆઇ કે પીપીઆઇની પ્રિન્ટ કાઢવી છે તો (૩૦૦ x ૧૨) ડ્ઢ (૩૦૦ x ૧૮) = ૩૬૦૦ x ૫૪૦૦ = ૧૯૪૪૦૦૦૦ પિક્સેલ થાય. .
હવે ૧ મેગા પિક્સેલ = ૧,૦૪૮,૫૭૬ પિક્સેલ (આશરે ૧૦ લાખ પિક્સેલ) ૧૯૪૪૦૦૦૦ પિક્સેલ/૧,૦૪૮,૫૭૬ પિક્સેલ કરીએ તો ૧૮.૫૪ મેગા પિક્સેલમાં ફોટો પાડવો પડે છે… આ જ કારણે મોબાઇલમાં પાડેલો ફોટો મોટી સાઇઝમાં સારી રીતે પ્રિન્ટ નથી થઈ શકતો!
તો આ તો થઈ પ્રિન્ટીંગ ક્ષમતા.
હવે રોને લાગે વળગે ત્યાં સુધી તેને Bit ગણિત સાથે સમજવું પડશે ડિજિટલ મીડિયા કે કમ્પ્યુટર સાથે જોડાયેલું છે તેનું નાનામાં નાનું unit BIT = Binary Digit ટૂકું રુપ છે.
આખા કમ્પ્યુટરની સંગ્રહ શક્તિ ૧ કે ૦ના પાયા ઉપર રચાયેલી છે. ઘણા બધા શૂન્ય કે એકના સમૂહથી (જેમ કે ૦૦૧૧૦૦૦૧૦૧) કોઈ પણ ડિજિટલ ફોટો આપણે સંગ્રહી શકીએ છીએ, પાડી શકીએ છીએ, જે ફક્ત કમ્પ્યુટર જ સમજી શકે છે.
તો કોઈ પણ વીડિયો કે ફોટોમાં ૮ bit માં કામ થયું હશે તો રંગોને સંગ્રહવાની તેની ક્ષમતા (BIT depth) ૧ pixel = ૨૫૬ Red x ૨૫૬ Green x ૨૫૬ Blue = ૧૬૭૭૭૨૧૬ colors combination per Pixel. થશે.
આપણો jpgs જેપીઇજીમાં સંગ્રહ થયેલો ફોટો ફક્ત ૮ બીટ્સ રંગોની ક્ષમતા ધરાવે છે તથા જેપીઇજી પોતે ૨૫૬ brightnessના લેવલને સંગ્રહે છે જ્યારે RAW ૪,૦૯૬થી ૧૬,૩૮૪ brightness ના લેવલ સંગ્રહે છે!
ધારો કે કોઈ ફોટો ૧ bit depthથી પાડ્યો હોય તો કેવો આવશે તે જુઓ.
અને ૨ bit depthથી પડ્યો હશે તો કેવો આવશે?
ટૂંકમાં જેમ જેમ bit depth વધતી જાય તેમ તેમ ાશડ્ઢયહમાં રંગો વધતા જાય. હવે આપણો “રો ફોટો ૧૨,૧૪, ૧૬ bit સુધીની રંગોની ક્ષમતા ધરાવે છે તો હવે તમે ઝવેરી છો “રો નામના હીરાની કિમત તમે નહિ સમજો તો કોણ સમજશે?
તેના Histogram કેવા હશે? એ જુઓ (Histogram વિષે ઊંડાણમાં વિગતવાર સમજ ફરી ક્યારેક)
Histogram for File with Bit Depth of 2
Histogram for Image with Bit Depth of 5
Histogram of Image with Bit Depth of 8
હવે જો આ ૮ Bit Depthની jpgમાં Color, Darkness, Light જો બદલવામાં આવે તો Histogramની હાલત વેરણછેરણ થઈ જાય છે.
Result of Working 8 Bit Image
હવે “રો ફાઈલ પોતે જ ૧૪થી ૧૬ bit depthના બંધારણથી જ જન્મ લે છે, તો તેની Bit Depthના કારણે પછીના ક્રિએટીવ એડિટિંગની કેવી મજા પડી જાય એ સમજી શકાય.
ફોટોની જીવંતતા જે આંતરરાષ્ટ્રીય સ્પર્ધકોના ફોટોમાં હોય છે તેનું કારણ આ જ છે… જેમ જેમ Bit Depth વધતી જાય તેમ રંગોના મિશ્રણની ક્ષમતા વધતી જાય, નયન રમ્યતા વધતી જાય.
સ્માર્ટફોનમાં હવે જે એચડીઆર ફોટોગ્રાફી થઈ શકે છે, તે HDR Toning = High Dynamic Range of Color toning“u Bit Depth કેટલી હશે કલ્પી શકો છો? પ્રોફેશનલ્સના કેમેરામાં ૩૨ bit depth. આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો આ HDR Color toning ને આધારે મહત્તમ આગળ હોય છે આપણી આંખો જે જોઈ શકે છે તે કુદરતી કલર ફોટો અમુક હદ સુધી લાવી શકે છે અને પ્રિન્ટીંગ જો સારું હોય તો જ રંગોની ક્ષમતા જાળવી શકે છે.
જ્યારે HDR Toning થી આપણી આંખે જે જોયું હશે તેની બિલકુલ નજીકના રંગોને આપણી સમક્ષ ફોટા દ્વારા લાવી શકાય છે. કેટલાક સારા મોબાઇલમાં આવા ફિલ્ટર આવતા થયા છે. આછેરી ઝલક જોવા મળે પણ તેની મુખ્ય મયર્દિા તેના પ્રોસેસર અને મેગા પિક્સેલની ક્ષમતા ઉપર નિર્ભર કરે છે નહિ તો લોકો મોબાઇલથી જ કામ ચલાવી લે, લાખો રૂપિયાના કેમેરા કોઈ લે જ નહિ!
ખાસ નોંધવા લાયક મોટો ફાયદો “રોનો એ છે કે મોટી ઇવેન્ટ્સ કે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીમાં એક્સપોઝર યોગ્ય રીતે ગોઠવવામાં શરતચૂક થાય તો ફોટો કાં તો ઓવર એક્સપોઝ થાય અથવા અન્ડર એક્સપોઝ. આવે સમયે જો ફોટોગ્રાફ જેપીઇજી ફોર્મેટમાં સેવ થાય તો પછી તેમાં કશું ક્રિએટિવ એડિટિંગ કરવાની શક્યતા બહુ ઓછી રહે છે. પણ જો તે ‘રો’ હશે તો ધાર્યું એડિટિંગ થઈ શકશે.
જેપીઇજી ફાઈલનો એક બીજો દોષ એ છે કે તે વ્હાઇટ બેલેન્સ જેમનું તેમ સ્વીકારી લે છે અને તેમાં સુધારા વધારાની કોઈ જ ગુંજાઇશ હોતી નથી. જ્યારે “રો ફાઈલમાં ઘણી બધી રીતે વ્હાઇટ બેલેન્સ એડિટ કરી શકાય છે.
આ જ કારણે ડિટેઇલિંગના સંદર્ભમાં કહીએ તો “રો’ એ તો ડિટેઇલિંગનો બાદશાહ છે, કેમ તેમાં શાર્પનેસ, નોઇસ વગેરે ધારીએ તેમ ફેરવી શકાય છે. જેપીઇજીમાં જેમ વધુ એડિટિંગ થાય તેમ તેની ગુણવત્તા બગડતી જાય, જ્યારે ‘રો’માં શાર્પનેસ અને નોઇસ સરસ રીતે કંટ્રોલ કરી શકાય છે અને તે પણ ફોટોને નુક્સાન કર્યા વગર!
વળી નોન-ડિસ્ટ્રક્ટિવ એડિટિંગમાં પણ સહુથી વધુ માર્ક ‘રો’ને મળે છે, કેમ? કેમ કે જ્યારે જેપીઇજીમાં એડિટિંગ ચાલુ હોય ત્યારે જે સુધારા વધારા કર્યા હોય તે અકસ્માતે સેવ થઈ જાય તો મૂળ ફાઈલ ગુમાવવાનો વારો આવે. જ્યારે ‘રો’ ફાઈલ ક્યારેય મૂળ સ્વપ ભૂલતી નથી. જેથી ગમે ત્યારે આપણે મૂળ સ્વરૂપ સુધી પરત આવીને નવા આઇડિયાથી ફરી એડિટિંગ ચાલુ કરી શકીએ છીએ.
એક જ સ્થળે એક જ સમયે ઘણા બધા ફોટોઝ લીધા હોય તેવા સંજોગોમાં એક જ ફોટોમાં કરેલું ‘રો’ ફાઈલનું એડિટિંગ / સેટિંગ તેની સાથેની ‘રો’ ફાઈલમાં સેકન્ડ માત્રના સમયમાં શેર કરી શકાય છે. એટલે કે એક જ ફોટોમાં કરેલી મહેનતનો સમય ઘણા બધા ફોટોમાં કામ લાગે છે. આપણે જાણીએ છીએ કે કૂવામાં હોય તો હવાડામાં આવે. એ જ રીતે, કૂવામાં હોય એવું હવાડામાં આવે. એ કારણે એડિટિંગ થયા પછી, ‘રો’ ફાઇલનો આઉટપૂટ બધી રીતે સર્વાંગસંપૂર્ણ હોઈ શકે છે.
‘રો’ની ખૂબી તો જોઈ, પણ થોડી ખામીઓ જોઈ લઈએ…
“રોમાં ફાઈલ સાઇઝ બહુ જ મોટી બને છે, જેથી મેમરી કાર્ડ ઝડપથી ફૂલ થઈ જાય છે અને ફિલ્ડ ફોટોગ્રાફીથી લઈને સાચવણી સુધી ડિજિટલ મીડિયા સ્ટોરેજ સતત વધારતા રહેવી પડે છે.
કેમેરામાં સેવ કરતી વખતે મોટી ફાઈલ હોવાથી સમય વધુ લાગે છે, તેથી ઇવેન્ટ ફોટોગ્રાફીમાં ધીરજથી કામ કરવું પડે છે.
પોસ્ટ પ્રોસેસિંગ કરવું જ પડે છે અને તેનું જ્ઞાન સતત વધારતું રહેવું પડે છે. જરૂરી સોફ્ટવેર વસાવવા પડે છે અને તેને સતત અપડેટ કરતા રહેવા પડે છે.
દરેક કેમેરા ઉત્પાદકે પોતાના કેમેરામાં ઉત્પન્ન થતી ‘રો’ ફાઈલ જે તે સોફ્ટવેરમાં જ પ્રોસેસ થાય તેવું બંધારણ રાખેલું છે, જોકે વિશ્વકક્ષાએ એક દિવસ સમાન ધારાધોરણ જરુર થઈ જશે.

