મલ્ટિમીડિયા મેસેજિંગ એપ સ્નેપચેટનો હવે ગુજરાતી, હિન્દી, મરાઠી અને પંજાબી ભાષામાં પણ ઉપયોગ થઈ શકશે.
સ્નેપચેટે ગયા વર્ષે ૧૦ સ્થાનિક પબ્લિશર્સ સાથે મળીને ભારતીય યૂઝર્સને લોકલ કન્ટેન્ટ આપવા માટે ‘ડિસ્કવર ઇન ઇન્ડિયા’ નામનું ફીચર લોન્ચ કર્યું હતું.
દેખીતું છે કે ભારતમાં સ્માર્ટફોન યૂઝર્સની સંખ્યા સતત વધી રહી છે અને હજુ બહુ વધુ વિકાસની શક્યતા હોવાથી બધી કંપની ભારતીયોને રીઝવવા મથી રહી છે, અલબત્ત, ભારતમાં સ્નેપચેટ ઘણી પાછળ છે.

