(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એલેક્ઝાના વોઇસ રેકોર્ડિંગ્સ એમેઝોનના કર્મચારીઓ સાંભળતા હોવાનું બહાર આવ્યું

ટીવી પર સ્માર્ટ ડિવાઇસને ગમતાં ગીતની ફરમાઈશ કરતાં દાદીમાને જોઇને ઘણા લોકો પોતાના ઘરમાં એવાં સ્માર્ટ સ્પીકર્સ વસાવવા લાગ્યા છે, તો ઘણા લોકો એ વાતે ખચકાઈ રહ્યા છે કે આવા સ્પીકર્સને ઘરમાં લાવવાથી તેમના ઘરની વાત ખાનગી રહેશે નહીં.

તેમનો આ ડર ખોટો નથી. હવે બહાર આવી રહ્યું છે કે એમેઝોન કંપનીએ તેના ડિજિટલ આસિસ્ટન્ટ એલેક્ઝાને બહેતર બનાવવા માટે આખા વિશ્વમાં હજારો લોકોને કામે લગાડ્યા છે. આ લોકો એલેક્ઝા ધરાવતા એમેઝોન ઇકો સ્પીકર્સવાળાં ઘર કે ઓફિસમાં કેપ્ચર થતાં વોઇસ રેકોર્ડિંગ્સ સતત સાંભળે છે અને પછી તેને આધારે સામાન્ય લોકો જે કંઈ બોલતા હોય તે સમજવાની એલેક્ઝાની ક્ષમતા વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે.

અલબત્ત એમેઝોનનો દાવો છે કે તે યૂઝર્સની સલામતી અને અંગત માહિતી ખાનગી રાખવા માટે અત્યંત ગંભીર છે અને કંપની એલેક્ઝા વોઇસ રેકોર્ડિંગ્સના બહુ નાના સેમ્પલ્સનો જ ઉપયોગ કરીને પોતાની સર્વિસને બહેતર બનાવવાનો પ્રયાસ કરે છે.

આપણે સ્માર્ટફોન સ્વરૂપે એક અત્યંત જોખમી અને જોરાતા જાસૂસને આપણે જીવનમાં એન્ટ્રી આપી જ દીધી છે. હવે આવા સ્માર્ટ સ્પીકર્સને પણ ઘરમાં લાવવા કે નહીં એ આપણે વિચારવાનું!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!