(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મેસેન્જરમાં થ્રેડેડ રિપ્લાય કરો

વોટ્સએપમાં તમે જાણતા હશો તેમ કોઈ મિત્ર સાથેની ચેટમાં કે ગ્રૂપમાંની ચેટમાં કોઈ એક મેસેજના સંદર્ભમાં તમારે જવાબ વાળવો હોય ત્યારે એ મેસેજનો સંદર્ભ આપી શકાય છે.

એ માટે આપણે એ મેસેજ જરા લાંબો સમય પ્રેસ કરીને સિલેક્ટ કરીએ એટલે મથાળે ડાબી તરફ જતા તીરની નિશાની મળે તેને ક્લિક કરતા આપણા મેસેજની ઉપર એ મેસેજનો સંદર્ભ ઉમેરાય જાય જેને ક્લિક કરીને સામેની વ્યક્તિ તરત જ એ મેસેજ સુધી પહોંચી શકે.

એ સિવાય જે મેસેજનો સંદર્ભ આપવો હોય તેને જમણી બાજુ સ્વાઇપ કરવાથી પણ આ જ કામ થઈ શકે છે.

આને ‘થ્રેડેડ રિપ્લાય’ કહે છે. હવે ફેસબુકની મેસેન્જર એપમાં પણ આ સગવડ ઉમેરાઈ છે.

કોઈ મિત્ર સાથે કે ગ્રૂપમાં સંખ્યાબંધ લોકો સાથે તમે ચેટ કરી રહ્યા હો ત્યારે કોઈ ચોક્કસ મેસેજના સંદર્ભમાં આપણો મેસેજ ઉમેરવા માટે તમારે જે તે મેસેજને જરા લાંબો સમય પ્રેસ કરવાનો થશે. હવે એ મેસેજના સંદર્ભે ઇમોજી મોકલવાની જૂની સગવડ ઉપરાંત જમણી તરફ તીરનું બટન જોવા મળશે. તેને ટીક કરવાથી આપણા મેસેજમાં એ મેસેજ સંદર્ભ ઉમેરાઈ જશે.

આ રીતે તમે જિફ, વીડિયો, ઇમોજી, ટેક્સ્ટ કે ફોટો મેસેજને પણ રિપ્લાય કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!