(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વેબ કે એપ ડેવલપર્સનો ફેવરિટ અડ્ડો ‘ગિટહબ’ આખરે છે શું?

વેબ કે એપ ડેવલપમેન્ટમાં ક્ષેત્રમાં આગળ વધવા માગતા હો તો ગિટહબ પરનો તમારો પ્રોફાઇલ જોરદાર બાયોડેટાની ગરજ સારશે અને તમારું કામ પણ સરળ બનાવશે


જો તમે પ્રોગ્રામર કે ડેવલપર હો અથવા તો બનવાની દિશામાં આગળ વધી રહ્યા હો તો તમે ‘ગિટહબ’ શબ્દ જરૂ‚ર સાંભળ્યો હશે. એ સિવાય તમે તમારી પોતાની કંપની માટે કોઈ વેબ એપ્લિકેશન ડેવલપ કરાવી રહ્યા હશો તો તેના સંદર્ભે પણ ડેવલપર્સ તરફથી અવારનવાર ‘ગિટહબ’ શબ્દનો ઉલ્લેખ સાંભળતા હશો.

પહેલી નજરે ગિટહબ એ ડેવલપર્સ માટેની વ્યવસ્થા છે, પરંતુ એ એટલી સીમિત નથી. વેબ કે એપ ડેવલમેન્ટ સાથે સીધો સંબંધ ન ધરાવતા લોકોને પણ તે ઉપયોગી થઈ શકે છે.

આ ગિટહબ આખરે છે શું તે જાણીએ.

  • તમે જાણતા હશો કે જ્યારે કોઈ પણ એપ ડેવલપ થઇ રહી હોય ત્યારે અને તેનું ઓફિશિયલ વર્ઝન રિલીઝ થઈ ગયા પછી પણ તેમાં સતત સુધારા થતા રહેતા હોય છે, જેને આપણે ‘વર્ઝન્સ’ તરીકે ઓળખીએ છીએ.
  • જ્યારે કોઈ એપ પર જુદા જુદા ઘણા ડેવલપર્સ કામ કરી રહ્યા હોય ત્યારે એવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ જેમાં એ એપનું કોઈ એક ચોક્કસ વર્ઝન સાચવી રાખી શકાય અને તેમ છતાં, તેના પર જુદા જુદા ડેવલપર્સ કામ કરી શકે.
  • ગિટહબમાં ‘ગિટ’ શબ્દ એક ઓપન સોર્સ વર્ઝન કન્ટ્રોલ સિસ્ટમ દર્શાવે છે, જે લિનક્સ સિસ્ટમ ડેવલપ કરનાર લિનસ ટ્રોવાલ્ડસ નામના ડેવલપરે વિકસાવી હતી. અન્ય ઘણી વર્ઝન કન્ટ્રોલ સિસ્ટમ છે પરંતુ ગિટ તેમાં સૌથી વધુ લોકપ્રિય છે.
  • ગિટ વર્ઝન કન્ટ્રોલ સિસ્ટમમાં એપને સંબંધિત ફાઇલ્સમાં થતા ફેરફાર બહુ કાર્યક્ષમ રીતે સ્ટોર થાય છે અને તેમાં ફાઇલ્સની ઇન્ટિગ્રિટી સારી રીતે જળવાતી હોવાથી ડેવલપર્સ ગિટ વધુ પસંદ કરે છે.
  • ‘હબ’ શબ્દનો અર્થ એક વ્હિલનું કેન્દ્ર કે ધરી એવો થાય છે. એ મુજબ ગિટહબ એક એવી વ્યવસ્થા આપે છે જે જુદા જુદા ડેવલપર્સ કે એપ ડેવલપમેન્ટના તબક્કાના વર્તુળમાં એક ધરી જેવું કામ કરે છે.
  • ઓપન સોર્સ પ્રોજેક્ટ કે બિઝનેસ માટે એપ ડેવલપમેન્ટ કરી રહેલા ડેવલપર્સ ગિટહબ પર પોતાનું એકાઉન્ટ ખોલાવીને તેમાં પોતાના પ્રોગ્રામનો કોડ હોસ્ટ કરી શકે છે.
  • ટીમમાંના અન્ય ડેવલપર્સ અહીંથી જે તે વર્ઝન ડાઉનલોડ કરી તેમાં પોતાની રીતે ફેરફારો કરીને નવા વર્ઝનનો કોડ અપલોડ કરી શકે છે.

ગિટહબ સંબંધિત કેટલાક જાણવા જેવા શબ્દો

રિપોઝિટરી :  ડેવલપર્સ તેને ‘રિપો’ તરીકે પણ તેને ઓળખે છે. આ એક એવું લોકેશન છે જેમાં કોઈ ચોક્કસ પ્રોજેક્ટ્સની તમામ ફાઇલ્સ સ્ટોર કરવામાં આવે છે. દરેક પ્રોજેક્ટ માટે આવું એક આગવું રિપો હોય છે, જેને તેના ચોક્કસ યુઆરએલથી એક્સેસ કરી શકાય છે.

રિપો ફોર્કિંગ : જ્યારે કોઈ વર્તમાન પ્રોજેક્ટના આધારે નવો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે તો તેને ટેકનિકલ ભાષામાં ‘ફોર્કિંગ’ કર્યું એમ કહેવાય. ફોર્કિંગને કારણે જુદા જુદા પ્રોજેક્ટને આગળ ધપાવવાના અનેક નવા રસ્તા ખુલે છે.

ઘણા ડેવલપર્સ ગિટહબ પર મૂકાયેલા પ્રોજેક્ટમાં પોતાની રીતે કોઈ નવા સુધારા વધારા કરવા માગે તો એ ડેવલપર તે પ્રોજેક્ટના રિપોને ફોર્ક કરે છે, તેમાં ઇચ્છે તેવા સુધારા કરે છે અને એ રિવાઇઝ્ડ પ્રોજેકટને એક નવા રિપો તરીકે રીલિઝ કરે છે.

આ રીતે કામ કરવાનો ફાયદો એ છે કે તમે જે મૂળ પ્રોજેક્ટના આધારે નવો પ્રોજેક્ટ વિકસાવ્યો હોય તેમાં કોઈ ફેરફાર થાય તો એ ફેરફારો તમે સહેલાઈથી તમારા નવા રિપોમાં અપડેટ કરી શકો છો.

કોઈ એપ પર જુદા જુદા ડેવલપર્સ કામ કરી રહ્યા હોય ત્યારે એવી વ્યવસ્થા જોઈએ જેમાં એ એપનું ચોક્કસ વર્ઝન સાચવી રાખી શકાય અને છતાં, તેના પર ડેવલપર્સ કામ કરી શકે.

પૂલ રિકવેસ્ટ : ઘણી વાર એવું બને કે કોઈ મૂળ પ્રોજેક્ટમાં કોઈ ભેજાબાજ ડેવલપર એવા જોરદાર સુધારા કરે કે તે મૂળ પ્રોજેક્ટમાં જ સમાવવા જેવા હોય.


 આવા કિસ્સામાં સુધારા કરીને નવો પ્રોજેક્ટ ડેવલપ કરનાર ડેવલપર પોતાના રિપો માટે પૂલ રિકવેસ્ટ ક્રિએટ કરે છે. એ કારણે મૂળ પ્રોજેક્ટના ડેવલપર્સ આ નવા સુધારાવાળો પ્રોજેક્ટ તપાસી શકે છે અને તેમને યોગ્ય લાગે તો તેને પોતાના મૂળ પ્રોજેક્ટમાં સમાવી શકે છે.

ગિટહબ આવા મૂળ પ્રોજેક્ટના ડેવલપર્સ અને સુધારા સૂચવનાર ડેવલપર વચ્ચેની કમ્યુનિકેશનની એક મજબૂત કડી તરીકે કામ કરે છે.

સોશિયલ નેટવર્કિંગ : ઇન્ટરનેટના તમામ પાસાંની જેમ ગિટહબમાં પણ સોશિયલ નેટવર્કિંગની બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.

ગિટહબમાં એક્ટિવ દરેક યૂઝર ગિટહબ પર પોતાની પ્રોફાઇલ તૈયાર કરી શકે છે જેમાં તે પોતાના જુદા જુદા ડેવલપમેન્ટ વર્કને દર્શાવી શકે છે તથા અન્ય લોકોના પ્રોજેક્ટ્સમાં પૂલ રિકવેસ્ટ દ્વારા તેમણે આપેલા યોગદાનને દર્શાવી શકે છે.

ડેવલપર્સ માટે આ પ્રોફાઇલ એક જોરદાર બાયોડેટા જેવું કામ કરે છે.

ગિટહબમાંના સોશિયલ નેટવર્કિંગ ફીચર્સને કારણે જુદા જુદા પ્રોજેક્ટ પર તેના નિષ્ણાતો ચર્ચા કરી શકે છે અને પોતાનું નોલેજ એકબીજા સાથે શેર કરીને પ્રોજેક્ટને વધુ વિકસાવી શકે છે. ગિટહબની શરૂ‚આત પહેલાં ડેવલપર્સ માટે જુદા જુદા પ્રોજેક્ટ વિશે ચર્ચાનું કોઈ એવું કોમન, સારું પ્લેટફોર્મ નહોતું, જેમાં તેઓ પોતાના વિચાર અને પોતાની ફાઇલ્સ બંને સારી રીતે શેર કરી શકે.

ચેન્જ લોગ્ઝ : આજની ડિજિટલ દુનિયામાં, જુદા જુદા ખૂણે રહેલા લોકો એક એપ પ્રોજેક્ટ પર એક સાથે કામ કરી શકે છે. જો પ્રોજેક્ટ મોટો હોય અને તેમાં ઘણા લોકો સંકળાયેલાં હોય તો કોણે ક્યારે અને કેવા ફેરફારો કર્યા પછી તેનો રેકોર્ડ રાખવો મુશ્કેલ બને છે. આ ફેરફારોની ફાઇલ્સ એક જગ્યાએ સ્ટોર કરવી પણ મુશ્કેલ બને છે. ગિટહબ તેનો સહેલો ઉપાય આપે છે અને તેની રિપોઝિટરીમાં રહેલી ફાઇલ્સમાં થતા ફેરફારોનું ચોકસાઈભર્યું ટ્રેકિંગ જાળવે છે.

આજ કારણે ગિટહબ ડેવલપર ઉપરાંત અન્ય લોકોને પણ ઉપયોગી થઈ શકે છે. આમ તો ગૂગલ ડ્રાઇવ કે વન ડ્રાઇવ જેવી ક્લાઉડ સ્ટોરેજ સિસ્ટમાં વર્ડ, એક્સેલ કે પાવરપોઇન્ટ જેવી ફાઇલ અપલોડ કરીને અન્ય લોકો સાથે તેને શેર કરવામાં આવે તો એક જ ફાઇલ પર એક જ સમયે એકથી વધુ લોકો કામ કરી શકે છે.

ગિટહબ પણ આવી સુવિધા આપે છે કેમ કે તેમાં માત્ર એપ પ્રોજેક્ટ સંબંધિત ફાઇલ્સ નહીં પરંતુ કોઈ પણ પ્રકારની ફાઇલ સ્ટોર કરીને તેના પર કામ કરી શકાય છે. અલબત્ત ગિટહબનું ફોકસ મુખ્યત્વે એપ ડેવલપમેન્ટ માટેનું એક કોમન પ્લેટફોર્મ આપવાનું હોવાથી તેનો વધુમાં વધુ ઉપયોગ એ જ હેતુ માટે થાય છે.

જો તમે વેબ કે એપ ડેવલપમેન્ટમાં ક્ષેત્રમાં આગળ વધવા માગતા હો તો ગિટહબનો વહેલામાં વહેલી તકે ઉપયોગ કરો અને તેના વિશે જેટલું વધુ જાણી શકાય તેટલું વધુ જાણશો તો ફાયદામાં રહેશો!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!