વેકેશનમાં પણ મોબાઇલ પર કામકાજ?
આ વેકેશનમાં તમે રજાઓ માણવા માટે કોઈ પ્રવાસે જાઓ, તો ત્યાંથી પણ મોબાઇલ પર તમારું ઓફિસનું કામકાજ ચાલુ રાખશો? ટ્રાવેલ સાઇટ યાત્રા.કોમે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કરેલા એક સર્વે મુજબ, પ્રવાસે જતા ૫૫ ટકા ભારતીયો પોતે વેકેશન પર હોવા છતાં ઈ-મેઇલ્સ ચેક કરતા રહે છે અને મોબાઇલ પર ઓફિસ સંબંધિત વાતચીત કરતા રહે છે. ૧૫,૦૦૦ લોકોને આવરી લેતા આ સર્વેમાં ૧૭ ટકા લોકોએ કબૂલ્યું કે તેઓ વેકેશન દરમિયાન પણ પૂરેપૂરા મોબાઇલને ચોંટેલા રહે છે. ૪૨ ટકા લોકો એકથી ત્રણ મહિના અગાઉ પોતાના વેકેશનનું પ્લાનિંગ કરી લેતા હોવા છતાં, રજાઓ દરમિયાન કામકાજનું પ્લાનિંગ કરી શકતા નથી.
એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફિ ઇન્ડિયાઝ મેડિસિન અપટેડ નામના એક જર્નલમાં એક આખું પ્રકરણ ‘કમ્પ્યુટર રીલેટેડ ઇલનેસ એન્ડ ફેસબુક સિન્ડ્રોમ’ને ફાળવવામાં આવ્યું છે. જેમાં કામકાજમાં વધુ પડતા પ્રવૃત્ત રહેવાથી થતી બીમારીઓની સમજણ સાથે, કામમાં બ્રેક લેવામાં આવે ત્યારે પૂરેપૂરો બ્રેક લેવાની ભલામણ કરવામાં આવી છે.
