તમે વોટ્સએપનો ઉપયોગ કરતા હો તો મોટા ભાગે તમે પણ બેન્કમાંના તમારા ખાતાનું બેલેન્સ જાણવા માટે માટે જુદી જુદી બેન્કના ફોન નંબર્સ જણાવતી એક એપ ડેવલપ કરવામાં આવી હોવાનો મેસેજ મેળવ્યો હશે.
‘ઓલ બેન્ક બેલેન્સ ઇન્ક્વાયરી નંબર’ એવું શીર્ષક ધરાવતા આ મેસેજમાં રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો લોગો પણ દશર્વિવામાં આવ્યો હતો, પણ રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પ્રિન્સિપાલ ચીફ જનરલ મેનેજરે એક સત્તાવાર પ્રેસનોટ બહાર પાડીને જણાવ્યું છે કે રીઝર્વ બેન્કે આવી કોઈ એપ્લિકેશન ડેવલપ કરી નથી અને આવી કોી એપ હોય પણ લોકો પોતાના જોખમે જ તેનો ઉપયોગ કરે!
ટૂંકમાં, બેન્ક સંબંધિત કોઈ પણ સોશિયલ મીડિયાના મેસેજને આંખો મીંચીને સાચો માની લેશો નહીં.

