(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્ફર્મેશન એક્સપ્રેસ વે પર ટોલટેક્સ?

છેલ્લાં થોડાં વર્ષથી આપણને સૌને ઇન્ટરનેટની ગજબની આદત પડવા લાગી છે. ઇન્ટરનેટથી આપણા સૌની જિંદગી ઘણી બધી રીતે બદલાઈ રહી છે, પણ હવે ઇન્ટરનેટ પોતે બદલાય એવી શક્યતાઓ ઊભી થઈ છે.

અત્યાર સુધી આપણે ઇન્ટરનેટને માહિતીની શોધ અને વિચારોના આદાન-પ્રદાન માટેના મુક્ત, કોઈ અંતરાય વિનાના સ્રોત તરીકે જોયું છે અને એ જ રીતે તેનો ઉપયોગ કર્યો છે. અત્યારે તમારા હાથમાં છે એ આ મેગેઝિન પોતે ઇન્ટરનેટ ન્યુટ્રલ છે તો જ અપાર સ્રોતોમાંથી તમને ઉપયોગી માહિતી શોધી લાવી શકે છે અને આવું કોઈ મેગેઝિન છે એવી ખબર તમારા સુધી પહોંચાડવામાં પણ નેટ ન્યુટ્રલિટીનો મોટો ફાળો છે!

ટેલિકોમ કંપનીઓનું ધાર્યું થશે અને ઇન્ટરનેટના માધ્યમથી લોકો સુધી પહોંચવા માટેના ‘સુપરફાસ્ટ એક્સપ્રેસ વે પર ટોલટેક્સ’ આવી જશે તો આવાં નાનાં નાનાં ઘણાં સાહસો ઊભાં જ નહીં થઈ શકે. જોઈએ ટ્રાઇ શું કરે છે!

એ સિવાય આ વખતના અંકમાં વિવિધતા વધુ છે કેમ કે મોટા ભાગના લેખ બે બે પેજના છે. જીમેઇલની સાફસૂફીથી લઈને ફ્રી એકાઉન્ટિંગની સુવિધા અને આપણા જીવન વિશે અનોખી જાણકારી આપતા ઇન્ટરએક્ટિવ વેબપેજની માહિતીથી લઈને છેક માનવશરીરની અંદર સુધી પહોંચેલી ગૂગલ મેપની ટેકનોલોજીની વાત આ અંકમાં વણી લીધી છે.

અને એક ખાસ વાત, ફક્ત ‘સાયબરસફર’ થકી ઓળખતા કરદેજ ગામના એક શિક્ષકે દિલથી જે પ્રતિભાવ મોકલ્યો છે, તે તેમના જ શબ્દોમાં યથાવત પ્રકાશિત કર્યો છે. એમાં અમારી અત્યાર સુધીની તમામ મહેનત સાર્થક થતી લાગે છે. જરુર વાંચશો.

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!