ગૂગલ પ્લે સ્ટોર એપમાં તમે વિવિધ એપ્સ તપાસી રહ્યા હો ત્યારે કેટલીક એપ્સ એવી મળે જે તમને ખરેખર ઉપયોગી થશે કે કેમ તેની ખાતરી ન હોય. આપણે ફક્ત તેની અજમાયશ કરવાની હોય. જો એપની સાઇઝ ઘણી વધુ હોય તો આપણે આવી અજમાયશ ટાળીએ.
આના ઉપાય તરીકે પ્લે સ્ટોરમાં હવે ‘ઇન્સ્ટન્ટ એપ્સ’ નામની એક સુવિધા છે. આ સુવિધાની મદદથી આપણે જુદી જુદી એપ્સ પૂરેપૂરી ડાઉનલોડ કર્યા વિના, લગભગ તેનત અજમાવી જોઈ શકીએ છીએ.
જે એપ ડેવલપર પોતાની એપનું ‘ઇન્સ્ટન્ટ વર્ઝન’ પણ તૈયાર કરે તેમાં આ લાભ મળે છે. આ સુવિધાનો લાભ લેવા માટે આપણે પ્લે સ્ટોરના સેટિંગ્સમાં આપણા ગૂગલ એકાઉન્ટના સેટિંગ્સમાં ‘ઇન્સ્ટન્ટ એપ્સ’નો વિકલ્પ ઓન કરવો પડે છે.
એ પછી તમે પ્લે સ્ટોરમાં જુદી જુદી એપ્સ કે ગેમ્સ સર્ચ કરશો ત્યારે કેટલીક એપમાં ઇન્સ્ટોલની સાથોસાથ ‘ટ્રાય નાઉ’નું બટન જોવા મળશે. તેને ક્લિક કરીને તમે એ એપ ઇન્સ્ટોલ કર્યા વિના અજમાવી જોઈ શકશો. એપ સારી લાગે તો ઇન્સ્ટોલ કરો, બાકી બીજી એપ્સ કે ગેમ્સ તરફ આગળ વધો!

