(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મેસેન્જરમાં ‘ક્યૂટ’ ઇમેજ શેર કરો

ફેસબુક પર તમે જુદા જુદા મિત્રો તરફથી અવનવી મજાની ઇમેજિસ જોઇને દિવસ આખાનો કંટાળો કે ઓફિસનો થાક દૂર કરતા હશો.

આવું કંઈ ગમતું મળી જાય તો મિત્રો સાથે ગમતાનો ગુલાલ કરવાનું મન થાય અને તમે તેને ફોરવર્ડ કરી શકો.

અલબત્ત આ બધું પહેલાં જોવા મળે, પછી દિલને સ્પર્શે અને પછી શેર કરવામાં આવે. આખી વાતમાં જરા વધુ રોમાંચ ત્યારે ઉમેરાય જ્યારે આપણને ખબર જ ન હોય કે આપણે કઈ ઇમેજ શેર કરી રહ્યા છીએ (અલબત્ત એટલે જ આખી વાત થોડી જોખમી પણ બને છે).

ફેસબુક મેસેન્જરમાં આવું થઈ શકે છે. તમારે કરવાનું ફક્ત એટલું છે કે ફેસબુક મેસેન્જર એપ ઓપન કરો, તમારા કોઈ પણ મિત્ર કે ગ્રૂપ સાથેની ચેટ બોક્સ ઓપન કરો અને મેસેજમાં માત્ર આટલું લખો: @dailycute

આટલું લખીને મેસેજ સેન્ડ કરીને થોડી સેકન્ડ રાહ જોશો તો એટલે તમને અને તમારા મિત્રને એક સાથે નાનાં, ટબૂકડાં, મજાના ગલૂડિયાં કે બિલાડીનાં બચ્ચાંની કોઈ ક્યૂટ ઇમેજ જોવા મળશે.

આ ઇમેજને ક્લિક કરીને આપણે મૂળ પેજ પર જઇ શકીએ છીએ. આગળ કહ્યું તેમ કઈ ઇમેજ શેર કરવામાં આવશે તેની આપણને પહેલાં જાણ ન થતી હોવાથી માત્ર નજીકના મિત્રો સાથે જ આ સુવિધાનો લાભ લેવા જેવો છે.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!