(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

માઇક્રોસોફ્ટ કંપનીએ કેલ્ક્યુલેટર એપનો સોર્સ કોડ ઓપન કરી નાખ્યો

ટેક્નોલોજી જગતમાં  ‘ઓપન સોર્સ’ શબ્દ અસાધારણ મહત્ત્વનો છે. ઓપન સોર્સ શબ્દ સામાન્ય રીતે એવી ટેક્નોલોજી કે સોફ્ટવેર માટે વપરાય, જેનો સોર્સ કોડ સૌ કોઈ માટે ઉપલબ્ધ હોય, જેની મદદથી ડેવલપર્સ એ ટેક્નોલોજી કે સોફ્ટવેરમાં પોતાની રીતે ફેરફારો કરી શકે અને તેને વધુ વિક્સાવી શકે. ઓપન સોર્સ સોફ્ટવેરનાં બે સૌથી જાણીતાં ઉદાહરણ છે, લિનક્સ અને એન્ડ્રોઇડ.

હમણાં માઇક્રોસોફ્ટ કંપનીએ વિન્ડોઝ કેલ્ક્યુલેટર સોફ્ટવેરનો કોડ ઓપન સોર્સ કર્યો છે. એટલે કે હવે જુદા જુદા ડેવલપર્સ આ સોફ્ટવેરનો સોર્સ કોડ મેળવીને તેને બહેતર બનાવી શકશે અને પોતાની એપમાં તેને બહુ સહેલાઈથી ઇન્ટીગ્રેટ કરી શકશે.

આમ જુઓ તો માઇક્રોસોફ્ટ કંપનીએ પોતે તેની માલિકીના અને કોઈ સહેલાઈથી કોપી ન કરી શકે એવા પ્રોપ્રાઇટરી સોફ્ટવેરથી વર્ષો સુધી ટેક્નોલોજી જગતમાં રાજ કર્યું અને તેના એકહથ્થુ શાસનનો સામનો કરવા ડેવલપર્સે ઓપન સોર્સ સોફ્ટવેરનો કન્સેપ્ટ આગળ ધર્યો. કમ્પ્યુટર ચલાવવા માટે વિન્ડોઝ એક પ્રોપ્રાઇટરી સોફ્ટવેર છે, જ્યારે તેના વિકલ્પ જેવી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે વિકસેલ લિનક્સ ઓપન સોર્સ છે.

જોકે હવે માઇક્રોસોફ્ટ કંપનીનો ઓપન સોર્સ તરફનો અભિગમ બદલાઈ રહ્યો છે.

ગૂગલ, આઇબીએમ, ફિલિપ્સ, સોની, ટોયોટા જેવી વિશ્વની બહુ જાણતી ટેક્નોલોજી કંપનીએ સાથે મળીને લિનક્સ જેવા ઓપન સોર્સ પ્લેટફોર્મે પેટન્ટને લગતી કાનૂની ગૂંચવણોનો સામનો ન કરવો પડે એ માટે ઓપન ઇન્વેન્શન નેટવર્ક (ઓઆઇએન) નામનું એક નેટવર્ક રચ્યું છે. ગયા વર્ષે માઇક્રોસોફ્ટ કંપની પણ આ નેટવર્કમાં જોડાઈ અને તેણે એક સાથે પોતાની ૬૦,૦૦૦ જેટલી પેટન્ડેટ ટેક્નોલોજીને ઓપન સોર્સ કરી નાખી અને ઓઆઇએનના સભ્યોને ઉપલબ્ધ કરી દીધી!

આ બધી વાત આમ જુઓ તો આપણને દેખીતી રીતે સ્પર્શતી નથી, પણ ટેક્નોલોજી જગત માટે તે બહુ મહત્ત્વની છે અને એટલે જ છેવટે આપણે માટે પણ મહત્ત્વની છે!


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!