(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ભારતમાં વધુ એક યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) આધારિત પેમેન્ટ એપ લોન્ચ થઈ છે. ચાઇનીઝ મોબાઇલ કંપની ઝાયોમીએ ‘એમઆઇ પે’ નામે આ સર્વિસ લોન્ચ કરી છે.

કંપનીએ ભારપૂર્વક કહ્યું છે કે તેણે પેમેન્ટ એપનો ડેટા ભારતમાં સ્ટોર કરવાની જરૂરિયાતનું પાલન કર્યું છે અને એમઆઇ પે એપને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની મંજૂરી મળી છે.

એમઆઇ પેમાં પેમેન્ટ્સ સર્વિસ પ્રોવાઇડર તરીકે આઇસીઆઇસીઆઈ બેન્ક કામ કરશે. યુપીઆઈ ઉપરાંત ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ઇન્ટરનેટ બેન્કિંગથી પણ પેમેન્ટ થઈ શકશે.

ભારતમાં યુપીઆઈ આધારિત ઓનલાઇન પેમેન્ટ સારી એવી ગતિ પકડી રહ્યું છે. વિવિધ બેન્ક્સની ભીમ એપ્સ ઉપરાંત ગૂગલ પે, પેટીએમ, ફોન પે, મોબિક્વિક, હાઇક વગેરેમાં યુપીઆઇનો ઉપયોગ કરી શકાય છે.

ચીનમાં જબરદસ્ત સફળ વીચેટ પણ ભારતમાં યુપીઆઈ આધારિત સર્વિસ લોન્ચ કરે તેવી શક્યતા છે. એ સિવાય, ટૂંક


સમયમાં જિઓ મની અને વોટ્સએપમાં પણ યુપીઆઈ આવી જતાં ઓનલાઇન લેવડદેવડ ઘણી વધુ સહેલી બની જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!