(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જીમેઇલ એપમાં મોટા ફેરફાર

જીમેઇલની એપમાં હમણાં આવેલા ફેરફાર મેઇલ્સના આપણા ઉપયોગ અને ઈ-મેઇલ માર્કેટિંગ, બંને પર મોટી અસર કરશે.

છેલ્લા ઘણા સમયથી ગૂગલ તેની વિવિધ સર્વિસના વેબવર્ઝન (એટલે કે પીસી/લેપટોપ કે મોબાઇલમાં બ્રાઉઝરમાં આપણે જેનો ઉપયોગ કરીએ તે) અને સ્માર્ટફોન માટેની એપ્સમાં એક સરખો અનુભવ આપવા માટે પ્રયત્નશીલ છે. એ મુજબ ગયા મહિને (ફેબ્રુઆરી, ૨૦૧૯માં) જીમેઇલની એપમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા. આમ તો આ ફેરફારોની શરૂઆત તો ગયા વર્ષથી જ થઈ ગઈ હતી.

તમે ફોનમાંની એપ્સ ઓટોમેટિક અપડેટ થાય તેવું સેટિંગ રાખ્યું હશે તો એપ ઓપન કરશો ત્યારે અથવા જાતે અપડેટ કરશો એ પછી જોશો કે જીમેઇલની એપના દેખાવમાં મોટો ફેર થઇ ગયો છે. અગાઉ એપમાં લાલ રંગનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયો હતો પણ હવે વધુમાં વધુ વ્હાઇટ સ્પેસનો ઉપયોગ થયો છે.

પહેલી નજરે તમને માત્ર આ જ ફેર થયો હોવાનું લાગશે, પરંતુ વાસ્તવમાં કેટલાક એવા મોટા ફેરફાર થયા છે જે માત્ર જીમેઇલ નહીં, ઈ-મેઇલનું ભવિષ્ય બદલી શકે તેમ છે, ખાસ કરીને માર્કેટિંગમાં ઈ-મેઇલના ઉપયોગની દૃષ્ટિએ.

વર્ષ ૨૦૧૩માં ગૂગલે તેના ઇનબોક્સમાં પ્રાઇમરી, સોશિયલ, પ્રમોશન્સ, અપડેટ્સ, ફોરમ વગેરે જુદાં જુદાં ટેબ રજૂ કર્યાં અને આપણા પર આવતા ઈ-મેઇલ્સ આપોઆપ આ બધાં ટેબમાં સોર્ટ થઇ જાય તેવી વ્યવસ્થા કરી હતી. આ કારણે જ્યારે કોઈ ઈ-મેઇલ માર્કેટિંગ કંપની એક સાથે અનેક લોકોને પોતાની પ્રોડક્ટ કે સર્વિસ સંબંધિત મેઇલ્સ મોકલે ત્યારે એ મેઇલ્સ આપણા પ્રાઇમરી ઇનબોક્સમાં દેખાવાને બદલે પ્રમોશન ટેબમાં ચાલ્યા જતા હતા.

એક યૂઝર તરીકે આપણે માટે આ ઉપયોગી સુવિધા હતી કેમ કે પ્રાઇમરી ટેબમાં આપણે રોજે રોજ જે કોન્ટેક્ટસ સાથે કામના ઈ-મેઇલ્સની આપલે કરતા હોઇએ એ જ જોવા મળતા હતા. બાકીના પ્રમાણમાં ઓછા મહત્ત્વના મેઇલ્સ અન્ય ટેબ્સમાં ચાલ્યા જતા હતા. બીજી તરફ સોશિયલ મીડિયા અને ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીઝનો એવો જુવાળ આવ્યો કે એક સમયે જે માર્કેટિંગનો સૌથી અસરકારક રસ્તો ગણાતો હતો તે ઈ-મેઇલ માર્કેટિંગને મરણતોલ ફટકો લાગ્યો.

જોકે હવે કમ સે કમ માર્કેટિંગની દૃષ્ટિએ સોશિયલ મીડિયાનો જુવાળ ઓસરવા લાગ્યો છે. ફેસબુક જેવી સર્વિસ પર માત્ર બિઝનેસ પેજ ક્રિએટ કરી, તેના પર ફ્રી પોસ્ટ મૂક્યા કરવાથી ખરેખર પ્રમોશન થઈ શકતું નથી. સોશિયલ મીડિયા પર ધાર્યા ઓડિયન્સ સુધી પહોંચવાનું મુશ્કેલ બન્યું એટલે કંપનીઝને ફરી ઇમેઇલ  માર્કેટિંગ યાદ આવ્યું.

બીજી તરફ જીમેઇલને પણ લાગ્યું કે પ્રમોશ્નલ મેઇલ્સ પ્રમોશન ટેબમાં ખોવાઈ જતા હોય તો ઈ-માર્કેટિંગ પડી ભાંગે અને તેમાં જીમેઇલને પણ નુક્સાન છે. ત્રીજી તરફ, મોબાઇલ પર ઈ-મેઇલ એક્સેસ કરવાનું પ્રમાણ અત્યંત વધવા લાગ્યું.

આ બધું ધ્યાનમાં રાખીને, જીમેઇલની એપમાં ગયા વર્ષથી, પ્રમોશનલ મેઇલ્સની દૃષ્ટિએ મહત્ત્વના ફેરફારની શરૂઆત થઈ. સામાન્ય રીતે એપમાં, ઇનબોક્સમાં ઉપર પ્રમોશન્સ, અપડેટ્સ વગેરે ટેબના નવા ઇમેઇલ્સ બંડલ કરીને મૂકવામાં આવે છે અને નીચેની તરફ પ્રાઈમરી ઇનબોક્સના તમામ મેઇલ્સ જોવા મળે છે.

અત્યાર સુધી આપણે ઇનબોક્સ ઉપરનાં એ ટેબ્સ તરફ કદાચ નજર પણ નાખતા નહોતા. એટલે હવે જીમેઇલ પ્રમોશનલ મેઇલને અમુક ખાસ રીતે વધુ અસરકારક બનાવવાની સગવડ આપે છે.


જેમ કે જો કોઈ કંપની તેની આગામી ઇવેન્ટ માટે ટિકિટ બુકિંગનો પ્રમોશનલ મેઇલ મોકલી રહી હોય, તો હવે તે મેઇલમાં પોતાનો લોગો, પ્રમોશન ઇમેજ અને ટિકિટ બુકિંગમાં ડિસ્કાઉન્ટ માટેનો કોડ અને ‘બાય નાઉ’ જેવાં બટન આપી શકશે. આટલું તો સામાન્ય પ્રમોશનલ મેઇલમાં થઇ જ શકે છે, બહુ મહત્ત્વનો ફેરફાર એ છે કે હવે જે તે મેઇલ ઓપન કર્યા વિના, આ બધું આપણને ઇનબોક્સમાં સૌથી ઉપર જોવા મળશે!

દેખીતું છે કે આપણા ઇનબોક્સમાં સૌથી ઉપરની બાજુએ, આવી સૌથી ધ્યાનાકર્ષક રીતે પોતાનો પ્રમોશનલ મેઇલ પહોંચાડવા માટે જુદી જુદી કંપની વચ્ચે હરીફાઈ જામશે. તેમાંથી ક્યો મેઇલ આપણને જોવા મળશે તે જીમેઇલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આધારે નક્કી કરશે! અગાઉ આપણે જે કંપનીના મેઇલ્સને પ્રતિસાદ આપ્યો હોય કે જે ઇવેન્ટનું પ્રમોશન પૂરું થવાની તારીખ નજીકમાં હોય એવા ઇમેઇલ્સને આપણી નજરમાં આવવાની વધુ તક મળશે. એટલું જ નહીં આવા મેઇલ્સ એક વાર બતાવ્યા પછી, તેની ડિસ્કાઉન્ટ ઓફર પૂરી થવાની હશે તે તારીખના ત્રણ દિવસ અગાઉ જીમેઇલ આપણને તે મેઇલ ફરીથી બતાવશે!

પ્રમોશનલ મેઇલ્સ તો જ આપણા સુધી પહોંચશે, જો આપણે તે કંપનીની સાઇટ પર એવી ઇચ્છા બતાવી હશે. ઉપરાંત આપણે ઇચ્છીએ તો એપના સેટિંગ્સમાં જઈને પ્રમોશનલ મેઇલ્સને હાઇ-લાઇટ કરવાનો વિકલ્પ બંધ પણ કરી શકીએ છીએ.

આમ યૂઝર, માર્કેટિંગ કંપની અને જીમેઇલ દરેક માટે વિન-વિન સ્થિતિ સર્જાઈ શકે છે.

ક્વિક નોટ્સ

જીમેઇલ એપમાં આવેલા ફેરફાર

  • તમે ફોનમાં એકથી વધુ ગૂગલ એકાઉન્ટ્સ ઉમેર્યું હશે, તો હવે જીમેઇલ એપમાં જમણી તરફ તમારા એકાઉન્ટની પ્રોફાઇલ ઇમેજ જોવા મળશે, તેને ક્લિક કરી એકાઉન્ટ સ્વિચ કરી શકાશે.
  • વેબ વર્ઝનની જેમ, ઇનબોક્સનો વ્યૂ ડીફોલ્ટ, કમ્ફર્ટેબલ કે કોમ્પેક્ટ રાખી શકાશે.
  • વેબ વર્ઝનની જેમ જ હવે, ઈ-મેઇલમાં કયાં એટેચમેન્ટ છે તે મેઇલ ઓપન કર્યા વિના જોઈ શકાશે.
  • જો તમે લેબલ્સનો ઉપયોગ કરતા હો, તો તેમાં ફેરફાર છે. તમે જે લેબલ્સનો છેલ્લે ઉપયોગ કર્યો હોય તે ડાબી પેનલમાં, ‘રીસન્ટ લેબલ્સ’ તરીકે જોવા મળશે. ફેરફાર નાનો છે, પણ ઉપયોગિતા મોટી છે.

જીમેઇલ સંંબંધિત તમામ લેખ જુઓ અહીંઃ https://duplics.cybersafar.in/gmail/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!