(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હથેળીમાં ‘તારા’ બતાવતી એપ

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશે આપણે અવારનવાર કંઇક ને કંઇક સાંભળીએ છીએ. આ સ્પેસ સ્ટેશન દર ૯૦ મિનિટે પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે અને આપણે દર સેકન્ડે અપડેટ થતા નક્શા પર પર તેનું સ્થાન ‘લાઇવ’ જોઈ શકીએ છીએ. એ તો ઠીક, નરી આંખે પણ, નાના પ્રકાશિત ઝબકારા સ્વરૂપે તેને આકાશમાં ગતિ કરતું જોઈ શકાય.

એન્ડ્રોઇડ પર ‘આઇએસએસ ડિટેક્ટર’ નામની ફ્રી એપ આમાં આપણી મદદ કરે છે. તે આપણું લોકેશન જાણીને હાલમાં સ્પેસ સ્ટેશન ક્યાં છે તે નક્શા પર બતાવે છે અને થોડો સમય લીધા પછી, આપણા સ્થળ મુજબ, નજીકના સમયમાં ક્યારે, કેટલા વાગ્યે સ્પેસ સ્ટેશન દેખાશે એ પણ જણાવે છે!

આ એપમાં કમ્પાસ પણ હોવાથી આપણે અગાશીએ ચઢ્યા પછી દિશા શોધવા માટે ખાસ મહેનત કરવી પડતી નથી!

આ કામ આ એપ કેવી અફલાતૂન રીતે કરે છે એ સમજવા જેવું છે. એપ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરતાં થોડી વાર પછી સ્ક્રીન પર એટલી બધી વિગતો આવશે કે ઘડીભર તો કશું સમજાશે જ નહીં.

ફોનમાં આ એપ ચાલુ કરીને તમે અગાશીએ જશો એટલે સ્ક્રીન જાણે રડારનું કામ કરશે! રડારની મધ્યમાંથી નીકળતો કાંટો સ્પેસ સ્ટેશનની દિશામાં નિશાન તાકશે. સ્ટેશન દેખાતું હશે ત્યારે એક પીળું ટપકું બ્લુ રેખા પર ધીમે ધીમે ગતિ કરશે.

રડારની ડાબી તરફ એલિવેશન બતાવતી રેખા છે. તેમાં મોટું ગ્રે ટપકું સ્પેસ સ્ટેશન મહત્તમ કેટલી ઊંચાઈએ પહોંચશે તે બતાવે છે, જ્યારે રંગીન ટપકું આપણા ફોનનું સ્થાન બતાવે છે. તેના પરથી આપણે કેટલા અંશના ખૂણે આકાશમાં જોવાનું છે તેનો અંદાજ મળશે. સ્ટેશન દેખાવાનું શરૂ થશે ત્યારે આ પટ્ટી પર વધુ એક રિંગ જોવા મળશે જે સ્ટેશનનું લોકેશન બતાવશે…

(માર્ચ ૨૦૧૫ અંકમાંથી ટૂંકાવીને)

વધુ જાણોઃ

અગાશીએથી અવકાશદર્શન!

અગાશીએથી સ્પેસ સ્ટેશન બતાવતી એપ!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!