(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટવીટરમાં લિસ્ટ્સની સુવિધાનો લાભ લો

બહુ ઓછા શબ્દોમાં ઘણું કહેવાની સગવડ આપતી ટવીટર સર્વિસ પર સામાન્ય લોકો કરતાં સેલિબ્રિટિઝ વધુ એક્ટિવ છે, કદાચ એટલે તમને એમાં સક્રિય થવાની બહુ ઇચ્છા ન થતી હોય, પરંતુ તમે ફક્ત એક વાચક તરીકે ટવીટરનો ઉપયોગ કરીને પણ તેમાંથી ઘણું મેળવી શકો.

સેલિબ્રિટિઝ ઉપરાંત વિવિધ ક્ષેત્રની અગ્રણી કંપનીઝ અને નિષ્ણાતો ટવીટર પર એક્ટિવ છે. આ સૌ મોટા ભાગે પોતાની વેબસાઇટ્સ તો ધરાવે જ છે, તેના પર તેઓ જે પણ નવું કન્ટેન્ટ મૂકે છે એ તેઓ નિયમિત રીતે ટવીટર પર શેર કરતા રહે છે. આથી આપણે પોતે ટવીટર પર કશું ટવીટ ભલે ન કરીએ પણ આપણા રસના ક્ષેત્રના નિષ્ણાતોને ફોલો કરીને તેમની ટવીટ્સ નિયમિત રીતે જોતા રહીએ તો પણ ઘણું નવું જાણી શકીએ.

પરંતુ ટવીટર પર રોજેરોજ લાખોની સંખ્યામાં એક ટવીટ્સ ઉમેરાતી રહે છે, એમાં આપણને ઉપયોગી લાગેલી ટવીટ્સ અને યાદ કેવી રીતે રાખવી કે પછી ક્યારેક ફરી જોવા માટે સાચવી કેવી રીતે રાખવી? તેનો ઉપાય ટવીટરમાં ઉમેરાયેલી બુકમાર્કસની સગવડ છે. તેની વાત આપણે અગાઉ કરી ગયા છીએ.

બીજી સુવિધા લિસ્ટની છે. મોબાઇલ અને પીસીમાં બંને ઉપલબ્ધ આ સુવિધાનો લાભ લેવા ટવીટરના મેનુમાં જાઓ અને તેમાં લિસ્ટ્સ પર ક્લિક કરી, તમારા કામના વિષયોનાં લિસ્ટ બનાવો. તમે એ લિસ્ટમાં જુદા જુદા ટવીટર યૂઝર્સને ઉમેરી શકો. ફુરસદે તમે ઇચ્છો ત્યારે આ લિસ્ટ ઓપન કરવાથી તમારે કામની સંખ્યાબંધ ટવીટ્સ, વિષય મુજબ તમે જોઈ શકશો.

સોશિયલ મીડિયાનો ક્યારેક આ રીતે પણ યૂઝ કરી જુઓ, પછી તમને ક્યારેય એવું નહીં લાગે કે સોશિયલ મીડિયામાં તમારો ટાઇમ વેસ્ટ થાય છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!