(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જાણો મેસેન્જરની નિશાનીઓના અર્થ

વોટ્સએપમાં આપણા મેસેજ સંબંધિત બ્લૂ કે ગ્રે ટીકના અર્થ આપણે બરાબર સમજીએ છીએ, પણ ફેસબુકની મેસેન્જર એપમાં આવતી આવી નિશાનીઓના અર્થ પણ જાણી લેવા જેવા છે…

તમારા ફોનમાં ઇન્ટરનેટ કનેકશન ચાલુ ન હોય ત્યારે મેસેન્જર એપ ઓપન કરી કોઈને મેસેજ મોકલો ત્યારે મેસેજની બાજુમાં એક ખાલી વર્તુળ જોવા મળે છે, જેનો અર્થ છે કે મેસેજ મોકલવાનો બાકી છે. સામાન્ય રીતે તમે આ નિશાની નહીં જુઓ કેમ કે તે મેસેજ મોકલાઈ રહ્યો હોવાની નિશાની છે. તમારા ફોનમાં નેટકનેકશન સારું હશે તો મેસેજ સેન્ડ કરતાં તે તરત જ મોકલાઈ જશે અને આપણને આ નિશાની જોવાનો મોકો નહીં મળે.

આ નિશાની મેસેજ મોકલાઈ ગયો હોવાનો દર્શાવે છે, પણ બની શકે કે આપણે જેને મોકલ્યો તેને હજી તે પહોંચ્યો ન હોય.

વર્તુળમાં રંગ ભરાઈ જાય અને ટિકની નિશાની જોવા મળે ત્યારે તેનો અર્થ એ થયો કે મેસેજ સામેની વ્યક્તિને પહોંચી ગયો છે, પણ તેણે હજી જોયો નથી.

સામેની વ્યક્તિ જ્યારે આપણો મેસેજ જોઈ લે ત્યારે આ ટીકની જગ્યાએ એ વ્યક્તિની પ્રોફાઇલ ઇમેજ આપણે જોઈ શકીએ છીએ.

જ્યારે મેસેજી બાજુમાં લાલ ત્રિકોણમાં આશ્ચર્યચિન્હની નિશાની જોવા મળે તો તેનો અર્થ છે કે આપણો મેસેજ કોઈ કારણસર મોકલી શકાયો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!