સ્માર્ટફોનમાંની ઘણી એપ્સ આપણું લોકેશન જાણે તો આપણને વધુ ઉપયોગી માહિતી આપી શકે છે. પરંતુ બધી એપને તેની મંજૂરી આપવી જરૂરી નથી. તમે સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરેલી કઈ કઈ એપ્સ તમારું લોકેશન જાણી શકે છે એ એક વાર તપાસી જોવું હોય તો…
- સ્માર્ટફોનમાં સેટિંગ્સમાં એપ્સમાં જાઓ.
- ઇન્સ્ટોલ્ડ તમામ એપ્સની યાદી ઓપન થશે.
- તેમાં નીચેની તરફ એપ પરમિશન્સનો વિકલ્પ જોવા મળશે (અથવા ઉપરના ખૂણે આપેલ ત્રણ ડોટ પર ક્લિક કરીને).
- તેમાં એપ પરમિશન્સનો વિકલ્પ ક્લિક કરો.
- અહીં તમે જુદી જુદી એપ્સને આપેલી મંજૂરીઓ જોઈ શકશો.
- તેમાં લોકેશન વિકલ્પમાં જાઓ, અહીં જોશો તેમ તમારા ફોનમાંની જેટલી એપ તમારું લોકેશન જોઈ શકે તેમ હોય તેની યાદી જોવા મળશે.
- બની શકે કે આમાંની કેટલીક એપને તમારું લોકેશન નોંધવાની તમે મંજૂરી આપી ન હોય અને કેટલીક એપને તમે મંજૂર આપી હશે.
- આ યાદી પર નજર ફેરવીને જોઈ લો કે કઈ કઈ એપને તમારું લોકેશન જણાવવાની જરૂર નથી.
- અહીંથી એવી એપ્સ માટેની મંજૂરી તમે બંધ કરી શકશો!
એન્ડ્રોઇડના માર્શમેલો વર્ઝનથી પરમિશન્સ પર આપણો વધુ સારો અંકુશ રહે છે.
