(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોનના સ્ક્રીનને કેમેસ્ટ્રી લેબ બનાવતી એપ

એજ્યુકેશન

Beaker

રસાયણશાસ્ત્રના શિક્ષકો અને વિદ્યાર્થીઓને મજા પડી જાય, પણ એમના સિવાયના લોકોને, બીજાની મદદ વિના શરૂઆતમાં કદાચ કંઈ ન સમજાય એવી એપ!

https://youtu.be/5zqhwgAi5GM

નવી ટેકનોલોજીથી કેવી નવી સંભાવનાઓ ખૂલી જાય છે એ પણ બતાવતી આ એપ, તમારા સ્માર્ટફોનના સ્ક્રીનને એક બીકર (કાચનું પાત્ર)માં ફેરવી નાખે છે. તેમાં તમે ચાહો તે પ્રવાહી, વાયુ કે ઘન તત્વો નાખો અને એમની વચ્ચેનાં રીએક્શન જુઓ!

કોઈ પણ કેમિકલ બીકરમાં નાખવા માટે જમણી તરફના વર્તુળ પર ક્લિક કરતાં ૧૫૦થી વધુ લિક્વિડ, સોલિડ અને ગેસના વિકલ્પો મળશે. જેને બીકરમાં નાખવા માગતા હો તેને ટચ કરો. વધુ પ્રમાણમાં બીકરમાં નાખવા માટે ટચ લંબાવો.

હવે આપણે જાણીએ છીએ કે બે જુદા જુદા કેમિકલ એકમેક સાથે જુદાં જુદાં રીએક્શન આપતાં હોય છે અથવા તેમને ઉકાળતાં કે સળગાવતાં એ રીએક્શન આપે છે.

આ બંને કામ પણ સ્માર્ટફોનના બીકરમાં થઈ શકશે!

બીકરમાંનાં કેમિકલ્સ ગરમ કરવા માટે, નીચેના તળિયે જમણેથી ડાબે આંગળીના લસરકે બર્નર સળગાવો. બીકર ઉપર ઢાંકણ મૂકવા માટે સ્ક્રીન પર ઉપરના ભાગે જમણેથી ડાબે આંગળી લસરાવો. મેનૂમાં જઈને લીડ/બર્નરને ટચ કરવાથી પણ આ કામ થઈ જશે. બીકરમાં ગમે ત્યાં સ્વાઇપ કરતાં દિવાસળી સળગશે. ઢાંકણ ખોલી, સ્ક્રીન ઊંધો કરતાં બીકર ખાલી થશે!

અહીં પ્રવાહી લિટમસ મળશે. બીકરમાં કોઈ એસિડ નાખી, તેમાં લિટમસ નાખતાં પ્રવાહી લાલ રંગનું થશે! દરેક રીએક્શનનાં સમીકરણ પણ જોવા મળશે.


સ્કૂલ/કોલેજની લેબમાં જે પ્રયોગની છૂટ ન હોય એ અહીં બેધડક કરી શકાશે, બસ કલ્પનાશક્તિને છૂટો દોર આપો!

એન્ડ્રોઇડ પ્લે સ્ટોરમાં આ એપ મેળવવા અહીં ક્લિક કરો

એપલ એપ સ્ટોરમાં આ એપ મેળવવા અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!