(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આ અંકથી આપણી સહિયારી ‘સાયબરસફર’ આઠમા વર્ષમાં પ્રવેશ કરે છે!

જાન્યુઆરી ૨૦૦૮માં અખબારની પૂર્તિમાં એક ખૂણામાં એક નાનકડી કોલમ તરીકે સફરનો પ્રારંભ થયો એ સમયે સ્માર્ટફોન તો દૂરની વાત હતી, પણ કમ્પ્યુટરનો ઉપયોગ પણ આજના જેટલો સર્વવ્યાપક નહોતો.

વિષય જરા અઘરો હોવા છતાં આપણા રોજબરોજના જીવનના સ્પર્શતો હોવાથી સફરને વાચકોનું બહુ હૂંફાળું પ્રોત્સાહન મળ્યું અને સફર વિસ્તરતી રહી.

છેક પ્રારંભથી જ ‘સાયબરસફર’માં ટૂંકામાં ઘણું કહેવાનો અને વાચકોને ઇન્ટરનેટને લગતી ટીપ્સ કે ટેક્નોલોજીને લગતા બધા પ્રશ્નોના ઉત્તર આપવાને બદલે, જાતે વધુ શોધવા માટે પ્રોત્સાહિત કરવાનો અભિગમ રહ્યો છે.

પાછલાં દસ વર્ષમાં ટેક્નોલોજીના ક્ષેત્રે બહુ મોટાં પરિવર્તનો આવ્યાં છે. ‘સાયબરસફર’માં તેને અનુરૂપ ફેરફારો પણ કરવામાં આવ્યા છે.

આ અંકથી તમે જોશો તેમ મેગેઝિનના માળખામાં દેખીતા ફેરફારો કરવામાં આવ્યા છે. નવા વિભાગો ઉમેરાયા છે ને જ્ઞાનસફરને વધુ વિસ્તૃત કરવાનો પ્રયાસ કરાયો છે.

ઇન્ટરનેટ અને નવી ટેક્નોલોજીસમાં આપણું જીવન બદલવાની પારાવાર સંભાવના છે, શરત એટલી કે તેનો યોગ્ય, સંતુલિત અને સમજભર્યો ઉપયોગ થવો જોઇએ. આજે આપણે સૌ પોતપોતાના સ્ક્રીનમાં પરોવાઇ ગયા છીએ અને એક જ પરિવારના સભ્યો વચ્ચે પણ અંતર વધવા લાગ્યું છે ત્યારે ‘સાયબરસફર’નું લક્ષ્ય ઇન્ટરનેટની ઉજળી બાજુ પર ફોકસ કરીને તેનો મહત્તમ લાભ સૌ સુધી પહોંચાડવાનું છે.

સફરમાં સાથ આપવા માટે આપ સૌને દિલથી આભાર!

-હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!