ગૂગલ મેપનો ઉપયોગ આમ તો તદ્દન સરળ છે, પણ તેમાં એટલી બધી સુવિધાઓ છે કે ક્યારેક તેનો નવોસવો ઉપયોગ કરનારી વ્યક્તિ ગૂંચવાઈ શકે છે. અહીં ડેસ્કટોપ પર ગૂગલ મેપ્સમાં જોવા મળતો સામાન્ય ઇન્ટરફોસ અને તેનાં દરેક પાસાંની માહિતી આપી છે. આપણા દેશ અનુસાર, આમાંની કેટલીક બાબતો બદલાઈ શકે છે.
- ડિરેક્શન્સ મેળવો : તમારે જે સ્થળે પહોંચવું હોય તેનું નામ લખો અને ચાલતાં, કારમાં, બસમાં કે સાઇકલ પર ત્યાં પહોંચવાનો રસ્તો જાણો.
- માપ પ્લેસીઝ : અહીં ક્લિક કરીને તમારી પોતાની જરિયાત અનુસારના નકશા બનાવો. તમે અગાઉ પસંદ કરેલા કે જેનો રીવ્યુ કર્યો હોય તેવા બિઝનેસ પણ અહીં જોવા મળશે.
- સર્ચ મેપ્સ : સ્થળો, બિઝનેસ કે ચોક્કસ એડ્રેસ વગેરે અહીંથી શોધો.
- શો/હાઇડ : નકશાની ડાબી તરફની પેનલ થોડો સમય દૂર કરવી હોય તો () ક્લિક કરો અને એ પેનલ ફરી જોવા માટે () ક્લિક કરો.
- લેયર્સ : નકશાની જમણે, ઉપર આપેલા વિકલ્પોમાંથી ચાહો તે લેયર પસંદ કરો અને નકશામાં તેની માહિતી જુઓ. જેમ કે અમદાવાદ શહેર પર ઝૂમ કરીને ટ્રાફિક પસંદ કરશો તો કલરકોડ દ્વારા કયા રસ્તા પર ટ્રાફિક ભારે, મધ્યમ કે હળવો છે તે જાણી શકાશે. વિકિપીડિયાનું લેયર સિલેક્ટ કરતાં, જે તે સ્થળ વિશેના લેખોની લિંક્સ મળશે.
- પ્રિન્ટ/સેન્ડ : નકશાની પ્રિન્ટ મેળવો કે મિત્રોને મોકલો.
- લિંક ટુ ધી પેજ : તમારા નકશાનું વેબ એડ્રેસ (યુઆરએલ) બનાવીને મિત્રોને મોકલો.
- સર્ચ રીઝલ્ટ્સ : ડાબી પેનલમાં સર્ચનાં રીઝલ્ટ જુઓ અને આપેલી લિંક્સની મદદથી વધુ માહિતી મેળવો.
- મેપ : સર્ચ કરેલા સ્થળનો નકશો અહીં જોવા મળે છે.
- સ્ટ્રીટ વ્યૂ : મેપના ઝૂમ કંટ્રોલ્સમાં પેજમેન તરીકે ઓળખાતું, માણસનું ચિત્ર હોય છે. તેને માઉસથી ખેંચીને નકશાના કોઈ પણ સ્થળ પર લઈ જતાં એ સ્થળનો સ્ટ્રીટ વ્યૂ ઉપલબ્ધ હોય તો જોવા મળશે.
- ઇન્ફો વિન્ડો : જે તે સ્થળના માર્ક પર ક્લિક કરતાં તેની વધુ માહિતી ખૂલે છે.
- વ્યૂ : અહીંથી મેપને મેપ, સેટેલાઇટ કે અર્થ વ્યૂમાં જુઓ.
- ઓવરવ્યૂ મેપ : તમે જે નાનો વિસ્તાર જોઈ રહ્યા હો તેને મોટા વિસ્તારના સંદર્ભમાં જોવાની સગવડ.
- રીપોર્ટ એ પ્રોબ્લેમ : મેપના ડેટા વિશે કંઈ મુશ્કેલી હોય તો ગૂગલને જણાવો.
