મિત્રો, આજે દરેકના હાથમાં ક્લિક અને કમ્પ્યુટર છે. હવે તો ‘ટચ’નો જમાનો છે પણ આપણે હૃાુમન ટચ ગુમાવતાં જઇએ છીએ. ક્યારેક અહંકારના કે શરમના ભાર તળે ગૂંગળાઈએ છીએ. મોઢું બંધ રાખીને જાતે જ પોતાના નાકને દબાવીએ છીએ અને ખોખલી સક્સેસ અને હેપ્પિનેસનો દેખાડો કરીએ છીએ. ટેક્નોલોજીમાં મોડર્ન ટચ દેખાડવામાં ગૌરવ અનુભવીએ છીએ, પણ પોતાની જાત સાથે હૃાુમન ટચ છૂટતો જાય છે. ચાલો, આવા જ એક કિસ્સા વડે પોતાની જાતમાં પ્રકાશ પાડવાની કોશિશ કરીએ.
એક કિસ્સો જોઈએ. કુંજલ અને અર્જુન એમની પહેલી જ એનિવર્સરીએ એક બ્યુટીફૂલ રિસોર્ટમાં સેલિબ્રેટ કરી રહ્યાં હતાં. આખા રસ્તામાં અર્જુન મોબાઇલ પર સતત બિઝી હતો. કુંજલે ઘણી વાર ટકોર કરી કે ‘યાર, અત્યારે તો તારું મોબાઇલ ઇન્ટરનેટ સર્ફિંગ છોડ? ધિસ ઇઝ અવર ફર્સ્ટ મેમોરેબલ એનિવર્સરી. તારે એવું તો શું અગત્યનું કામ ઇન્ટરનેટ પર હોય છે! શું તે મારાથી પણ ઇમ્પોર્ટન્ટ છે? આઈ થિંક આપણે ઘરે જ સારાં હતાં.’ જવાબમાં અર્જુન અનુત્તર રહૃાો. હોટલ પહોંચ્યા પછી પણ તેનું સર્ફિંગનું વળગણ ચાલુ જ હતું એ પોતાનું ફેસબુક સ્ટેટસ અપડેટ કરી રહૃાો હતો અને દુનિયાને જણાવી રહૃાો હતો કે એમનું હેપ્પિ કપલ અત્યારે ઇન્ડોનેશિયાના બાલીમાં એનિવર્સરી સેલિબ્રેટ કરી રહૃાું છે. જ્યારે આ વાતની કુંજલને ખબર પડી ત્યારે તેનો પિત્તો આસમાને પહોંચી ગયો અને બોલી, ‘અર્જુન, યુ રિયલી વોન્ટ હેલ્પ. મને લાગે છે તું ફેસબુક એડિક્ટ થઈ ગયો છે. તાસું ફેસબુક મારા માટે સ્ટ્રેસબુક બની ગયું છે. લેટ મી કોલ અવર સાઇકોલોજિસ્ટ.’
‘પણ એક વખત ડોકટરને મળવામાં તને વાંધો શો છે? કુંજલ કાકલૂદીના સ્વરે બોલી. ‘શટ અપ કુંજલ, તને કહ્યુંને એક વખત, હું કંઈ ગાંડો નથી કે મારે ટ્રીટમેન્ટની જરુર પડે? પ્લીઝ… યુ માઇન્ડ યોર ઓન બિઝનેસ. મને ખબર છે, મારે શું કરવું જોઈએ અને શું નહીં. તારે તારો ઇલાજ કરાવવો હોય તો કરાવ. હું કોઈ ડોકટર પાસે નથી જવાનો, ધેટ્સ ઇટ.’ ખૂબ ઊંચા અવાજમાં અર્જુન ધૂંઆપૂંઆ થતા બરાડ્યો.
જેમ તેમ કરીને કુંજલ અપોઇન્ટમેન્ટ લઈને જ્યારે ક્લિનિકમાં મળી ત્યારે આ આખોય સંવાદ મને કહ્યો. મેં કહ્યું, ‘આ એક કોમન પ્રોબ્લેમ છે. આજકાલ કહેવાતા સભ્ય અને ભણેલાગણેલા ‘સાયબરસ્માર્ટ’ સમાજમાં આવો ‘સામાજિક સંકોચ’ બહુ જોવા મળે છે. આપણે વિદેશની ફેશનને બીજા જ કલાકે સ્વીકારી લઈએ છીએ, પણ ત્યાંની સારી બાબતોને ખોખલા ભારતીયપણાના માસ્ક નીચે ટીકા કરીએ છીએ. એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે કેટલાકને પોત્ાાનો જ અહંકાર પોતાને મદદ કરતા રોકે છે.’
‘અરે, એક જાણીતી હસ્તીની શરતની એવી હતી કે ‘સાહેબ, તમારા ક્લિનિકમાં બીજું કોઈ ન હોય ત્યારે જ મને અપોઇન્ટમેન્ટ જોઈએ. ફીની ચિંતા ન કરતા.’ મેં કહ્યું ‘ભાઈ ફીનો સવાલ નથી. એવો સમય મારે ક્યાંથી કાઢવો?’ આજે પણ આપણા કહેવાતા આઇપેડના જમાનામાં વ્યક્તિ પોતાની માનસિક સમસ્યાઓ માટે નિષ્ણાત પાસે જવામાં નાનમ અનુભવે છે. તમે માનશો! એક્ટરોથી માંડીને ઉદ્યોગપતિઓ સુધીના દરેકને પોતાના ‘પર્સનલ સાઇકોલોજિસ્ટ’ હોય છે. સાઇકોલોજિસ્ટની ભૂમિકા આપણા ફેમિલી ફિઝિશિયન જેવી હોય છે. કલાયન્ટની દરેક વાતને તદન ખાનગી રાખવી એ મનોચિકિત્સાનો મૂળભૂત સિદ્ધાંત છે. જૂની જડ માન્યતા ધરાવતા સંકુચિત લોકો જાહેરમાં મળે ત્યારે પણ એવું જ માને છે કે સાઇકોલોજિસ્ટને તો દૂરથી જ સલામ કરવી સારી. રખે ને કોઈ આડુંઅવળું સમજે તો?’
મિત્રો, હવે જમાનો ઝડપથી બદલાઈ ગયો છે. એક ક્લિકથી દુનિયાની સાઇબરસફર કરી શકાય છે. સામાજિક સંકોચ નામશેષ થઈ રહૃાો છે. આજકાલ દુનિયામાં ઇન્ટરનેટથી પણ કાઉન્સેલિંગ શકય બન્યું છે. મારા ઘણા ફોરેન ક્લાયન્ટ્સ (હું મનોવૈજ્ઞાનિક મદદ લેનારને પેશન્ટ નથી કહેતો, ક્લાયન્ટ કહું છું.) ઇન્ટરનેટ કાઉન્સેલિંગના લઈ રહ્યા છે. સાઇકોલોજિસ્ટનું મુખ્ય કાર્ય માનસિક રોગ તેની તીવ્ર કક્ષાએ પહોંચે તે પહેલાં તેનું મેનેજમેન્ટ કરવાનો છે.
વ્યક્તિને કોઈ પણ ઈમોશનલ કે વર્તનલક્ષી સમસ્યા સતાવલતી હોય તેનાં કાઉન્સેલિંગ લેવામાં જરા પણ શરમ ન રાખવી જોઈએ. એમાં પોતાનું જ નુકસાન છે. ચિંતાની ઊધઈની જેમ કોરી ખાય છે અને આપણે ક્યારેક આ ખોખલા સમાજની શરમે એક્સપર્ટની મદદ લેતા નથી. જોકે હવે માહોલ બદલાઈ રહ્યો છે. જેમ નિવૃત્ત લોકો પણ નવેસરથી કમ્પ્યુટર પર હાથ અજમાવી રહ્યા છે એમ નવી ઉપયોગી બાબતોનો સ્વીકાર કરવામાં યુવા પેઢીએ પણ સંકોચ ન રાખવો જોઈએ. આજકાલ બિહેવિયરલ સાયન્સ પ્રિવેન્શન અને ટ્રીટમેન્ટ બંને ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી રહૃાું છે. જો રોગને ઊગતો જ ડામી દેવામાં આવે તેવા દર્દીને (સોરી વ્યક્તિને) ઘણો જ ફાયદો થાય છે.
આ આખીય વાત મિ. અર્જુન મહેતાના ફોન પર સમજ્યા અને પોતાની સમસ્યા વિશે ખૂલીને વાત કરવા માટે પતિ-પત્ની બંને મળવા આવ્યાં. હવે એમની ટ્રીટમેન્ટને ચાલુ થયે છ-આઠ અઠવાડિયાં થઈ ગયાં. હવે ફેસબુક એ સ્ટ્રેસબુક ન રહેતાં બંને પ્રેમીપંખીડાઓ ખુશ-ખુશાલ છે અને ફેસબુકને લિમિટેડ રીતે કેવી રીતે વાપરવું તેવું સમજી ચૂક્યાં છે. મતલબ એમની સમસ્યાના સમાધાનના શ્રીગણેશ થઈ ગયા કહેવાય.

One Response
Its nice article for the young generation. even today’s students are using the mobile phone in the study time and not concentrate on the study and result into failure in the study. This addiction will more harmful to the human being and one more disease will create.