(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પરીક્ષાના દિવસોમાં કોર્સ બહારની વાત

માર્ચ અને એપ્રિલ આપણે ત્યાં પરીક્ષાના મહિના છે. આ દિવસોમાં પરીક્ષા સિવાયની કોઈ પણ વાત કરવામાં જોખમ છે.

જેવું લોકશાહીમાં ચૂંટણીનું સ્થાન છે એવું જ કદાચ વિદ્યાર્થીની કારકિર્દીમાં પરીક્ષાનું સ્થાન છે. આપણે સૌ જાણીએ છીએ કે નેતાઓ ચૂંટવા માટે ચૂંટણી સૌથી સારી પદ્ધતિ નથી, પણ કમનસીબે તેનાથી સારી પદ્ધતિ પણ ધ્યાનમાં આવતી નથી.

ઉજ્જવળ કારકિર્દી માટે જ્ઞાન મહત્ત્વનું છે અને તેને ચકાસવા માટે પરીક્ષા સૌથી સારી પદ્ધતિ નથી જ, એમાંય આપણે તો શાળાના પાઠ્યપુસ્તકમાં હોય એને જ જ્ઞાન ગણી લેવું પડે એવી સ્થિતિ છે.

પણ જે વિદ્યાર્થી, શિક્ષક અને માતા-પિતાને પરીક્ષા ઉપરાંતના જ્ઞાનમાં પણ રસ છે એમને આ અંકની કવરસ્ટોરી ગમશે. ચૂંટણી કે પરીક્ષાની જેમ, ઇન્ટરનેટ પરથી જ્ઞાન પીરસતી સાઇટ્સની પણ મર્યાદાઓ તો છે જ, પણ જરા જુદી રીતે વિવિધ વિષયોની જાણકારી શોધવા અને જાણવામાં રસ હોય તો આવી સાઇટ્સ ઉપયોગી થાય તેમ છે.

ગયા વર્ષે આ જ અરસામાં ટાઇટેનિક ફેઇમ જેમ્સ કેમેરુને મહાસાગરના તળિયે જવાનું સાહસ ખેડ્યું હતું. આ અંકમાં એની કેટલીક વાતો વણી લીધી છે અને વધુ જાણવા ઇચ્છતા લોકોની જિજ્ઞાસા સંતોષી શકે એવી લિંક્સ આપી છે.

ફેસબુક વિશે એવું કહેવાય છે કે આ સર્વિસ આપણી વધુ ને વધુ વાતો દુનિયા આખીને કહેવા માટે સતત તત્પર રહે છે. તમને એનો વાંધો ન હોય તો જુદી વાત છે, પણ ફેસબુક પર સક્રિય રહીને પણ તમે કેટલાક અંશે પ્રાઇવસી જાળવવા ઇચ્છતા હો તો કઈ બાબતો પર ધ્યાન આપવું એ આ અંકમાં જાણવા મળશે.

સૂચનો આપતા રહેશો!

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!