ક્યારે મહિનો પૂરો થાય નવો અંક જોવા મળે તેની રાહ જોઈએ છીએ. ખરેખર સુંદર માવજત લઈ ફેબ્રુઆરી ૨૦૧૩નો અંક તૈયાર કરેલ છે. ટેબલેટ વિશે વિગતવાર માહિતી આપવા વિનંતી.
– ધર્મેન્દ્ર રસિકલાલ મોદી
ગરવા ગુજરાતીને ઇન્ટરનેટ સાથે જોડવાનો આ સફળ પુરુષાર્થ કાબીલે તારીફ છે. ‘સાયબરસફર’નાં પાનાં ઓછાં પડે છે. એક વાર એક જ બેઠકે આખા વર્ષના અંકો વાંચવાનો રેકોર્ડ હું આજે પૂરો કરું છે. જ્ઞાનતૃપ્તિનો આ યજ્ઞ સૌને જરુરથી ફળદાયી નીવડશે એવી શુભકામના સાથે અભિનંદન.
– રોહિત ચૌહાણ અને કરદેજ કન્યાશાળા પરિવાર
ફેબ્રુઆરીનો અંક વાંચ્યો, ઘણો ગમ્યો. મારા તરફથી એક પ્રશ્ર્ન છે, લાંબા યુઆરએલને શોર્ટ કેવી રીતે કરી શકાય અને તે માટે ઓનલાઇન સાઇટ ખોલીને કશું કરવાનું હોય છે કે તેનું કોઈ સોફ્ટવેર આવે છે તે જણાવશો. શક્ય હોય તો આગામી અંકમાં નવું કમ્પ્યુટર લેવા માગતા લોકોને પ્રોસેસર, રેમ વગેરેની માહિતી આપો તો ઉપયોગી થશે.
– રજનીકાંત સાપાવડિયા
(ગૂગલની સર્વિસ http://goo.gl/
ટ્રાય કરી જુઓ. આગામી અંકમાં વિગતવાર વાત કરીશું – સંપાદક)
તમે વારંવાર એક બાબત પર ભાર મૂકો છેે કે આ મેગેઝિન ‘સાયબરસફર’ એક જ બેઠકે વાંચી જવા માટેનું મેગેઝિન નથી, પરંતુ તેમ છતાં મારા જેવા વિવિધ સાઇટ વિશે જાણવાની તાલાવેલી માટે કે જ્ઞાનના ભૂખ્યા લોકો એ વાત માનવા તૈયાર નથી!
– પ્રશાંત ગોડા
‘સાયબરસફર’ વાંચીને ઘણું જાણવા મળે છે અને ઇન્ટરનેટ તથા કમ્પ્યુટર જગતની લેટેસ્ટ માહિતીને ગુજરાતીમાં પીરસો છો તેના માટે ખૂબ ખૂબ અભાર.સાથે સાથે આ જ રીતે મોબાઇલ ફોન જગતની પણ રસપ્રદ અને નવીન માહિતી પીરશો તેવી વિનંતી છે.
– હિતેશ પટેલ

