આપણે સૌને પીડીએફ ફાઇલ સાથે અવારનવાર પનારો પડે છે. ક્યારેક એવું પણ બને કે સંખ્યાબંધ પાનાં ધરાવતી એક પીડીએફનાં અમુક પાનાંની જુદી પીડીએફ બનાવવી પડે. આ કામ કોઈ ખાસ સોફ્ટવેર વિના સહેલાઈથી થઈ શકે છે.
તમારે પીડીએફ ડોક્યુમેન્ટ્સ સાથે ઝાઝો પનારો રહેતો હોય તો ક્યારેક તમારે વધુ પાના ધરાવતા એક પીડીએફ ડોક્યુમેન્ટમાંથી ફક્ત અમુક પાનાં જ અલગ તારવવાં જરુરી હોય એવું બની શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો તમારે પીડીએફે સ્પ્લિટ કરવાની ક્યારેક જરુર ઊભી થતી હશે.
આ માટે ઇન્ટરનેટ પર થોડાં ખાંખાંખોળાં કરીએ તો ઘણાં બધાં સોફ્ટવેર મળી જાય અને ઓનલાઇન ટૂલ્સ પણ મળી જાય. અલબત્ત, આ બંનેમાં થોડું જોખમ રહેલું છે. સોફ્ટવેર ડાઉનલોડ કરવા જતાં જરા ગાફેલ રહીએ તો સોફ્ટવેરની સાથોસાથ બિનજરુરી અને પછી અનઇન્સ્ટોલ કરવા મુશ્કેલ બની જાય એવા પ્રોગ્રામ્સ કે ટૂલબાર પણ ઘૂસી જાય. ઓનલાઇન સર્વિસમાં આપણી પીડીએફ ફાઇલ અજાણી વેબસાઇટ પર અપલોડ કરવી પડે. ફાઇલમાનું કન્ટેન્ટ અગત્યનું હોય તો આમ કરવું સલાહભર્યું નથી.
સદભાગ્યે, આપણે ધારીઓ તો કોઈ વધારાનું સોફ્ટવેર ડાઉનલોડ કર્યા વિના કે પીડીએફ ઓનલાઇન અપલોડ કર્યા વિના પણ આપણે તેે સ્પ્લિટ કરી શકીએ છીએ, એ માટે ફક્ત જરુર છે, આપણે જેો રોજબરોજ ઉપયોગ કરીએ છીએ તે ગૂગલ ક્રોમ જેવા બ્રાઉઝરની અને જરા હટકે વિચારવાની!
આપણે જાણીએ છીએ કે ગૂગલ ક્રોમમાં ઇન્ટીગ્રેટેડ પીડીએફ વ્યૂઅર સામેલ હોય છે. ઉપરાંત, વેબ બ્રાઉઝિંગ વખતે આપણે જે કંઈ ઉપયોગી લાગે તેે સાદા પ્રિન્ટર પર જેમ પ્રિન્ટ કરી શકીએ એ જ રીતે પીડીએફ તરીકે પ્રિન્ટ (એટલે કે કમ્પ્યુટરમાં સેવ) કરવાની પણ સગવડ ક્રોમમાં છે. આપણે આ સુવિધાને જ કામે લગાડવાની છે.
પીડીએફને સ્પ્લિટ કરવા માટે, સૌથી પહેલાં એ પીડીએફને ગૂગલ ક્રોમમાં ઓન કરો
(એ માટેની સ્ટેપ-બાય-સ્ટેપ સમજણ જુઓ સાથેના બોક્સમાં).
(૧) હવે ક્રોમના મેનુમાં જઈ પ્રિન્ટ કમાન્ડ પસંદ કરો.
(૨) આપણે કમ્પ્યુટર સાથે કોઈ પ્રિન્ટર કનેક્ટ કરેલું હશે તો તે અહીં ડેસ્ટિનેસન તરીકે દેખાશે. આપણે તેે બદલીને ‘સેવ એઝ પીડીએફ’નો વિકલ્પ પસંદ કરીશું.
(૩) હવે ધારો કે આખી પીડીએફ ફાઇલામાં પહેલાં સાત પેજની અલગ પીડીએફ જોઈએ છે, તો પેજીસમાં ૧-૭ની રેન્જ આપો. બધાં પાનાં આ રીતે ક્રમબદ્ધ હોવાં પણ જરુરી નથી.
આપણે અલગ અલગ પાનાં પણ કહી શકીએ છીએ (જેમ કે ૧-૩, ૪-૫, ૮, ૧૧-૧૫). હવે પ્રિન્ટ બટન ક્લિક કરતાં, આપણે કહ્યાં હોય એટલાં પાનાની નવી પીડીએફ તૈયાર થશે અને કમ્પ્યુટરમાં ક્યાં સેવ કરવી છે તે પૂછવામાં આવશે!
આ રીતે આપણે એક પીડીએફમાંથી ધારીએ તેટલી અલગ અલગ પીડીએફ બનાવી શકીએ છીએ.
પીડીએફ ગૂગલ ક્રોમમાં કેવી રીતે ઓન કરશો?
સૌથી પહેલાં, વિન્ડોઝ એક્સપ્લોરરમાં આપણી પીડીએફ ફાઇલનું લોકેશન શોધી લો. આ વિન્ડોને થોડી નાની કરી રાખો.
હવે ગૂગલ ક્રોમમાં ઓન કરો અને તેની વિન્ડોને પણ થોડી નાની કરી રાખો. તેમાં એક નવી, કોરી ટેબ ઓન કરો.
આપણી પીડીએફને માઉસથી ડ્રેગ કરીને આ ટેબમાં લાવતાં પીડીએફ ક્રોમમાં ઓન થઈ જશે.
જો તમે દરેક પીડીએફ ફાઇલ ગૂગલ ક્રોમમાં ઓન કરવા ઇચ્છતા હો, તો વિન્ડોઝ એક્સપ્લોરરમાં પીડીએફી ફાઇલ પર રાઇટ ક્લિક કરો અને ‘ઓન નવી’નો વિકલ્પ પસંદ કરો. કમ્પ્યુટરમાં જેટલા પીડીએફ રીડર પ્રોગ્રામ હશે એ બધા અહીં જોવા મળશે, પણ ગૂગલ ક્રોમ જોવા મળશે નહીં! ક્રોમને શોધવા ‘ચૂઝ ડિફોલ્ટ પ્રોગ્રામ’ પર ક્લિક કરો. જે વિન્ડો ઓન થશે તેમાં પણ ક્રોમ દેખાશે નહીં! ક્રોમની શોધ આગળ ધપાવવા ‘બ્રાઉઝ’ પર ક્લિક કરો. આથી આપણા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલા તમામ પ્રોગ્રામ્સવાળું પ્રોગ્રામ ફાઇલ્સું ફોલ્ડર ખૂલશે. તેમાંથી ગૂગલ, પછી ક્રોમ અને પછી એપ્લિકેશન ફોલ્ડરમાં જઈ, ક્રોમના લોગોવાળી ફાઇલ પર ક્લિક કરી, ઓન પર ક્લિક કરી દો.
આ રીતે ક્રોમ પ્રોગ્રામનું લોકેશન મળે નહીં તો તમે જ્યાંથી પણ ક્રોમ ઓન કરતા હો, તે ક્રોમ લોગો પર રાઇટ કરી, પ્રોર્ટીઝમાં જાઓ. તેમાં શોર્ટકટમાં જાઓ અને ત્યાં ટાર્ગેટમાં તેના ફૂલ પાથ જોવા મળશે, તેે કોપી કરીને ‘ઓપન વીથ’વાળી વિન્ડોમાં ફાઇલ લોકેશનમાં અે પાથ પેસ્ટ કરીને પછી ઓકે કરી દો.
હવે ‘ઓપન વીથ’વાળી વિન્ડોમાં ગૂગલ ક્રોમનો વિકલ્પ પણ જોવા મળશે. તેે પસંદ કરો, ‘ઓલ્વેઝ યૂઝ ધ સિલેક્ટેડ પ્રોગ્રામ ટુ ઓ ધીસ કાઇન્ડ ઓફ ફાઇલ’ વિકલ્પને ટિક કરી દો અને કહી દો ઓકે!
હવે આપણે જ્યારે પણ કમ્પ્યુટરમાં કોઈ પીડીએફ ફાઇલ પર ક્લિક કરીશું ત્યારે ગૂગલ ક્રોમમાં એ ફાઇલ ખૂલશે (ચિંતા કરશો નહીં, એ માટે ઇન્ટરનેટ ચાલુ હોવું જરુરી નથી).
જો આ રીતે પીડીએફ ક્રોમમાં ઓપન થતી હોય તો ક્રોમમાં પીડીએફ વ્યૂઅરનું પ્લગઇન ઇનેબલ હોય એવું બની શકે છે. તે ઉપાય કરવા, ક્રોમના એડ્રેસ બારમાં chrome://plugins/ અથવા લખો ક્રોમ પીડીએફ વ્યૂઅર પ્લગઇન ડિસેબલ્ડ હોય તો તેે ઇનેબલ કરી દેશો એટલે કામ થઈ જશે!.

