(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમારા પ્રિન્ટરને ધમધમતું રાખો, પ્રિન્ટેબલ્સથી!

બાળકોની રમતથી માંડીને બિઝનેસમાં ઉપયોગી સંખ્યાબંધ ‘રેડી-ટુ-યૂઝ’ ટેમ્પ્લેટ્સનો આ ખજાનો ફુરસદે તપાસવા જેવો છે

વેકેશનમાં તમારી દીકરી વારંવાર ‘મમ્મી, કહેને, હું શું કરું’ એમ કહીને પજવે છે? અવા તમે જ દીકરાના પ્રોજેક્ટ માટે ક્લિપઆર્ટ શોધી શોધીને થાક્યાં છો? કે પછી તમે તમારા બિઝનેસ માટે સહેલાઈથી ઉપયોગમાં લઈ શકાય એવું ઇનવોઇસનું ટેમ્પ્લેટ શોધી રહ્યા છો?

ઘરના સૌથી નાનકડા સભ્યને બીઝી રાખવા માટે તેે કાગળ અને રંગ પકડાવી દેવાની વાત હોય કે પછી સ્કૂલના વિવિધ પ્રોજેક્ટ માટે ચાર્ટ પેપર પર વિવિધ ચિત્રો ચોંટાડવાની વાત હોય કે પછી ફોટોગ્રાફ્સને સરસ રીતે સજાવવા મજાની ફ્રેમ ફરતે બોર્ડર મૂકવાની વાત હોય કે ઘરનું બજેટ સંભાળવા કાગળ પર આંકડાની રમત માંડવાની હોય કે પછી બિઝેસ માટે ઇનવોઇસ, કેલેન્ડર, ટુડુલિસ્ટ વગેરે તૈયાર કરવાની વાત હોય… આમાંના મોટા ભાગના કામ માટે આપણે કાગળની જરુર પડે છે.

પણ, એ માટે સાદો, કોરો કાગળ ચાલે નહીં. ઉપર લખેલી દરેક બાબત માટે આપણે ક્યાંકથી કોઈક રેફરન્સ શોધીની કાગળ પર ચીતરવાની મથામણ કરવી પડે અથવા તો તેના ‘રેડી-યુ-યૂઝ’ ટેમ્પ્લેટ શોધવાં પડે.

અમેરિકાની પ્રકાશ કંપનીએ લોકોની આ ‘રેડી-યુ-યૂઝ’ ટેમ્પ્લેટની જરુરિયાત પારખીને વિવિધ વેબસાઇટ્સનો રીતસર ખજાનો તૈયાર કર્યો છે. એક વેબસાઇટ્સના આ ખજાનામાં, આપણી રોજબરોજની જરુરિયાત પૂરી થાય એવા વિવિધ વિષયના ૩૦,૦૦૦થી વધુ ટેમ્પ્લેટ્સ મળી શકે છે!

દરેક ટેમ્લેટ પીડીએફ, વર્ડ કે એક્સેલની ફાઇલ કે ઇમેજ ફાઇલ સ્વરુપે છે. આપણે ફક્ત તેે ડાઉનલોડ કરી, પ્રિન્ટરમાં પ્રિન્ટ કાઢી લેવાથી! ઘરમાં પ્રિન્ટરની સગવડ હોય તો તેે પેનડ્રાઇવ પર કોપી કરી લો અને કોઈ પણ ઝેરોક્સ શોપમાં નજીવા ખર્ચે પ્રિન્ટ કઢાવી લો. ઇન્ટરનેટ પર આ બધું જુદી જુદી સાઇટ્સ પર વિખરાયેલું પડ્યું હોય છે, પણ અહીં તમે ફક્ત એક જ સ્રોતમાંથી બધું જ મેળવી શકો છો. http://www.freeprintable.net/ એ કુલ ૯૭ સાઇટ્સનો સમૂહ છે. આ સાઇટ્સ પર તમે કામ લાગે એવું એટલું બધું મળી આવશે કે તમે અને તમારું પ્રિન્ટર બંને થાકી જાવ એવી પૂરી શક્યતા છે! શરુઆત કરીએ નાનાં ભૂલકાંઓથી.

http://www.freeprintablecoloringpages.net/

નાનાં બાળકોે મીણિયા રંગ કે કલર પેન્સિલ્સ આપો અને તેની સાથોસાથ આ સાઇટ પરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કરેલાં પેપર્સ આપો અને જુઓ તેવો કેટલાં બિઝી રહે છે! આ સાઇટ પરથી બાળકોને રંગ પૂરવાની મજા પડે એવાં પતંગિયાં, ફૂલછોડ, કુદરતી દૃશ્યો, વિવિધ પોર્ટ, કાર્ટૂન કેરેક્ટ્સ, બર્થડે કાર્ડ, આલ્ફાબેટ્સ, નંબર્સ વગેરે મળીને ચાર હજારથી વધુ લાઇનડ્રોઇંગ્સ મળી આવશે.

http://www.dottodots.net/

નંંબર્સ જોડીને સુંદર ચિત્રો બનાવીને તેમાં રંગ પૂરવામાં રસ હોય તો આ સાઇટ પરથી ૫૧૦ જેટલી કનેક્ટ ધ ડોટ્સની પઝલ્સ અને એક્ટિવિટીઝ મળી આવશે.


http://www.printablemazes.net/

આ સાઇટ પરથી, બાળકો તો ઠીક મોટાને પણ ફુરસદનો સમય સરસ રીતે પસાર કરવાની એક રીત મળી આવશે. ઘડી બે ઘડીની નવરાશ મળતાં હવે મોટા ભાગના લોકો પોતાના મોબાઇલમાં ગેમ રમવા લાગે છે, પણ કાગળ પરની ભૂલભૂલૈયામાં એક તરફથી દાખલ થઈને બીજી તરફ બહાર નીકળવાની રમત પણ ક્યારેક રમવા જેવી છે. આ સાઇટ પર આવી અસંખ્ય મેઝ ગેમ્સ મળી જશે. જુદા જુદા લેવલી ડિફિકલ્ટી ધરાવતી આ ગેમ્સનો એક સેટ ડાઉનલોડ કરતાં એક સો દસેક મેઝ ગેમ્સનાં પેજ ડાઉનલોડ થઈ જશે.

http://www.printablemasks.net

પરિવારમાં કોઈ બાળકનો જન્મદિવસ ઉજવવાનો છે? બજારમાંથી તૈયાર માસ્ક લાવવાને બદલે, આ સાઇટ પરથી તમે જુદા જુદા ૪૪૫ જેટલા માસ્કની ડિઝાઇન ડાઉનલોડ કરી શકો છો. બાળકોે તેમાં કલર પૂરવાનું કામ પણ સોંપશો તો બર્થ ડે પાર્ટી સૌ માટે ખરેખર યાદગાર બની જશે!

http://www.printableboardgames.net/

ઘણી વાર એવું બને કે બાળકોને સાપસીડીની રમત રમવાનું મન થાય એ ઘરમાં એને શોધી જડે નહીં! આ સાઇટ પરથી સાપસીડી ઉપરાંત, ચેસ, બેટલશી વગેરે જાણીતી અને બીજી કેટલીય અજાણી બોર્ડ ગેમ્સની તૈયાર ડિઝાઇન્સ મળી જશે. પાસાની રમત રમવી હોય અને પાસે  ખોવાઈ ગયો હોય તો તેની ડિઝાઇન ડાઉનલોડ કરી, જાતે પાસો બનાવી લેવાની સુવિધા પણ અહીં છે!

http://www.printabletournamentbrackets.net

તમે સ્કૂલમાં કે સોસાયટીમાં કોઈ ટુર્નામેન્ટનું આયોજ કર્યું હશે તો ખ્યાલ હશે, તેમાં જુદા જુદા પ્લેયર્સ વચ્ચેની મેચનું પ્લાનિંગ કરવું એ બહુ માથાકૂટિયું કામ હોય છે. આ સાઇટ પરથી, જુદા જુદા પ્રકારની ગેમ ટુર્નામેન્ટ માટે ૧૧૫ જેટલાં ટુર્નામેન્ટ બ્રેકેટ્સનાં ટેમ્પલેટ ડાઉનલોડ કરી શકાશે.

http://www.dailyclipart.net/

બાળકોના સ્કૂલ પ્રોજેક્ટ્સમાં કામ લાગે તેવાં ચિત્રો શોધવાં એ મોટા ભાગની મમ્મીઓ માટે માથાનો દુખાવો હોય છે. આ સાઇટ પર જુદી જુદી સંખ્યાબંધ કેટેગરીમાં અસંખ્ય ક્લિપઆર્ટ્સ મળી આવશે. ચાહો તે ઇમેજને ડાઉનલોડ કરી લો અને પેઈન્ટ જેવા પ્રોગ્રામમાં તેે તમે જોઈએ તે રીતે રીસાઇઝ કરો અને પ્રિન્ટ કાઢી લો.

http://www.cvtemplates.net/

સારી નોકરી મેળવવાનું પહેલું પગથિયું સારો સીવી (બાયોડેટા) છે. સીવીમાં આપવામાં આવેલી માહિતી જેટલી અગત્યની છે એટલી જ મહત્ત્વની વાત સીવીનું યોગ્ય ફોર્મેટિંગ છે. તમે વર્ડમાં પોતાની મેળે સારું ફોર્મેટિંગ કરી શકતા હોય તો તમારો બાયોડેટા તૈયાર કરવા માટે આ સાઇટ પરથી ૧૪૦ જેટલાં વર્ડ ફાઇલનાં ટેમ્પ્લેટ મળી આવશે. પણ યાદ રહે, તેમાં તમારી વિગતો ઉમેર્યા પછી ફૂટરમાંની આ સાઇટનું નામ કાઢવાનું ભૂલશો નહીં!

http://www.freeprintable.net/

આ મુખ્ય સાઇટ પર તમારા બિઝનેસ માટે કેશ રીસિપ્ટ્સ, ટાઇમ શીટ, ઇવોઇસ, બિઝેસ ફોર્મ, વિવિધ પ્રકારાના લેટર્સ, ટાઇમ કાર્ડ્સ, બિઝનેસ પ્લાન, પ્લાનર્સ, કેલેન્ડર્સ વગેરેનાં એક ટેમ્પ્લેટ્સ ધરાવતી, આ જ ગ્રુપની સાઇટ્સની લિંક પણ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!