(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇવેન્ટ્સનું લાઇવ ટ્રાન્સમિશન કેવી રીતે થાય છે?

સ્પોર્ટ્સ મેચનું જીવંત પ્રસારણ જોવા માટે લોકો ટીવીને બદલે ઇન્ટરનેટ તરફ વળી રહ્યા છે, ત્યારે આવો જાણીએ સ્ટેડિયમથી આપણા સ્ક્રીન સુધીની સફરના વિવિધ તબક્કા.

વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ સ્ટેડિયમમાં રમાતી ક્રિકેટ મેચ કે ફૂટબોલ મેચનું લાઇવ ટીવી બ્રોડકાસ્ટિંગ આપણે ઘેર બેઠાં જોઈ શકીએ છીએ અને પીસી/લેપટોપ કે સ્માર્ટફોનના સ્ક્રીન પર તેનું સ્ટ્રીમિંગ પણ જોઈ શકીએ છીએ. તેની પાછળ ટેકનોલોજીની અનેક કરામત અને સંખ્યાબંધ લોકોની મહેનત સમાયેલી હોય છે.

આપણે આ સમગ્ર પ્રક્રિયાના વિવિધ તબક્કા ટૂંકમાં જાણીએ.

લાઇવ શૂટિંગ

દેખીતું છે કે જે તે મેચના સ્ટેડિયમમાં પહેલેથી ગોઠવાયેલા પ્રોફેશનલ કેમેરાથી મેચની ક્ષણે ક્ષણનું લાઇવ શૂટિંગ કરવામાં આવે છે. આ કેમેરા કોઈ પ્રોફેશનલ ફોટોગ્રાફર ઓપરેટ કરે છે. આ ઉપરાંત ડ્રોન કેમેરા કે તેના જેવા બીજા કેમેરા રિમોટ કંટ્રોલથી પણ ઓપરેટ થઈ શકે છે. કેમેરા ઓપરેટર પોતાના હેડસેટની મદદથી લાઇવ બ્રોડકાસ્ટિંગના ડિરેકટર સાથે સતત સંપર્કમાં રહે છે.

કેમેરા ઓપરેટરને ‘ક્યૂ લાઇટ’ તરીકે ઓળખાતી એક વ્યવસ્થાથી, અત્યારે તેમનું ફૂટેજ લાઇવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે કે નહીં તે જાણવા મળે છે. બ્રોડકાસ્ટિંગ માટેના કેમેરા પહેલેથી જ સેટઅપ કરી દેવામાં આવ્યા હોય છે. કેમેરા ઓપરેટર્સ અગાઉથી જે જે પ્રકારના ઝૂમિંગનો ઉપયોગ કરવાનો હોય, જેમ કે બોલર બોલ ફેંકે તે પછી બેટસમેનના શોટ્સ માટે બેટસમેન પર ફોકસ કરવાનું હોય, તો એ માટેના ઝૂમિંગ લેવલ્સ પહેલેથી સેટ કરી રાખે છે. જેથી લાઇવ બ્રોડકાસ્ટિંગ દરમિયાન સ્મૂધલી યોગ્ય ઝૂમિંગ મેળવી શકાય.

કેમેરા કંટ્રોલ યુનિટ સાથે લિંક

કેમેરાના પ્રોસેસરમાંથી શૂટિંગનો સમગ્ર ડેટા કેમેરા કંટ્રોલ યુનિટ (સીસીયુ)ને પહોંચાડવામાં આવે છે. મોટા ભાગની લાઇવ મેચિઝમાં બ્રોડકાસ્ટર્સ વાયરલેસ માઇક્રોવેવ લિંકનો ઉપયોગ કરે છે. જો કેમેરા કેબલ્સ દ્વારા સીસીયુ સાથે કનેક્ટેડ હોય તો શૂટિંગના એચડી સિગ્નલ્સ ફાયબર કેબલથી જ્યારે એસડી સિગ્નલ્સ ‘ટ્રાયેક્સ’ તરીકે ઓળખાતા કેબલ્સથી મોકલવામાં આવે છે.

હવે મોટા ભાગના સ્ટેડિયમમાં કેમેરા અને સીસીયુ વચ્ચે ડેટાની આપલે માટે પહેલેથી કેબલ કનેકશન્સ કરી રાખવામાં આવ્યાં હોય છે, જેથી કેમેરા મૂક્યા પછી તેના કેબલ્સ માત્ર તેને સંબંધિત સોકેટ્સમાં પ્લગ-ઇન કરવાના રહે છે.

કેમેરા કંટ્રોલ યુનિટ (સીસીયુ)


કેમેરા કંટ્રોલ યુનિટને કેમેરાનું મગજ કહી શકાય. અહીં વિઝન એન્જિનિયર્સ દરેક કેમેરા તરફથી સીસીયુને મળતા ડેટાફીડનું સતત મોનિટરિંગ કરીને તેની ગુણવત્તા (વ્હાઇટ બેલેન્સ, એક્સપોઝર વગેરે) તપાસતા રહે છે. જો કોઈ સેટિંગમાં ફેરફાર જરૂરી લાગે તો આ એન્જિનિયર્સ રિમોટ કંટ્રોલથી સીસીયુને જાણ કરે છે અને એ મુજબ કેમેરાનાં સેટિંગ્સ બદલાય છે.

ડેટાનું પ્રોસેસિંગ

કેમેરા તરફથી જે ડેટા મળે તેનું એક ડિજિટલ ઇન્ટરફેસ દ્વારા પ્રોસેસિંગ કરવામાં આવે છે. સાથોસાથ આ ડેટાને લાંબા અંતર સુધી ટ્રાન્સમિટ કરવામાં આવે તો પણ તેની ગુણવત્તાને કોઈ અસર ન થાય તેવા મજબૂત સિગ્નલ્સમાં ફેરવવામાં આવે છે.

મોબાઇલ બ્રોડકાસ્ટ વાન

સામાન્ય રીતે, જે તે લોકેશન પર ઊભા કરવામાં આવેલા સ્ટુડિયો કે લોકેશન પર હાજર મોબાઇલ બ્રોડકાસ્ટ વાનમાંથી સમગ્ર બ્રોડકાસ્ટિંગનું કંટ્રોલિંગ થાય છે.

અહીં આખી ટીમના વડા ડિરેકટર હાજર હોય છે, જે કેમેરા ઓપરેટર સાથે તેમના હેડસેટથી સંપર્કમાં રહે છે અને ક્યા કેમેરાનાં દૃશ્યો બ્રોડકાસ્ટ કરવાં તેના નિર્ણય લે છે.

ડિરેકટરની સૂચના મુજબ વિઝન મિક્સિગંના એકસપર્ટ જુદા જુદા કેમેરાનાં દૃશ્યોને મિક્સ કરે છે. સાઉન્ડ એડિટર ગ્રાઉન્ડ પરથી મળતા ઓડિયો અને કમેન્ટેટરના ઓડિયોને મિક્સ કરે છે. જ્યારે ગ્રાફિક એડિટર્સ પહેલેથી તૈયાર કરી રાખેલા અને સ્ટેડિયમની સ્કોરિંગ સિસ્ટમ સાથે કનેક્ટેડ ગ્રાફિક્સ બ્રોડકાસ્ટ થતાં દૃશ્યોમાં ઉમેરે છે. જેને કારણે આપણે સ્ક્રીન પર લાઇવ સ્કોર જોઈ શકીએ છીએ!

દુનિયાભરમાં આઉટપૂટ

કેમેરાના વિઝ્યુઅલ્સ, ઓડિયો અને ગ્રાફિક્સ આ બધું જ એક સાથે સ્ટેડિયમની બહાર સ્થિત એક ‘સેટ ટ્રક’માં મોકલવામાં આવે છે. આ સિગ્નલ્સ ત્યાંથી બ્રોડકાસ્ટર કંપનીના ટ્રાન્સમીટર કંટ્રોલ સેન્ટરને મોકલવામાં આવે છે. અગાઉ આ સિગ્નલ્સ મોટા ભાગે સેટેલાઇટ દ્વારા મોકલવામાં આવતાં હતાં પરંતુ હવે સુપરફાસ્ટ ઇન્ટરનેટ કનેકશન દ્વારા ટ્રાન્સમીટ કરવામાં આવે છે.

આડ વાત એ પણ છે કે ફૂટબોલ કે ક્રિકેટ મેચનું લાઇવ બ્રોડકાસ્ટિંગ હવે જબરજસ્ત મોટો બિઝનેસ બની ગયો છે અને તેમાં પણ પાઇરસીનું દૂષણ ઘૂસી ગયું છે. જે તે સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના ઓફિશિયલ બ્રોડકાસ્ટર નિશ્ચિત ટીવી ચેનલ્સ અને એપ્સને લાઇવ બ્રોડકાસ્ટિંગ કે સ્ટ્રીમિંગના રાઇટ્સ વેચે છે, પણ હેકર્સ ઇન્ટરનેટ પર ટ્રાન્સમીટ થતો આ ડેટા આંતરીને પોતાના લેપટોપ પર આસાનીથી તેનું બિલકુલ મફતમાં સ્ટ્રીમિંગ કરી શકે છે અને અન્યોને પણ તેનો લાભ આપી શકે છે.

આમ પણ, સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટિંગ ટીવીને બદલે ઇન્ટરનેટ પર જોવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

લાઇવ ટ્રાન્સમિશન

બ્રોડકાસ્ટર કંપની આ સિગ્નલ્સ જે તે દેશમાં સમગ્ર દેશ કે દુનિયામાં પથરાયેલાં ટ્રાન્સમીટર્સને સેટેલાઇટ કે અન્ય રીતે મોકલે છે. આ ટ્રાન્સમીટર્સમાંથી આ સિગ્નલ્સ આપણા ઘરના ટીવી સુધી પહોંચે છે. આ સમગ્ર પ્રક્રિયા ગણતરીની સેક્ધડ્સમાં થાય છે એટલે જેને આપણે લાઇવ માનીએ છીએ એ વાસ્તવિકતા કરતાં થોડી સેકન્ડસ પાછળ હોય છે!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!