(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સંગીતના સથવારે સુખદ નિંદ્રાનો આનંદ!

રોજબરોજના જીવનની તણાવભરી સ્થિતિ અને ઉકળાટભર્યા વાતાવરણમાં રાત્રે શાંત ઊંઘ માણવી હોય તો મંદ મધુર સંગીત ઘણું મદદરુપ થઈ શકે.

પણ એમાં એક તકલીફ હોય છે. આપણે આપણી પસંદગીનાં ગીતો કે ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિકની સરસ સીડી તૈયાર કરી હોય પણ મ્યુઝિક પ્લેયરમાં એ મૂકીને ઊંઘી જઈએ તો આખી રાત પ્લેયર ચાલુ રહે (અને ક્યારેક તો સીડી પૂરી થયા પછી તેમાં જુદા જુદા અવાજ પણ આવે, જે ઊંઘમાં ખલેલ પહોંચાડે)! એમ થવા ન દેવું હોય તો સીડી પૂરી થાય કે ઊંઘ આવવા લાગે એ સાથે સીડી પ્લેયર બંધ કરવાનું વિચારીએ તો એ ઉચાટ સંગીત અને ઊંઘ બંનેેની મજા બગાડે.

સ્માર્ટફોને આપણા ફેવરિટ મ્યુઝિક પ્લેયરનું સ્થાન લીધા પછી આ સ્થિતિ થોડી બદલાઈ છે.

હવે આપણે અમુક એપ્સ ફોનમાં ઇન્સ્ટોલ કરીને, તેની મદદથી અમુક સમય પછી મ્યુઝિક આપોઆપ બંધ થાય એવી ગોઠવણ કરી શકીએ છીએ.

આ માટે બે પ્રકારની એપનો આપણે ઉપયોગ કરી શકીએ.

સ્લીપ ટાઇમર : આ બિલકુલ સરળ એપ છે. ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો, તેને ઓપન કરો, મ્યુઝિક ક્યારે બંધ થવું જોઈએ એ સમયગાળો સેટ કરો, તમારી ફેવરિટ મ્યુઝિક એપ ચાલુ કરી, ગમતું આલ્બમ પ્લે કરો.

આલ્બમમાંનાં બધાં ગીતો વારાફરતી પ્લે થાય એવું સેટિંગ કરી લો અને પછી મજાના આડા પડખે થાઓ!

ગમતા સંગીતના સાથમાં ક્યારે ઊંઘ આવી જશે એ ખબર નહીં પડે અને નિશ્ચિત સમય પછી પેલી સ્લીપ ટાઇમર એપ મ્યુઝિક એપ બંધ કરશે. ફોન ઇનએક્ટિવ રહેશે એટલે તેના સેટિંગ મુજબ એનો ડિસ્પ્લે પણ ઓફ થશે અને આપણી દુનિયા જંપી જશે!

મ્યુઝિક ટાઇમર : આ એપ પણ આમ તો બધી રીતે પહેલી એપ જેવી જ છે, તેમાં ફેર એટલો છે કે આપણે મ્યુઝિક ફટ દઈને બંધ થાય તેના બદલે આપણને જેમ જેમ ઊંઘ આવતી જાય એમ એમ સંગીત પણ ધીમે ધીમે મંદ થતું જાય અને પછી છેવટે બિલકુલ બંધ થાય એવી ગોઠવણ થઈ શકે છે! ધીમે ધીમે મંદ થતા સંગીતથી ઊંઘ વહેલી આવે એવું પણ બની શકે છે!

આ બંને એપ ફોનમાં ફક્ત મીડિયાના વોલ્યુમ પર અસર કરે છે એટલે આપણે સવારના એલાર્મ ગોઠવ્યો હોય તો એ વાગશે કે નહીં એની ચિંતામાં ઊંઘ બગડશે નહીં.


બીજી એક વાત, યુટ્યૂબ પર સંગીતનો ખજાનો છે, કોઈ વીડિયોમાંથી ફક્ત સંગીત ડાઉનલોડ કરવું હોય તો એ વીડિયોનું યુઆરએલ http://www.listentoyoutube.com/ સાઇટ પર કોપી-પેસ્ટ કરશો એટલે એ સાઇટ સંગીતની એમપી૩ ફાઇલ ડાઉનલોડ કરવા આપશે. તેને વાયા પીસી, સ્માર્ટફોનમાં લઈ આવો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!