ઇટાલિયન ખગોળશાસ્ત્રી ગેલિલિયો ગેલિલીએ પોતાના ટેલિસ્કોપ વડે આકાશમાં મીટ માંડીને ગુરુના ગ્રહની ફરતે ચકરાવો લેતા તેના ત્રણ કુદરતી ઉપગ્રહ (ચંદ્ર) શોધી કાઢ્યા. શરૂઆતમાં ગેલિલિયોને લાગ્યું કે એ ત્રણ સ્થિર તારા છે, પણ વધુ બે મહિના અવલોકન કર્યા પછી તેમણે તારવ્યું કે એ અવિચળ તારા નહીં, ગુરુના ઉપગ્રહો છે. એ સમય હતો જ્યારે ધમર્ચિાર્યો પૃથ્વીને સૃષ્ટિનું કેન્દ્ર ગણાવતા હતા.
સૂર્ય સહિત બાકીના બધા અવકાશી પદાર્થો પૃથ્વીની આસપાસ ફરે છે એવું મનાતું હતું. ગેલિલિયોની આ અને બીજી શોધોથી કોપરનિકસ જેવા પૂર્વસૂરીની વાતને સમર્થન મળ્યું અને રુઢ ધાર્મિક માન્યતા સામે પડકાર ઊભો થયો.
જાણો વધુ :http://goo.gl/L0RVa
