(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

‘‘૩ કરોડ લેખો એ એક મોટો પડકાર હતો!’’

વિકિવેન્ડના સહસ્થાપક અને સીઇઓ લાયોર ગ્રોસમેન સાથે ‘સાયબરસફર’ની વાતચીતના અંશો :

વિકિપીડિયાનો ઇન્ટરફેસ બદલવાનું કેમ વિચાર્યું?

અમે લાંબા સમયથી વિકિપીડિયાનો ઉપયોગ કરીએ છીએ, પણ છેલ્લાં દસેક વર્ષમાં તેમાં કોઈ પરિવર્તન ન થયાની અમને અકળામણ હતી. તેની સરખામણીમાં યુઝર્સ માટે અનુભવ અને ઉપયોગીતાની રીતે વેબ અને મોબાઇલ એપ્સમાં બહુ મોટા ફેરફારો થયા છે, એટલે અમને ખાતરી હતી કે વિકિપીડિયામાં પણ કંઈક સારું ચોક્કસ કરી શકાય.

વિકિપીડિયાની નવી ડિઝાઇન તૈયાર કરતી વખતે કયા ખાસ મુદ્દા ધ્યાનમાં રાખ્યા?

અમારી અગાઉની ડિઝાઇન વધુ કલરફૂલ અને સ્ટાઇલીશ હતી. એ સુધારતા ગયા અને લખાણને પૂરતું સન્માન મળે એ વાતનું વધુ ધ્યાન રાખ્યું. અમે નક્કી કર્યું કે વિકિવેન્ડ બ્રાન્ડ કરતાં પ્રોડક્ટ અને ક્ધટેન્ટ વધુ અગત્યનાં છે. એ જ રીતે બ્યુટી કરતાં યુઝેબિલિટી અને રીડેબિલિટી વધુ મહત્ત્વનાં છે.

વિકિપીડિયાની વિશાળતા ધ્યાને લતાં, ટેકનિકલ પડકારોને તમે કેવી રીતે પહોંચી વળ્યા?

વિકિપીડિયાની રીડિઝાઇન તો અગાઉ ઘણી વાર થઈ છે, પણ એ મોકઅપ્સ અને ક્ધસેપ્ટ્સ જેવી હતી. તેને ફૂલ-ફંક્શનલ પ્રોડક્ટ બનાવવી એ મોટો પડકાર હતો. વિકિપીડિયામાં ૨૮૩ ભાષામાં ૩ કરોડથી વધુ લેખ છે અને દરેકે દરેક લેખ જુદો છે, તેમાં પૂરતું સ્ટાન્ડડર્ઇિઝેશન પણ નથી. એ તમામ લેખ, તમામ ભાષા સાથે વિકિવેન્ડમાં બરાબર દેખાય અને જોવામાં સરસ પણ લાગે એવા બનાવવા એ બહુ મોટો પડકાર હતો. એ માટે અમે એક અનોખું એન્જિન બનાવ્યું, જે દરેક લેખને જુદા જુદા ભાગમાં વહેંચે છે, તેનું વિશ્ર્લેષણ કરે છે અને પછી નવી ડિઝાઇન સાથે બધા ભાગને ફરી જોડે છે. આ બધું જ રીયલ ટાઇમમાં થાય છે!

મોબાઇલ વર્ઝન માટે શું વિચાર હતા?

અમે આ વર્ષે શરુ‚આતમાં આઇફોન એપ રીલિઝ કરી અને લોકોને એ અત્યંત ગમી. એપ સ્ટોરમાં એ હાઇએસ્ટ રેટેડ વિકિપીડિયા એપ છે. અમે બિલકુલ નવેસરથી મોબાઇલ એપ રીડિઝાઇન કરી છે, જેથી ઝડપથી, ગમે ત્યારે થોડી માહિતી મેળવી લેવા માગતા લોકોને એ ઉપયોગી થાય. તેમાં પાવરફૂલ મલ્ટી-લિંગ્યુઅલ સર્ચ અને ઇઝી રેફરન્સ માટે ક્વિક ફેક્ટ્સ પેનલ્સ પણ છે. લોકોની ડિમાન્ડથી અમે એન્ડ્રોઇડ એપ પર કામ કરી રહ્યા છીએ, જે ટૂંક સમયમાં રજૂ થશે.

વિકિપીડિયાનો વિકિવેન્ડ વિશે કેવો પ્રતિભાવ છે?

વિકિમીડિયા ફાઉન્ડેશન સાથે અમારા સારા સંબંધ છે. એ લોકોને અમારી આઇફોન એપ બહુ જ સારી લાગી. અમારી બધી ટેક્નીકલ ઇન્ક્વાયરીઝમાં અમને એમની સતત મદદ મળી છે. સામે પક્ષે અમે પણ બેસ્ટ પ્રેક્ટિસીઝને અનુસરીને એમને જે જોઈએ તે બધી માહિતી આપીએ છીએ.

વિકિપિડિયા અત્યારે તમામ માટે બધી રીતે ફ્રી છે. તમે વિકિવેન્ડમાંથી કમાણી શ‚ કરશો તો વિકિપીડિયા પોતાની ફ્રી પોલિસી બદલે કે તમને કોઈ નૈતિક પ્રશ્ર્નો નડે એવું લાગે છે?

વિકિપીડિયાના લેખો ક્રિએટિવ કોમન્સ લાઇસન્સ હેઠળ છે, આથી તેેનો વ્યાવસાયિક હેતુ માટે પણ ઉપયોગ થઈ શકે છે. આમાં નૈતિક પ્રશ્ર્નો કોઈ નથી. ગૂગલ (સર્ચ રીઝલ્ટમાં) અને ફેસબુક (કમ્યુનિટી પેજીસમાં) વિકિપીડિયાના લખાણનો ઉપયોગ કરે છે અને તેની સાથે વિવિધ એડ પણ હોય છે.

વિકિપીડિયા એક નોટ-ફોર-પ્રોફિટ છે, તેનો હેતુ માનવજ્ઞાનને શક્ય એટલું વધુ ફેલાવવાનો છે. વિકિપીડિયા તેની આ નીતિ ક્યારેય બદલે એવું મને લાગતું નથી.

વિકિવેન્ડના ડેવલપરે વિકિપીડિયાનો નવો લેઆઉટ વિચાર્યો ત્યારે સૌથી પહેલાં બાજુમાં આપેલા પહેલા સ્ક્રીનશોટ જેવી ડિઝાઇન વિચારી હતી. આ ડિઝાઇન કલરફૂલ હતી, પરંતુ તેમાં સમગ્ર લેખનું ટેબલ ઓફ કન્ટેન્ટ સતત નજર સામે રહેતું નહોતું.

આ પછી બીજાં ત્રણેક વર્ઝન તૈયાર કરવામાં આવ્યાં અને તેમાં દેખાવ ને બદલે વાંચનસામગ્રીને વધુ મહત્ત્વ મળે એ વાત પર ભાર મૂકવામાં આવ્યો.


મોબાઇલ એપ બનાવતી વખતે, લોકોને ઓછા સમયમાં તેમને જોઈતી માહિતી ઝડપથી મળી જાય એ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!